________________
શ્રમણ ધર્મ
૨૦૫
આટલા આકરા તપની પ્રશંસા કરતા નથી” આવો દુર્ભાવરૂપ વિકલ્પ કરનાર પીઠ-મહાપીઠ સૂક્ષ્મ અતિચારથી સ્ત્રીવેદ બાંધી બ્રાહ્મ-સુંદરી તરીકે જન્મ્યાં, તે) સૂક્ષ્મ પણ અતિચાર બ્રાહ્મી-સુંદરી વગેરેની જેમ સ્ત્રી અવતાર વગેરેનું કારણ બને તો “પ્રમત્ત (ગુણસ્થાને વર્તતા) સાધુઓનું ચારિત્ર (સાતિચાર છતાં) મોક્ષનું કારણ બને,' એમ શાસ્ત્રમાં કહ્યું તે કેમ ઘટે ? કારણ કે તે ગુણસ્થાનકે પ્રમાદ હોવાથી ત્યાં અતિચારો ઘણા લાગે ? એનું સમાધાન એ રીતે વિચારવું કે – જો સાધુ દીક્ષિત થવા છતાં સૂક્ષ્મ પણ અતિચાર સેવે તો તેના વિપાક અતિરૌદ્ર (આકરો) જ હોય છે. પરંતુ એ અતિચારના પ્રતિપક્ષી શુદ્ધ અધ્યવસાયો જ પ્રાય: તે અતિચારજન્ય પાપનો ક્ષય કરી શકે છે, આલોચના વગેરે પ્રાયશ્ચિત્ત કરવા માત્રથી તેનો ક્ષય થતો નથી. કારણ કે બ્રાહ્મી વગેરેએ પણ તે આલોચના તો કરી હતી, છતાં અતિચારનો ક્ષય થયો ન હતો. આથી તે તે અતિચારના પ્રતિપક્ષી તુલ્યગુણ (સરખા બળવાળા) અથવા અધિકગુણવાળા શુદ્ધ અધ્યવસાયો જેનામાં પ્રગટે છે, તે પ્રમત્તચારિત્રવંતને પણ ચારિત્રનું પાલન અઘટિત નથી. *
આનાથી પ્રાયશ્ચિત્ત વગેરે કરવા-કરાવવાનો વ્યવહાર નિરર્થક પણ નથી. કારણકે પ્રાયશ્ચિત્ત વગેરે યતનાની (સંયમનો) વ્યવહાર જ્યાં અતિચારની તુલના ન કરી શકે (અર્થાત્ પ્રાયશ્ચિત્ત કરવા છતાં અતિચારો આકારા હોવાથી નિફ્ટ ન થાય), ત્યાં પ્રતિપક્ષી અધ્યવસાયો પૂર્વક તે આલોચનાદિ પ્રાયશ્ચિત્ત કરવું” એમ કહેવાથી પ્રાયશ્ચિત્તની વિશિષ્ટતા જણાવનારું પ્રતિપક્ષી અધ્યવસાયપૂર્વક એ વિશેષણ સફળ છે – ઘટે જ છે.
આ રીતે શાસ્ત્રવાક્યો - પદોનો ગંભીર અર્થ, તર્ક અને સમાધાનરૂપે ચિતવવો. તેથી શ્રદ્ધા શુદ્ધ થાય છે. આ રીતે અર્થપદચિંતન કહ્યું.
હવે શેષ કર્તવ્યો કહે છે કેमूलम् - विहारोऽप्रतिबद्धश्च, सम्यग् गीतार्थनिश्रया ।।
મહામુનિચરિત્રા, શ્રવ થનું મિથ: આશરદા ગાથાર્થ : ગીતાર્થની નિશ્રાપૂર્વક આગમાનુસારે અપ્રતિબદ્ધ વિહાર કરવો અને મહામુનિઓનાં ચરિત્ર સાંભળવા અને પરસ્પર કહેવાં, તે પણ સાપેક્ષ યતિધર્મ છે.
ટીકાનો સંક્ષેપભાવાર્થ : (દ્રવ્ય-ક્ષેત્ર વગેરેના પ્રતિબંધથી થનારા) રાગ-દ્વેષાદિ ત્યજીને માસકલ્પ વગેરના ક્રમથી અન્ય-અન્ય સ્થાને જવારૂપ વિહાર કરવો તે સાપેક્ષ યતિધર્મ છે.