________________
૧૧૫
શ્રમણ ધર્મ સ્વીકાર અસંયમનાં અંગોન ત્યાગ કરવાથી થાય, તેમાં અસંયમનું મુખ્ય અંગ અબ્રહ્મ છે, માટે કહે છે કે – ડબ્રહ્મ = બસ્તિકર્મનો અનિયમ તે અબ્રહ્મ અને તેથી વિપરીત ત્રહ્મ = બસ્તિકર્મના નિયમરૂપ બ્રહ્મ સમજવું. સમજપૂર્વક તે અબ્રહ્મનો ત્યાગ કરું છું અને બ્રહ્મ નો સ્વીકાર કરું છું. વળી અસંયમના અંગભૂત બન્યું = જાણી-સમજીને અત્યોનો ત્યાગ કરું છું. અને ત્યં કૃત્યોને સ્વીકારું છું. (એમ સર્વત્ર ત્યાગ અને સ્વીકાર સમજી લેવો.) ૩મજ્ઞાનં = સમ્યગુજ્ઞાનથી વિપરીત એવો અજ્ઞાનનો ત્યાગ અને જ્ઞાન = જિનવચનનો સ્વીકાર કરું છું. આ અજ્ઞાનના પ્રકારોનો ત્યાગ કરવા માટે કહે છે કે ઝિયાં = નાસ્તિકોના મતરૂપ અક્રિયાનો ત્યાગ અને ક્રિયા = આસ્તિકોના સમ્યગુવાદનો સ્વીકાર કરું છું. અજ્ઞાનનું મૂળ મિથ્યાત્વ છે, માટે તેનો ત્યાગ કરવા માટે કહે છે કે મિથ્યાત્વ = અતત્ત્વમાં રુચિનો ત્યાગ અને સર્વ = તત્ત્વપ્રીતિનો સ્વીકાર કરું છું. આ મિથ્યાત્વના અંગભૂત અબોધિ હોવાથી તેને માટે કહે છે કે મવધિ = મિથ્યાત્વના કાર્યરૂપ શ્રીજિનધર્મની અપ્રાપ્તિ તે અબોધિ કહેવાય છે, તેનો ત્યાગ અને વધિ = સમ્યકત્વના કાર્યરૂપ શ્રી જિનધર્મની પ્રાપ્તિરૂપ જે બોધિ, તેનો સ્વીકાર કરું છું. વળી મિથ્યાત્વ એ મોક્ષ માટેનો ઉન્માર્ગ છે, માટે બીજા પણ ઉન્માર્ગનો ત્યાગ કરતાં કહે છે કે - મા! = મિથ્યાત્વ-અવિરતિ-કષાયાદિ મોક્ષ માટેના ઉન્માર્ગનો ત્યાગ અને મ = સમ્યગ્દર્શન, પ્રશમ, સંવેગાંદિ સન્માર્ગનો સ્વીકાર કરું છું.
વળી છદ્મસ્થ જીવ કેટલું યાદ કરે ? માટે સર્વ દોષોની શુદ્ધિ કરવા માટે કહે છે કે - યમ્મર જે કંઈ થોડું પણ મને સ્મૃતિમાં છે તે અને ય ન મરીન = જે છદ્મસ્થપણાને કારણે ઉપયોગના અભાવે મારી સ્મૃતિમાં નથી, તથા ય પ્રતિક્રમણ = ઉપયોગના કારણે જાણવામાં આવવાથી જેનું પ્રતિક્રમણ કર્યું તથા ય ને પ્રતિમામ = સૂક્ષ્મ જાણવામાં ન આવવાથી જેનું પ્રતિક્રમણ ન કર્યું, એમ જે કોઈ અતિચાર જાણવામાં હોય કે ન હોય તસ્ય સર્વસ્ય વૈ
તિવીરસ્ય પ્રતિક્રમણ = તે દિવસ સંબંધી સર્વ અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. એમ પ્રતિક્રમણ કરીને પુન: પણ અકલ્યાણકર પ્રવૃત્તિનો પરિહાર કરવા પોતાની અવસ્થાનો (યોગ્યતાનો) વિચાર કરતો કહે છે કે શ્રમોડર્દ = તપ-સંયમમાં રક્ત હું શ્રમણ (સાધુ) છું, તેમાં પણ “ચરક' વગેરે અન્ય મિથ્યાદર્શનવાળો અસંયત નહિ, પણ સંયત: = સમસ્ત પ્રકારે યતનાવાનું પ્રમાદના પરિવાર માટે પ્રયત્નશીલ) છું. અને હવે પછી = વિરત: નિવૃત્ત થયો છું. અર્થાત્ ભૂતકાળના અતિચારોની નિંદા અને ભવિષ્યમાં સંભવિત અતિચારોનો સંવર(રોધ) કરતો હું તે અતિચારોથી અટક્યો છું. એ