SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૭ બચ્ચો એની પીઠ પર હાથ ફેરવે છે. શરણે આવેલાને એ કદી લાત ન મારે. શાસન તો કહે છે કે, ‘છદ્મસ્થ બુદ્ધિવાળો ભૂલો પડે પણ ખરો પરંતુ એમાં ગભરાવાનું નહિ, અહીં તમને રક્ષણ મળશે.' જેઓ એમ કહે કે, ‘પડ્યા તો શું થઈ ગયું ! એ તો ચાલે, એમાં વાંધો નહિ.’ એવાને આ શાસનમાં સ્થાન નથી. શાસ્ત્રનાં ગંભીર રહસ્યો સમજો : ૯૭ ખાતાં ખાતાં કુરગડુમુનિને કેવળજ્ઞાન થયું એ વાતનો નિષેધ નથી પણ ખાતાં ખાતાં કેવળજ્ઞાન થાય, તપની જરૂર નથી એમ માનવાનો નિષેધ છે. શાસ્ત્રનાં ગંભીર રહસ્યો સમજો, કુરગડુમુનિનો દાખલો આપી આજના લોકો કહે છે કે, ‘શાસ્ત્રમાં પણ ખાતાં ખાતાં કેવળજ્ઞાન થયાની વાત આવે છે.’ પણ જે શાસ્ત્રમાં આ વાત આવે છે તે જ શાસ્ત્ર કહે છે કે, 1804 “ખાવત પીવત મોક્ષ જે માને, તે સિરદાર બહુ ટમાં” (પૂ. પદ્મવિજયજી મ.) કુરગડુમુનિને ખાતાં ખાતાં કેવળજ્ઞાન થયું એ વાત સાચી પણ ખાતાં ખાતાં કેવળજ્ઞાન થાય એમ એ મુનિ માનતા ન હતા, માટે થયું. આજના સુધારકોના કુતર્ક : કહે છે કે – “આનંદ કામદેવ જેવા શ્રાવકોને ત્યાં પાંચસો પાંચસો હળ ફરે, દસ દસ હજાર ગાયોનું એક ગોકુળ એવાં સંખ્યાબંધ ગોકુળ હોય, વળી રિદ્ધિ સિદ્ધિનો તો પાર નહિ, એવા પણ ભગવાનના પહેલા નંબરના શ્રાવક કહેવાણા, શાસ્ત્રકારોએ એમની નોંધ લીધી, એકાવતારી થયા, તો પછી આજે આરંભ પરિગ્રહના પાપની આટલી બૂમો કેમ પડાય છે ? એમના આરંભ પરિગ્રહ પાસે અમારો આરંભ પરિગ્રહ તો કાંઈ વિસાતમાં નથી... શ્રી શાંતિનાથ ભગવાનને ચોસઠ હજાર રાણીઓ, એક લાખ બાણુ હજાર અંતઃપુરના એ સ્વામી, બત્રીસ હજાર મુકુટબદ્ધ રાજાઓ એમની સેવામાં, ચોરાશી લાખ હાથી, ચોરાશી લાખ ઘોડા અને એક લાખ છઠ્ઠું હજાર પાયદળના એ સ્વામી, એવા પણ એ કેવળજ્ઞાન પામ્યા ને ?તો અમારે એક ઘરવાળાને કેવળજ્ઞાન શી રીતે અટકવાનું ? કે રોજ ઘડી ઘડી છોડવાની જ વાત કરો છો ?... દૃઢ પ્રહારી - સ્ત્રી, બાળક, ગાય અને બ્રાહ્મણ એ ચાર મહાહત્યા કરનારો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy