Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 290
________________ શ્રમણ ધર્મ ૨૨૩ ટીકાનો સંક્ષેપભાવાર્થ : પ્રાચીન સામાચારીના ૧૧મા દ્વારમાં કહ્યું છે કે (સૂરિપદ આપતાં પૂર્વે) સાધુમાં સૂરિપદને યોગ્ય ગુણોની પરીક્ષા કરવી, પદવી ઉત્તમ સમયે (શુભલગ્ન) આપવી, બે આસનો કરવાં, ચૈત્યવંદન-ગુરુવંદન કરવું, સત્તાવીશ શ્વાસોશ્વાસનો કાયોત્સર્ગ કરવો, નંદિસૂત્ર કહેવું – સાંભળવું, સાત ખમાસમણનો વિધિ કરવો, સૂરિમંત્ર અને અક્ષનું દાન કરવું, નામ સ્થાપવું, ગુર્વાદિ સર્વસંઘે નૂતન આચાર્યને વંદન કરવું, નૂતન આચાર્યને અને શિષ્યાદિને હિતશિક્ષા આપવી, ગુરુ અને નૂતન આચાર્ય બંનેએ નિરુદ્ધ (તપનું પચ્ચક્ઝાણ) કરવું, નૂતન આચાર્યને ગણ સોંપવો અને આચાર્યપદના લાભો સમજાવવા. | વિશેષવિધિ પ્રાચીન સામાચારીના ૧૧મા દ્વારથી તથા શ્રી યોગાદિ-પ્રવજ્યાવિધિ સંગ્રહ પુસ્તકથી જાણી લેવી. શ્રી વ્યવહારભાષ્યમાં આચાર્યના પાંચ અતિશયો કહ્યા છે – (૧) આહાર અને (૨) પાણી એ બે આચાર્યને વિશિષ્ટ આપવાં, (૩) તેઓનાં મલિન વસ્ત્રો ધોવાં, (૪) તેઓની પ્રશંસા કરવી, (પ) તેઓના હાથપગ ધોવા વગેરે શૌચ કરવો, એમ આચાર્યને પાંચ અતિશયો (કરવા યોગ્ય) છે. અનાચાર્યને તે અનતિશયો છે અર્થાત્ તે કરવા યોગ્ય નથી.). ચોત્રીસ અતિશયોથી યુક્ત શ્રી જિનેશ્વર પરમાત્મા જેમ (કેવલજ્ઞાન પ્રાપ્ત થયા બાદ) ભિક્ષા માટે જતા ફરતા) નથી. તેમ આઠ પ્રકારની ૧૮ગણી (આચાર્ય) પદની સંપત્તિથી યુક્ત આચાર્ય પણ તીર્થકરની જેમ ઋદ્ધિમાનું હોવાથી ભિક્ષા માટે ફરે નહિ. અનુયોગની અનુજ્ઞા થયા પછી નૂતન આચાર્યને વ્યાખ્યાન કરવાનો વિધિ કહે છે૧૮. આચાર્ય જે આઠ વિષયોથી વિશિષ્ટ હોય છે તે આઠ વિષયોને ગણિસંપત્તિ કહેવાય છે. તેમાં (૧) આચાર સંપત્તિ તેના ચાર ભેદો છે. (અ) ચારિત્રમાં નિત્ય સમાધિ રહે તેવો ઉપયોગ (બ) પોતાનાં ઉચ્ચ જાતિ-કુલ વગેરેના આગ્રહનો-ગૌરવનો અભાવ, (ક) અનિયત (અપ્રતિબદ્ધ) વિહાર, (ડ) શરીરના અને મનના વિકારોનો અભાવ, (૨) શ્રુતસંપત્તિ : તેના પણ ચાર ભેદો છે. (અ) બહુશ્રુતપણું (બ) સૂત્રનો (આગમનો) દઢ પરિચય, (ક) સ્વ-પર સિદ્ધાંતરૂપ વિવિધસૂત્રોના જ્ઞાતા, (ડ) ઉદાત્ત, અનુદાત્ત વગેરે તે તે સ્વરોનો-શબ્દાદિનો ઉચ્ચાર કરવામાં કુશલ, (૩) શરીર સંપત્તિ : તેના ચાર ભેદોમાં (અ) શરીરની ઊંચાઈ પહોળાઇ વગેરે તે કાળને ઊચિત હોય, (બ) લજ્જા ન પામે તેવાં સર્વ અંગો શોભાયુક્ત હોય, (ક) પાંચે ઇન્દ્રિયોથી પૂર્ણ શરીર, (ડ) શરીરનું સંઘયણ (બાંધો) સ્થિર મજબૂત હોય. (૪) વચન સંપત્તિ તેના ચાર ભેદોમાં (અ) વચન આદેય હોય, (બ) મધુર હોય, (ક) મધ્યસ્થ હોય અને (ડ)

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322