Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૩-૧૦-૩૩
શ્રી સિદ્ધચક
જૈન ધનિકોએ ઘણાજ પ્રેમથી અને પૂરતી ઉદારતાથી એ પાઠશાળાઓને સંભાળવી જોઇએ, અને પ્રત્યેક બાળકોને એ પાઠશાળા દ્વારા જૈન ધર્મની કેળવણી મળવી જોઇએ. જો બાળકોને આવી કેળવણી મળ્યા કરશે તો પછી કોઈપણ પ્રકારે જૈન બાળકોને ધર્મભ્રષ્ટ થવાનો પ્રસંગ રહેશે નહી. સઘળા જેનો પોતાની આ ફરજ બજાવે અને સાચા જૈન માતાપિતા બને એ ઇચ્છવા યોગ છે. આર્ય ભવની દુર્લભતા પણ દશ દ્રષ્ટાંતો એ જણાવી છે, એટલે આપણે માનવું પડશે કે મનુષ્ય તરીકે મનુષ્યો સરખા છે, છતાં તેમાં પણ ઉત્તમ કુળ રહેલું છે, પશુઓ કરતાં મનુષ્ય જાત જુદી છે, છતાં તે બંનેને પાંચ ઈન્દ્રિયો રહેલી છે, એટલે પાંચ ઈન્દ્રિયોવાળા મનુષ્ય અને પશુ બેઉ સરખા છે, પણ તેથી મનુષ્ય અને પશુ બને સરખા છે એમ આપણે કહી શકતા નથી, બન્નેમાં આત્મા હોવા છતાં બન્નેને સુધા આદિ વિકારો હોવા છતાં, અને બંને મરણના ભયથી ડરતા હોવા છતાં તે વાત તો ખુલ્લીજ છે કે પશુ કરતા મનુષ્ય ઉત્તમ છે. ટાટું, ઉનું, લીસું, ખરબચડું, તમને અને જાનવરને બંનેને લાગે છે. સ્વાદ પણ બંનેને માલમ પડે છે. સુંદર દેખાવવાળી વસ્તુઓ પશુ અને મનુષ્ય બંનેને ગમે છે, સંગીતનો શબ્દ બંનેને ગમે છે કડવો શબ્દ બંનેને ખરાબ લાગે છે, કામ, ક્રોધાધિ ઈન્દ્રિયોના જે વિષયો છે તે મનુષ્ય અને પશુ બંનેને પ્રિય છે બંનેમાં બુદ્ધિ રહેલી છે અને ઇન્દ્રિયોના વિષયોના વિકાર પણ તે બંનેમાં રહેલા છે. પશુ ઉત્તમ કે મનુષ્ય? શિયાળામાં આપણે જ્યારે તડકો પસંદ કરીએ છીએ ત્યારે જાનવરો
પણ તેને પસંદ કરે છે. ઉનાળામાં આપણે તડકાને હેરાનગતી કરનાર માનીએ છીએ તેમ જાનવરો પણ તેને હેરાનગતિરૂપ માને છે. શરીરની શક્તિ કરતાં વધારે પડતો બોજો આપણે સહન કરી શકતા નથી, તેજ પ્રમાણે પશુઓ પણ વધારે પડતો બોજો સહન કરી શકતા નથી, બેહદ બોજાથી જેવી હાડમારી આપણને ભોગવવી પડે છે તેવીજ પશુઓ પણ ભોગવે છે, એમ સમજશો નહિ કે માત્ર મનુષ્યને સ્વાદ છે અને પશુઓને નથી પશુઓમાં પણ લીલી શાકભાજી ખાવાની છોડીને લીમડાના પાંદડાં ખાવા જાય એવું કોઈ પશુ આપણે જોયું નથી. ઉંટ જેવું પ્રાણી જે બીજી કોઈ પણ વસ્તુને છોડતું નથી તેવું પ્રાણી પણ તમાકુના ખેતરમાં ચરવા જતું નથી, તે ઉપરથી તમને માલમ પડશે કે તેને પણ સ્વાદ પ્રિય છે, પ્રાણીને પણ કડવી ચીજ ભાવતી નથી, આંબાને વાડ કરવી પડે છે, પણ લીંબડાને વાડ કરવી પડતી નથી. જીભનો મોહ જેવો તમને છે, તેવો પશુઓને પણ છે અને જેવી સ્વાદની બાબતમાં પશુની પ્રવૃત્તિ છે તેવી તમારી પણ છે, અમુક વસ્તુ ખાવી અને અમુક નહિ ખાવી એ વિવેક જેવો માણસોમાં છે તેવો પશુઓમાં પણ છે. ગાય, ભેંસ, બળદ ઇત્યાદિ સઘળા પશુઓને મીઠી વસ્તુ પ્રિય છે, કડવી કોઇને પ્રિય નથી, બધા આનંદને ઈચ્છે છે, પણ કોઈને દુઃખ ગમતું નથી, એક રીતે કહીએ તો પશુઓ કરતાં મનુષ્યની સ્થિતિ કોઈ