Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
૨૪૦
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ હોય તો પ્રવેશ કરી શકે, છેદ કર્યા પછી ન કરી શકે.) એ છેદ કે અંગુલીબંધન કર્યા વિના રાત્રે પાસે બેઠેલો ઉંઘે કે જાગે તો જિનાજ્ઞાનો ભંગ થાય અને વ્યંતરાદિના ઉપદ્રવનો સંભવ રહે. ઉપરાંત મૃતકને સ્નાન કરાવીને, કંકુ (ચંદન) વગેરેથી વિલેપન કરે. પછી નવો અખંડ ચોલપટ્ટક (અધોવસ્ત્રો પહેરાવે. મુખે મુખવસ્ત્રિકા બાંધીને એક વસ્ત્ર (સંથારો) નીચે પાથરીને ઉપર બીજું વસ્ત્ર ઓઢાડીને સંથારાને દોરીથી કટીભાગ સાથે બાંધે.
(૩) ચિંધ: = મુખવસ્ત્રિકા અને ચરવલી (નાનો ઓળો) એ બે સાધુના ચિન્હો મૃતકની પાસે મૂકે. કારણ કે દેવગતિમાં ગએલો એ આત્મા અવધિથી પૂર્વભવનું કદાચ જ્ઞાન કરે, ત્યારે આ લિંગ જોતાં તેને આ સાધુધર્મનું ફળ છે એમ સમજાવાથી સમકિતદૃષ્ટિ બને અને એવા ચિન્ટ ન દેખાય તો કદાચ મિશ્રાદષ્ટિ થાય, માટે મૃતકની પાસે સાધુનું લિંગ અવશ્ય મૂકવું.
નીડર ગીતાર્થ વૃષભ સાધુઓ રાત્રે મૃતક પાસે બેસીને (રક્ષણ) જાગરણ કરે. નવદીક્ષિત કે બાળ વગેરેને મૃતક પાસે બેસાડવા નહિ. મહાપરાક્રમવાળા હોય તેઓએ બેસવું. વળી મૃતકની પાસે માત્રાની કુંડી રાખે અને વૃષભો જાગતા રહે, મૃતક જો કોઈ વ્યંતરાદિના અધિષ્ઠાનથી ઉઠે, બેઠું થાય તો ડાબા હાથમાં માત્ર લઈને ડુ યુ ' અર્થાત્ હે ગુહ્યક (યક્ષ) સમજ ! સમજ ! એમ કહીને તેને મૃતક ઉપર છાંટે. (૪) નક્ષત્ર : મરણ નક્ષત્રને અનુસારે બિંબો (પૂતળાં) કરે. ત્રણ ઉત્તરા, પુનર્વસુ, રોહિણી અને વિશાખા એ છ ચંદ્રનક્ષત્રોમાં સાધુ કાલધર્મ પામે તો તેના મૃતકની સાથે મુખવસ્ત્રિકા અને ચરવલી સહિત બે પૂતળાં (દર્ભનાં) કરીને મૂકવાં. અભિજિત્ શતભિષફ, ભરણી, આદ્ર, આશ્લેષા, સ્વાતિ અને યેષ્ઠા એ સાત નક્ષત્રોમાં એક પૂતળું ન મૂકવું અને શેષ પંદર નક્ષત્રોમાં એક-એક પુતળું કરીને મૂકવું. (કારણ કે આ વિધિ નહિ કરવાથી સામાચારીનો ભંગ થાય અને તેના પરિણામે જેટલાં પુતળાં કરવાનાં ન કરે, તેટલા સાધુઓનું મરણ થાય.) (૫) રક્ષા : મૃતકને ઉપાડીને લઈ જનારા ચાર ખાંધીઆની રક્ષા કરવી. અર્થાતુ છાણાની ભસ્મ (નાં તિલક કરવાં) તથા કુમારીએ કાંતેલા ત્રણ તારવાળા સૂત્રને વામણુજાની નીચેથી આરંભીને જમણા ખભા ઉપર (જનોઈની પેઠે) બાંધીને રક્ષા કરવી. (એમ કરવાથી કોઈ વ્યંતરાદિ ઉપદ્રવ ન કરી શકે.) મૃતકને વસતિ (મકાન)માંથી બહાર કાઢતાં તેના પગ આગળ અને પુસ્તક પાછળ રાખવું. ગ્રામાદિની હદ બહાર ગયા પછી મસ્તક આગળ કરીને પગ પાછળ રાખવા. (૯) દંડધારક-ગીતાર્થ વાચનાચાર્ય જેણે પૂર્વે પાઠવવાની ભૂમિ જોઈ હોઈ તેણે શરાવસંપુટમાં કેસરા સાથે લેવાં. (અન્ય ગ્રંથાનુસાર તૃણ કે ચૂર્ણ પણ સાથે લઈ શકાય.) અન્ય