Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક
તા.૩-૧૦-૩૩
નથી, તમને માલમ હશે કે દરેક બાળકને શરૂઆતમાં ગળથુથીમાં સાકરનું પાણી અપાય છે. પણ મોટા થયા પછી માણસને તેનો ખ્યાલ રહેતો નથી. હવે જો બાળકને ગળથુથીમાં સાકરનું પાણી ના આપતાં તેને શીખંડ ચખાડીયે તો તેની શું દશા થાય? તે પ્રમાણે જૈનત્વની ગળથુથીમાં શું હોવું જોઈએ તે તમારે વિચારવાનું છે. લાડુ પકવાન વગેરે સારી વસ્તુ છે, ખોરાક તરીકે તેનું મહત્વ ઉત્તમ છે, તેની કોઈ ના પાડી શકે નહી. પણ એ વસ્તુ સારી હોવા છતાં, નાના બાળકને જો ચીજ આપી શકાતી નથી, અને જો આપો છો, તો તેથી બાળકના આરોગ્યનું, સત્યાનાશ નીકળી જાય છે. બાળકને આ ખોરાક નથી પચતો, માટે શું એમ માનશો કે એ ખોરાકજ ખરાબ છે? બીલકુલ નહી. ખોરાક ખરાબ નથી પણ જે બચ્ચાંને ખોરાક આપવાનો છે તે બચ્ચાંની અવસ્થાને એ ખોરાક અનુકૂળ નથી માટે નાના બાળકને આવો જડ ખોરાક ન આપતાં તેના બાળપણને યોગ્ય ખોરાક આપવો પડે છે. એ પ્રમાણે બચ્ચાંને ગળથુથીમાં ધર્મ આપવાનો તમે શું ઉદ્યમ કરો છો? એનો તમે વિચાર કરો આ પ્રશ્નનો ઉત્તમ શૂન્ય સિવાય બીજો કોઈ નથી. શ્રી જીનેશ્વરદેવને જે માને છે તે જૈન છે, આ વસ્તુ લાડવાના ખોરાક જેનું ભારી જમણ છે, અને નાના બચ્ચાને આ ધાર્મિક ખોરાક પચી શકે એવો નથી. તમે એમ સમજશો કે તમારું બાળક જૈન સાધુના વ્યાખ્યાનમાં જાય છે એટલે તે સંસ્કારવાળું બનશે પણ સાથે તમારે એ વાતનો પણ ખ્યાલ રાખવાનો છે, કે જે ખોરાક તમે પચાવી શકો છો તે ખોરાક બચ્ચાંને પચી શકે નહી. બચ્ચું લાડવાનો ખોરાક ખાય તો તે મીઠો લાગે છે, પણ એ ખોરાક તેને પચતો નથી તેજ પ્રમાણે વ્યાખ્યાન, સામાયિક, પ્રતિક્રમણ ઇત્યાદિ બચ્ચાંને સારા તો જરૂર લાગે પણ તેથી તેનો આત્મા તૈયાર થવો જોઈએ તે તૈયાર થાય નહી. બચ્ચાંને ગળથુથીજ આપી શકાય. તેજ તેનું હિત કરે અને તેજ તેને પચી પણ શકે. તમે તમારા બચ્ચાંને માટે તેના એક ભવના જીવનને માટે વિચાર કરો છો તેને શું ખાવા આપવું, શું પીવડાવવું કેમ મોટો કરવો ઇત્યાદિ બધું વિચારો છો, પણ તેના અનેક ભવના જીવનને સુધારવાને માટે તમારે હાથે કંઇપણ કાર્ય ઘડતું નથી. ના પિતાની લાયકાત. જ્યાં સુધી સ્ત્રી બચ્ચાંનું લાલન પાલન કેમ કરવું એ વિષય શીખે
નહી, ત્યાં સુધી તે માતા થવાને લાયક નથી તેમ તમે પણ જૈન પિતા બનવાને લાયક કયારે છો એ તમારે વિચારવું જોઈએ તમે તમારા બચ્ચાને જૈન બનાવવાને માટે તૈયાર ન હોય, અને તે શી રીતે બનાવવો તે યોજના તમે શીખ્યા ન હોય તો તમે જૈને પિતા બનવાને લાયક નથી, અને આ ના લાયક એ તમારું કલંક છે, વિદેશી અને વિધર્મી બાળકો જોડે જ્યારે આપણે આપણા બાળકોને સરખાવીએ છીએ, ત્યારે તેમના ધર્મપ્રેમની આગળ આપણા બાળકોનો