SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ઃ દષ્ટાંતના દુરુપયોગથી બચો ! અંધ અને અંધકારના બે બે પ્રકાર : અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા ફરમાવે છે કે આ જગતમાં પ્રાણીઓ મોટે ભાગે અંધ છે અને પાછા અંધકારમાં ફસાયેલા છે. અંધ બે પ્રકારના હોય છે. બાહ્યચક્ષુ વગરના અંધ કહેવાય અને આંતરચક્ષુ એટલે વિવેક વગરના અંધ કહેવાય. એ રીતે અંધકાર પણ બે પ્રકારનો. દ્રવ્ય અંધકાર તથા ભાવ અંધકાર. બાહ્યચક્ષુ છતાં ન દેખી શકાય તે દ્રવ્ય અંધકાર અને મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને અશુભ યોગો એ ભાવ અંધકાર છે. આ દુનિયામાં વિવેકહીને આત્માઓ ઘણા છે અને તે આત્માઓ મિથ્યાત્વાદિ ભાવ અંધકારમાં ફસાયેલા છે. એ બધા જીવો જ્ઞાનીની દૃષ્ટિએ કેવળ દયાપાત્ર છે. એ જીવો ભૂલ કરે, આડાઈ કરે, અવળે માર્ગે જાય કે ન કરવાની કાર્યવાહી કરે તો એમાં કાંઈ નવાઈ નથી, કેમ કે એક તો વિવેક છે નહીં અને પાછા મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને અશુભ યોગોમાં ફસાયેલા છે. એવી સ્થિતિમાં રહેલા આત્મા સારું કઈ રીતે કરે ? વિવેક વિનાના અંધ ભયંકર : આત્મામાંથી મિથ્યાત્વાદિ કાઢવા હોય તો તેનામાં પહેલો વિવેક પેદા કરવો પડે. ચક્ષુહીન અંધને દોરવા સહેલા, એ તો જેમ દોરો તેમ દોરાય કેમ કે પોતે સમજે છે કે આપણે આંધળા છીએ, આંખો નથી, માટે દેખતો લઈ જાય તે રીતે જ જવાય, પણ વિવેકચલું વગરના તો પોતાને આંધળા માનતા જ નથી એ એક મોટામાં મોટી પંચાત છે. જે આંધળા પોતાની જાતને દેખતા માને તેનો ઉદ્ધાર થાય શી રીતે ? પોતાની જાતને ડાહ્યો માનનારને સુધારવાનો કોઈ રસ્તો નથી. જાતને જ ડાહ્યો માનનારો કોઈ સાચા ડાહાને સાંભળે નહિ, કદાચ સાંભળે તો એની વાત હૃદયમાં ઊતારે નહિ અને કદાપિ સહેજ હૃદયમાં ઊતરી જાય તો તે મુજબ વર્તન તો કરે જ નહિ, કારણ કે એમ કરવામાં પોતે નાનમ માને છે, પોતાની જાતને લાંછન લાગે એમ સમજે છે. એટલે ચક્ષુહીન અંધ કરતા વિવેક વિનાના અંધ ઘણા ભયંકર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy