Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
ભાવોને પણ પ્રગટ કરી શકાતા નથી, કેવળ કાયકષ્ટરૂપે સાધુજીવન આર્તરૌદ્ર ધ્યાનનું ઘર બની જાય છે. એ કારણે ગૃહસ્થ ધર્મનાં અનુષ્ઠાનોરૂપ દાનાદિધર્મો, યથાશક્ય પાપ કાર્યોની વિરતિ અને દેવ-ગુરુ-સંઘ-સાધર્મી આદિની દ્રવ્ય-ભાવ ભક્તિ, વગેરેના અભ્યાસથી ધર્મરાગ પ્રગટ કરવો જરૂરી છે.
એમ સાધુ જીવનમાં ભૂમિકારૂપે જે જે ગુણોની જરૂર છે, તે પ્રત્યેકને પ્રગટ કરવામાં ગૃહસ્થધર્મ કેટલો ઉપકારક છે ? એનું વિસ્તૃત વિવેચન કરીએ તો એક મોટો ગ્રંથ બની જાય, માટે અહીં ટુંકમાં એટલું જ કહેવું બસ છે કે ગૃહસ્વધર્મ એ હૉજ કે નાના સરોવરમાં તરવાનું શીખવા જેવો છે અને સાધુધર્મ સમુદ્ર તરવા જેવો છે. ગૃહસ્વધર્મ પ્રવાહના બળે તરવા જેવો છે, સાધુધર્મ સામા પૂરે તરવા જેવો છે. એમ સર્વ રીતે ગૃહસ્વધર્મ સહેલો અને સરળ છે, સાધુધર્મ આકરો અને વિષમ છે. અલબત્ત, સાધુધર્મ વિના વીતરાગભાવ કે મુક્તિ થતી નથી. પણ એથી કંઈ સર્વ કોઈ તેને પાળી શકે તેવો તે સહેલો નથી. તેને માટે જન્મ જન્મ સુધી ગૃહસ્થધર્મનું આરાધન કરવા દ્વારા સર્વથા રાગનો નાશ કરવાનું અને તે માટે ગુર્નાદિને સમર્પિત થવાનું-ધર્મરાગનું સામર્થ્ય પ્રગટાવવું પડે છે. માતા-પિતાદિ ગૃહસ્થ ગુરુવર્ગનો વિનય કરતાં કરતાં ગુર્નાદિનો વિનય શીખવાનો છે. પોતાના આશ્રિતોનું-કુટુંબનું રક્ષણપાલન કરીને ગુર્વાદિ સાધવર્ગ અને ચતુર્વિધ સંઘનું રક્ષણ પાલન કરવાનું શીખવાનું છે. પોતાના પુણ્ય પૂરતી મળેલી સામગ્રી પ્રત્યે વૈરાગ્ય કેળવીને ધર્મના પ્રભાવે મળતી શ્રેષ્ઠ પણ જીવનસામગ્રી વિરાગભાવે ભોગવવાની છે. ગૃહસ્થજીવનના વ્યવહારોના શુદ્ધ અખંડપાલન દ્વારા સાધુજીવનના આકારા વ્યવહારોની કસોટીમાંથી પાર ઉતરવાનું છે, દેવ-ગુર્વાદિની બાહ્ય ભક્તિ દ્વારા તેઓની આજ્ઞાનો આદર અને પાલન કરવા માટે સર્વ જડ ઇચ્છાઓને તજવાની છે. એમ સર્વ લૌકિક વ્યવહારો દ્વારા લોકોત્તર વ્યવહારોમાં પસાર થવાનું સામર્થ્ય કેળવવું આવશ્યક છે, તરવાની કળા શીખવા માટે છીછરા અને સ્થિર પાણીવાળાં જળાશયો ઉપયોગી છે, તેમ સમુદ્રને કે મોટી નદીને સામા પૂરે તરવા જેવા સાધુધર્મમાંથી પાર ઉતરવાની કળા શીખવા માટે સામાન્ય સરોવરાદિની ઉપમાવાળો ગૃહસ્વધર્મ ઉપયોગી છે.
એ રીતે દીક્ષા માટેની યોગ્યતા-સામગ્રી ન પામ્યો હોય તે પણ ગૃહસ્વધર્મનું પાલન કરતો સાધુતાની યોગ્યતા પ્રગટાવવાના ધ્યેયથી સાધુધર્મનો આરાધક બનીને ગૃહસ્થધર્મથી પણ પરંપરાએ મુક્તિ સાધી શકે છે અને યોગ્ય સામગ્રીને