Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૩-૧૦-૩૩
૧૦
શ્રી સિદ્ધચક ધર્મ-પ્રેમ ટકી શકતો નથી. તેમને તેમના ધર્મના મૂળભૂત સિધ્ધાંતો પર જેટલો પ્યાર છે,તેટલો આપણા બાળકોમાં જણાઈ આવતો નથી. આ બધાનું કારણ તેમનું ધાર્મિક શિક્ષણ છે. જો તમે આવું ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત ન કરો તો તમારા બાળકોને તમે ધર્મમાં દ્રઢ રસ લેતા બનાવી શકો નહી, આને પરિણામે ધર્મની અને ધર્મના અનુષ્ઠાનોની જેટલી લગની તમને છે તેટલી તમારા બાળકોને રહી શકે નહિ. આ સ્થિતિ સુધારવી તમારા હાથમાં છે. તમારું પોતાનું જીવન ધર્મમય હોય, તમારું હૃદય ધર્મના સંસ્કારોથી દ્રઢ બનેલું હોય અને એવી ઉત્તમ દ્રઢતા તમે કેળવી હોય તો પછી તમારું બાળક પણ ધર્મના સંસ્કારોથી ભરેલું હોવું જ જોઈએ. તમારી ફરજ છે કે તમારે તમારા બાળકને કેવળ દુન્યવી મોહમાયામાં ન રાખતાં તેને આત્માનું કલ્યાણ કરનારું શિક્ષણ પણ આપવું જોઈએ. જૈનને ત્યાં જન્મેલો બાળક એવો વિશ્વાસ ધરાવે છે, અને છતાં જ્યારે તમે એ વિશ્વાસને વફાદાર ન રહો તો એનો અર્થ એ છે કે તમે તમારા બાળક પ્રત્યે બેવફા થયા છો અથવા વિશ્વાસઘાતી થયા છો. બાળકની કેળવણી પાછળ આજે ઘણો પરિશ્રમ લેવામાં આવે છે, બાળ કેળવણી માટે ઠેકાણે ઠેકાણે નવી સંસ્થા ઉપસ્થિત થાય છે. મોટી સંખ્યામાં અનેક ઠેકાણે શાળાઓ પાઠશાળાઓ અને વિશ્વવિદ્યાલયો ખુલેલાં છે. પણ એ સંસ્થાઓમાં શિક્ષણ લેનારાઓમાંથી કેટલા રનો પાકયા? દેશ કે ધર્મનું કેટલાએ ભલું કર્યું? સમાજની આત્મિક ઉન્નતિ માટે કેટલાયે પ્રયત્ન કર્યો? આ બધાનો ઉત્તર સંતોષકારક નથી. ત્યારે જો તમારે તમારા બાળકોને ખરેખર ધર્મની વૃત્તિથી ભરપૂર બનાવવા હોય તો તેને માટે શું પ્રયત્ન કરવો એ પ્રશ્ન આપણી સામે ઉભો થાય છે; આનો નિકાલ લાવવો હેલો છે. બાળકોને ધાર્મિક શિક્ષણમાં એ સંસ્કાર નાખવા જોઇએ કે, જીવ અનાદિનો છે, ભવપરંપરા અનાદિની છે અને કર્મસંયોગ પણ અનાદિનો છે. કેળવણીનો દોષ
જે બાળકને ગળથુથીમાં આ સંસ્કાર પડતા હોય તે બાળક મોટો
થયા પછી કદીપણ જૈનત્વને બેદરકાર રહી શકે નહી. ગમે તેવા કઠીન સંયોગોમાં તેને મુકવામાં આવે તો પણ તેઓ પોતાનું વ્યક્તિત્વ જાળવી રાખશે, અને ધર્મ પ્રત્યે બેદરકાર થઈ શકશે નહિ.
હવે એકલો કેળવણીનો દોષ કાઢીને પણ તમે છટકી જઈ શકો નહી, આજની કેળવણી અને આજનું વાતાવરણ કલુષિત બનેલાં છે, એ વાત કબુલ છે. પણ એક પ્રશ્ન એ છે કે એ કેળવણીનો દોષ મુસલમાન, પારસી, ખ્રિસ્તી એ કોઈનેજ નથી લાગતો અને શામાટે આપણને લાગે છે. વર્તમાન કેળવણીને લઇને ખ્રિસ્તીઓએ જોઈએ તેટલી ઐહિક પ્રગતિ કરેલી છે, પણ તેમાંથી કોઈપણ પોતાના ધર્મશાસ્ત્રને બેવફા નિવડ્યા નથી. પોપ કે મહમંદને કોઈએ બદમાસ કે જુલમગાર કહ્યો નથી અને જૈનોમાંજ એવા માણસો નીકળી આવ્યા છે કે જેમણે સાધુ, શાસ્ત્ર અને સર્વજ્ઞની નિંદા કરવા