________________
19m
- ૧૭ : સમ્યગ્દર્શન સાથે આચારનો સંબંધ - ૧૩૩
-
૨૦૯
ઘર્મક્રિયામાં મૌન ન હોય ?
આજે મૌન એકાદશી છે. મૌન પાપક્રિયામાં હોય, ધર્મક્રિયામાં મૌન ન હોય. જ્ઞાની તો સંસાર દુઃખમય છે એટલું જ કહીને અટકતા નથી પણ પરિણામે દુઃખફલક છે અને પરંપરાએ પણ દુઃખ જ છે. એમ કહે છે. વસ્તુ કાળી છે, એનું ફળ કાળું છે અને એની પરંપરા પણ કાળી છે. સંસાર દુઃખમય છે, એના સેવનથી પરિણામ દુઃખનું છે અને એ દુઃખ કાઢવા પાપ કરવાથી પરંપરા પણ દુઃખની છે.
લક્ષ્મીનો મોહ એ પાપ છે, એનો સહવાસ એ પાપ છે અને એની આસક્તિમાં રહીને મરે તો દુર્ગતિ જ થાય. મમ્મણશેઠને ઘેર એટલી લક્ષ્મી હતી કે જેના સુવર્ણમય બળદનાં રત્નમય બે શીંગડાં બનાવવા માટે શ્રેણિકના ભંડારમાં લક્ષ્મી નહોતી. એ બળદને ભોંયરામાં રાખ્યો હતો. પોતે તેલ ને ચોળા ખાઈને જીવન પૂરું કર્યું અને મરીને સાતમી નરકે ગયો. એની એટલી અઢળક લક્ષ્મીએ પણ એને સ્વર્ગે ન પહોંચાડ્યો, તો તમારી આટલીશી લક્ષ્મી તમને સ્વર્ગે પહોંચાડશે ? રબારીના છોકરાની થોડીશી ખીરે એને શાલિભદ્ર બનાવ્યો. શાસ્ત્ર એના દાનની નોંધ લીધી. એ શાસ્ત્રકારોને કહેવા નહોતો ગયો છતાં એની નોંધ લેવાઈ. તમારે પણ શાસ્ત્રના પાને નામ લખાવવું છે ? માન પણ અહીં મળશે તે દુનિયામાં બીજે નહિ મળે, પણ માન મળવાની આશાએ કરશો તો કોઈ ઊભા રહેવા નહિ દે. બોલો થોડું અને કરો ઘણું :
આર્યદેશ, આર્યજાતિ, આર્યકુળ તેમાંયે શ્રાવકનું કુળ મળ્યું છે તે નિષ્ફળ જાય અને છતી સામગ્રીએ ભીખ માગવી પડે એવું જીવન જીવવું એ મોટી મૂર્ખતા છે. આવી સામગ્રી ફરી ફરી નહિ મળે, આવા ટોણા મારનાર ફરી ફરી નહિ મળે, અને ગુસ્સો ખમીને તથા ગાળો ખાઈને પણ સાચું સંભળાવનાર ફરી ફરી નહિ મળે. આ વાત જચે તો અંગીકાર કરો, ન જચે તો ઉપાય નથી. આવી સામગ્રી મળ્યા છતાં ન સાધો તો વાતોડિયા વહીવંચા કહેવાશો. બોલો થોડું અને કરો ઘણું પણ બોલવું ઘણું અને કરવું કાંઈ નહિ એ સજ્જનનું ચિહ્ન નથી. જૈનશાસન પામ્યાનું એ ફળ નથી. ફળ ભાગ્યાધીન છતાં ધર્મ સાચવવા બધું થાય. શક્તિ, સંયોગ, સામગ્રી તથા સાધન છતાં પ્રયત્ન ન કરીએ તો પ્રયત્ન ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org