SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ 1:03. – ૬ – દષ્ટાંતના દુરુપયોગથી બચો ! - ૧૨૨ - ૯૫ બીજું કાંઈ ન નીકળે. આજના સુધારકોને “શાસન' શબ્દ બોલતાં નહિ આવડે. જે શાસિત હોય તે જ શાસન કરે. શાસન કરવાની તેનામાં જ લાયકાત. “શાસ્” ધાતુનો અર્થ જ હુકમ કરવાનો છે. શાસક સ્વયં સ્ફટિકવતું નિર્મળ છે, એ જ બીજાને નિર્મળ કરે. શાસ્ત્રનો અર્થ જ એ કે પહેલાં શાસન કરે અને પછી રક્ષણ કરે. જે શાસન માને તેનું એ રક્ષણ કરે. શાસન માને એની રક્ષા શાસન કરે ? સભાઃ શાસન એટલે નાદીરશાહી નહિ ? ના, શાસન એટલે શિક્ષા. એમાં નાદીરશાહી, પોપશાહી કે ઝારશાહી ચાલતી નથી. એ શિક્ષા કોને ? જે ભૂલ કરે તેને શાસન જે માને એની રક્ષાનું કામ શાસનનું. કાયદો માને એને કાયદાનું રક્ષણ મળે. કાયદો એ એને માનનાર માટે જીવાદોરી છે અને એને ભાંગનાર માટે એ મૃત્યુજાળ છે. કાયદાનું ધ્યેય રક્ષણ આપવાનું, પછી વચ્ચે અન્યાય બનતા હોય, વ્યક્તિની ભૂલના કારણે પરિણામ ખરાબ આવતાં હોય, એ વાત જુદી. કાયદાને અનુસરનારનું રક્ષણ કરનાર પણ કાયદો છે ને કાયદો ભાંગનારનું રક્ષણ ખૂંચવી લેનાર પણ કાયદો છે. ચોરી કરે એનો ફરવાનો હક નાબુદ પણ કાયદો કરે છે અને શાહુકારના ફરવાના હકનું રક્ષણ પણ કાયદો કરે છે. પહેરેગીરો ખૂનીને બંધનમાં નાંખે અને શાહુકાર મુક્તપણે ફરે તેનું રક્ષણ પણ કરે. છાના કાયદા પણ જો આવા હોય તો સર્વજ્ઞના તો કેવા હોય ? આ શાસન પડેલાને પાટું મારતું નથી : આ શાસન પાપને પાપ માનવાની જ શરત કરે છે, સાધુ ન થવાય, શ્રાવકન થવાય, પાપ ન તજાય તોયે છૂટ આપે છે પણ પાપને પાપ માનવાનું કહે છે. પડેલા, ગબડેલા પણ આવે તો એને ય અહીં આવવાની છૂટ છે. કહે છે કે, “પડાય, ગબડાય તેની ચિંતા નહિ, ટેકો આપશું પણ પશ્ચાત્તાપ જોઈએ. કોઈ કહે કે “મેં વ્રત લીધું પણ ભાંગી ગયું, પાળવાની ભાવના હતી પણ પળાયું નહિ.” તો શાસન કહે છે કે, “ફીકર નહિ, પડવાની તો અનાદિની ટેવ છે, પણ અહીં તમને રક્ષણ મળશે.” આ શાસન પડેલાને પાટું મારતું નથી. દુશ્મન પણ નમતો આવે તો ક્ષત્રિય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy