Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૧
તા.૩-૧૦-૩૩
શ્રી સિદ્ધચક માંડી છે. આનું કારણ શું? હિંદુસ્તાનમાં હવે તો મુસલમાનો પણ કેળવણીમાં આગળ વધતા જાય છે, અને તેમની પણ ઝપાટાબંધ પ્રગતિ થતી જાય છે. છતાં આપણે જોઈએ છીએ કે તેમના શિક્ષિત વિદ્વાનોએ ધર્મનો દ્રોહ કર્યો નથી, પરંતુ તેમણે પોતાના ધર્મને, ધાર્મિક પ્રથાઓને પાળી પોષીને ઉત્તેજી છે. મુસલમાન જનતામાં તેમના શિક્ષિત યુવાનોએ અપૂર્વ બળ અને શક્તિ આપ્યા છે. મુસલમાન બાળકો પહેલા કુરાન ભણે છે, ખ્રિસ્તિઓ પોતાના બાળકોને બાઈબલની સુવાર્તાઓ શીખવે છે, પારસીઓ પણ પોતાના બાળકોને ધર્મ યોગ્ય અવસ્થાની ગાથાઓ ભણાવે છે, હિંદુઓમાં બાળકોને ગાયત્રી શીખવાડાય છે. માત્ર આપણેજ એક એવા છીએ કે આપણા બાળકોને કોઈપણ જાતનું ધાર્મિક શિક્ષણ કે ધાર્મિક જ્ઞાન આપતા નથી. આ બધાનું પરિણામ એ આવ્યું છે કે આત્મિક પ્રગતિ તો દુર રહી પરંતુ દુન્યવી પ્રગતિ પણ આપણે કરી શકયા નથી. રાસંસ્થામાં પ્રતિભા પડે એવી આપણી સ્થિતિ રહી નથી, જો તેવી સ્થિતિ રહી હોત તો શત્રુજ્ય જેવા પ્રકરણમાં આપણને અસહ્ય અન્યાય નહી મળ્યો હોત.
આ બધાનો ઉપાય એકજ છે કે ધાર્મિક કેળવણીની સંસ્થાઓ સ્થાપીને તેની પ્રગતિ કરવી જોઇએ, પિતા ભણાવે નહી અને છોકરું મુર્ખ રહે તો એમાં વાંક છે ? માબાપનો કે બચ્ચાંનો ? જવાબ એકજ છે માતાપિતાનો. આવો દોષ ટાળવા માટે દરેક જેના માતા પિતાએ પોતપોતાના બાળકોને દઢતાપૂર્વક ધાર્મિક શિક્ષણ આપવું જોઈએ ત્યારે ફરી વિચાર કરો કે જૈન બાળકોને જે ગળથુથી આપવાની છે તે કઈ ગળથુથી છે ? તે એજ છે કે આત્મા અનાદિ છે, ભવપરંપરા અનાદિ છે અને કર્મ સંજોગ પણ અનાદિ છે. બાળક સમજણ લાયક થયા પછી તમે આ વસ્તુ તેના દિલમાં બરોબર ઠસાવશો, તો એનું પરિણામ એ આવશે કે તે સમસ્ત જીંદગીમાં કદી પણ ધર્મથી વિમુખ થઈ શકશે નહી. આજે ધર્મ સુધારણાને નામે ધર્મદ્રોહના અનેક કામો થાય છે. પોતાને સુધારક કહેવડાવનારા જૈન શાસનની અનેક પ્રકારે નિંદા કરી રહ્યા છે, અને તેને યોગે જગતના બજારમાં જૈનત્વ હલકું પડતું જાય છે. ધર્મ પ્રત્યેની આજના યુવકોની બેદરકારી માટે તમે કોને જવાબદાર લેખો છો? એ બધાની જવાબદારી એ યુવાનોના માતાપિતા ઉપર છે. જો માતાપિતાએ આગળથી વિચાર કર્યો હોય, પોતાના બાળકોને ધાર્મિક કેળવણી આપી હોય, તો વડોદરાના દીક્ષા પ્રતિબંધક કાયદા જેવા કાયદાને ટેકો આપનારા જૈનોજ ન નીકળે. હજી પણ મોડું થયું નથી, જો તમે ચેત્યા હો, જો આ સ્થિતિ તમોને સાલતી હોય, તો હજુ પણ તમારો ધર્મ છે કે તમારે તમારા બાળકોના આત્મિક હિતની કાળજી રાખવી જોઇએ. - આ બધાનો સાર એ છે કે આપણા સમાજે એવી યોજના કરવી જરૂરી છે કે દરેક ગામવાર અથવા ઘટતે સ્થળે ધાર્મિક પાઠશાળાઓ હોવી જોઈએ, એ પાઠશાળાઓની વ્યવસ્થા જળવાવી જોઈએ.