Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
શ્રમણ ધર્મ
૨૩૭
મરણનું (અનશનનું) સ્વરૂપ કહ્યું . હવે અનશનમાં અવશ્ય વર્જવા યોગ્ય દુષ્ટ ભાવનાઓને વર્ણવે છે કે
मूलम् - कान्दप कैल्बिषिकी चाऽभियोगिक्यासुरी तथा ।
सांमोही चेति पञ्चानां, भावनानां विवर्जनम् ।। १५२ ।।
:
ગાથાર્થ : (૧) કાન્હર્પી, (૨) કૈલ્બિષિકી, (૩) આભિયોગિકી, (૪) આસુરી, (૫) સાંમોહી, એ પાંચ દુષ્ટ ભાવનાઓનો (અનશનમાં) ત્યાગ કરવો.
ટીકાનો સંક્ષેપભાવાર્થ : (૧) કાન્હર્ષી : કંદર્પ (કામ) જેમાં મુખ્ય છે, તેવા નિરંતર મશ્કરી (કુતૂહલ-ક્રીડા) વગેરેમાં આસક્તપણાને લીધે ભાંડ જેવા એક કન્દર્યજાતિના દેવો હોય છે, તેઓની ભાવનાને કાંન્તર્પી કહી છે. તેના પાંચ પ્રકાર છે.
(૧) કન્દર્પ : અટ્ટહાસ્ય કરવું; સ્વભાવથી હસવું, ગુર્વાદિને પણ નિષ્ઠુર કે દુષ્ટ વચનો કહેવાં, કામની વાતો કરવી, તેવો ઉપદેશ દેવો, કામકથાની પ્રશંસા કરવી. ઇત્યાદિ સર્વ કન્દર્પ સમજવો.
=
(૨) કૌત્સુચ્ય = ભાંડના જેવી ચેષ્ટા. તેમાં ભ્રકૂટી, નેત્રો વગેરે શરીરના અવયવોનો વિકાર કરીને પોતેં નહિ હસતાં બીજાઓને હસાવવા તે કાયકૌત્કચ્ય અને હાસ્યજનક વચનો બોલીને બીજાઓને હસાવવા તે ‘વચનકૌત્સુચ્ય' જાણવું. (૩) દ્રુતશીલત્વ અવિચારિત પણે સંભ્રમના આવેશથી જલ્દી જલ્દી બોલવું, જલ્દી ચાલવું, જલ્દી કાર્ય કરવું તથા બેઠાં બેઠાં પણ અહંકારના અતિશયથી ફૂલવું. (૪) હાસ્ય : ભાંડની જેમ વિચિત્ર વેષ કરીને કે વિચિત્ર વચનો બોલીને સ્વ-પરને હાસ્ય ઉપજાવવું. (૫) પરવિસ્મય = બીજાનાં છિદ્રો (દૂષણો) શોધવાં અને ઇન્દ્રજાળ વગેરે કુતૂહલો કરીને બીજાને આશ્ચર્ય કરવું કે પ્રહેલિકા અર્થાત્ ગૂઠ આશયવાળા પ્રશ્નો અથવા 'વાતોથી અને કુહેડક (એટલે ચમત્કારી મંત્ર-તંત્ર) વગેરેથી પોતે વિસ્મય નહિ પામતાં બીજાઓના મનમાં વિસ્મય પ્રગટ કરવો. એમ પાંચ પ્રકારની કાન્હર્પી ભાવના(ચેષ્ટા) વર્જવી.
(૨) કૈલ્બિષિકી : પાપકારી - અસ્પૃશ્ય વગેરે સ્વરૂપવાળા દેવોને કિધ્ધિષ કહ્યા છે. તેઓની ભાવના તે કૈલ્બિષિકી સમજવી. તેની પાંચ ભાવનાઓ છે. (૧) ‘છ કાય જીવોની કે વ્રતો વગેરેની વાતો વારંવાર કહી છે, વારંવાર અપ્રમાદ માટે જ વર્ણન કર્યું છે. મોક્ષ માટે જ્યોતિષ વગેરે નિમિત્ત શાસ્ત્રોની શી જરૂર છે ?' ઇત્યાદિ દુષ્ટ બોલવું તે (દ્વાદશાંગીરૂપ) શ્રુતજ્ઞાનની નિંદા. (૨) ‘કેવલી હોવાં છતાં સર્વને તારતા નથી માટે પક્ષપાતી છે, સર્વને સરખો ઉપદેશ કરતા