Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 316
________________ શ્રમણ ધર્મ ૨૪૯ વડીનીતિ - લઘુનીતિ અને જીર્ણવસ્ત્રોને જિનકલ્પી અનાપાત-અસંલોક વગેરે (પૂર્વે જણાવ્યા તે) દસ ગુણોવાળી ભૂમિમાં જ પરઠવે, દોષિતમાં નહિ. (૮) વસતિ : માસકલ્પ કે ચાતુર્માસકલ્પ માટે જ્યાં રહે તે ક્ષેત્રના છ ભાગ કહ્યું અને એક દિવસે જે ભાગમાં ભિક્ષા માટે ફરે ત્યાં પુન: સાતમા દિવસે ફરે. (૯) ક્યાં સુધી રહેશો ? (૧૦-૧૧) વડીનીતિ, લઘુનીતિ અમુક સ્થળે પરઠવવી, અમુક ભૂમિમાં નહિ. (૧૨) અવકાશ (અહીં બેસવું, અહીં નહિ વગેરે), (૧૩) તૃણ, પાટીયું વગેરે વાપરજોં અથવા ન વાપરશો, (૧૪) મકાનની રક્ષા, (૧૫) વસતિને સંસ્કારવી - સાફસુફ કે મરામત કરવી. (૧૬) બલિ તૈયાર થતો હોય તે વસતિમાં ન રહેવું. (૧૭-૧૮) અગ્નિ કે દીપક સળગતો હોય તેવી વસતિમાં ન રહેવું (૧૯) ગૃહસ્થની વસ્તુની રક્ષા કરવી અને (૨૦) કેટલા રહેશો ? એ દ્વારોમાં જો ગૃહસ્થ પૂછે, તેની પરાધીનતા હોય, તો તેવા સ્થાને જિનકલ્પી રહે નહિ, કારણ કે સૂક્ષ્મ પણ અપ્રીતિ થાય ત્યાં જિનકલ્પી મહાત્મા ન રહે. માટે એટલાં ધારો જિનકલ્પીને નિષેધરૂપ સમજવાં. (૨૧-૨૨) ભિક્ષાચરી-વિહાર - આહાર અને વિહાર બંને ત્રીજા પ્રહરમાં જ કરે, કાળનું જ્ઞાન હોવાથી ચોથો પ્રહર શરૂ થતાં જ નિયમા, હોય ત્યાં અટકી જાય. (૨૩-૨૪) લેપાલેપ અને અલેપ : પૂર્વે કહેલી સાત પૈકી બે એષણાના અભિગ્રહપૂર્વક આહાર-પાણી અલેપતું મળે તો જ લે. (૨૫) આચાર્લીઃ વિગઈવાળાં અશનાદિ ન લે અને આયંબિલનાં પણ લેપકતું ન ગ્રહણ કરે. (૨૦) પડિમા - કોઈ સ્વીકારે નહિ, કારણકે જિનકલ્પ સ્વયં અભિગ્રહરૂપ છે. તેનું પાલન કરવાથી જ કૃતકૃત્ય થાય. (૨૭) માસકલ્પ: એક ક્ષેત્રના છ ભાગ કલ્પીને પ્રતિદિન એક એક ભાગમાં ફરે, કોઈ ક્ષેત્રાદિમાં એક દિવસ પણ મમત્વ ન કરે, માટે છેલ્લાં ત્રણ વારો પણ નિષેધ રૂપ સમજવાં. સિંહ, વાઘ, હિંસક પ્રાણી સામે આવે તો પણ માર્ગ છોડીને ઉજ્જડ માર્ગે ચાલી ઇર્યાસમિતિનો ભંગ ન કરે. હવે જિનકલ્પની સ્થિતિ (સ્વરૂપ) જણાવવા માટે કેટલાંક ધારો કહેવાય છે તે ઓગણીસ દ્વારા આ પ્રમાણે છે. (૧) ક્ષેત્ર : જન્મથી અને સદ્ભાવથી (જિનકલ્પ પ્રતિપન્ન) પંદરે કર્મભૂમિઓમાં હોય, સંકરણથી તો કર્મભૂમિ-અકર્મભૂમિમાં પણ હોય. (૨) કાલ : જિનકલ્પીનો જન્મ અવસર્પિણીના ત્રીજા-ચોથા-આરામાં જ હોય, વ્રતધારી (જિનકલ્પ પામેલા) તો ત્રીજાચોથા-પાંચમાં આરામાં પણ હોય. (અર્થાતું પાંચમા આરામાં જન્મેલો જિનકલ્પને સ્વીકારી ન શકે.) (૩) ચારિત્ર : પ્રથમ બે ચારિત્રવાળા હોય. (૪) કલ્પ : સ્થિતકલ્પમાં જ હોય. (૫) લિંગ : જિનકલ્પ સ્વીકાર કરતાં અવશ્ય દ્રવ્ય અને ભાવ બંને લિંગો હોય. સ્વીકાર્યા પછી અવશ્ય ભાવલિંગ હોય, દ્રવ્યલિંગ (રજોહરણાદિ ઉપકરણો) કોઈ હરણ કરી જાય

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322