Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 314
________________ શ્રમણ ધર્મ ૨૪૭ આ ધર્મને સ્વીકારવાની ઇચ્છાવાળાઓ પ્રથમ તો પૂર્વરાત્રે અને પાછલી રાત્રે એમ વિચારવું કે-ગચ્છવાસમાં રહીને દીર્ઘ પર્યાય સુધી ચારિત્રનું પાલન કર્યું, યોગ્ય જીવોને વાચના આપી, અનેક શિષ્યોને આચાર્યાદિપદને લાયક બનાવ્યા, તો હવે પછી મારે શું કરવું યોગ્ય છે ? ઇત્યાદિ વિચારી જ્ઞાન હોય તો પોતાનું આયુષ્ય કેટલું છે તે સ્વયં વિચારે, પોતાની પાસે વિશિષ્ટ જ્ઞાન ન હોય તો અતિશય જ્ઞાનીને પૂછે. આયુષ્ય અલ્પ જાણે તો અનશનનો સ્વીકાર કરે. આયુષ્ય લાંબુ હોય અને જંઘાબળ ક્ષીણ થયેલું હોય તો સ્થિરવાસ સ્વીકારે, અને શરીરશક્તિ સારી હોય તો જિનકલ્પ વગેરે નિરપેક્ષધર્મનો સ્વીકાર કરે. આ નિરપેક્ષયતિધર્મ સ્વીકારવા ઇચ્છતા આચાર્યાદિએ તુલના (સ્વસામર્થ્યની ખાત્રી) કરવી જોઈએ. ઉપરાંત અમુક કાળ માટે આચાર્યાદિએ સ્વ-સ્વ યોગ્ય કાર્ય ગચ્છમાં બીજા યોગ્યને સોંપવું જોઈએ. તે પછી નિરપેક્ષ યતિધર્મ સ્વીકારવાની ઇચ્છાવાળો પોતે નીચેની પાંચ તુલનાઓ વડે આત્માને તોળ, શક્તિને કેળવે-યોગ્યતાને માપે. (૧) તપથી આત્માને એવો યોગ્ય બનાવે કે કોઈ દેવ વગેરે, ઉપસર્ગ કરવા માટે શુદ્ધ આહાર ન મળે તેવો પ્રસંગ ઉભો કરે તો છ મહિના સુધી સુધાને સહન કરી શકે. (૨) સત્વથી ભય અને નિદ્રાનો વિજય કરે, આ સર્વોતુલના પાંચ પ્રકારે થાય છે. પહેલી જ્યારે રાત્રે સર્વસાધુઓ નિદ્રાધીન થાય ત્યારે ઉપાશ્રયમાં જ કાયોત્સર્ગ કરવાથી, બીજી ઉપાશ્રયની બહાર, ત્રીજી ચોકમાં (ચૌટામાં), ચોથી શૂન્યઘરમાં (નિર્જન ખંડિયેરમાં) અને પાંચમી સ્મશાનમાં (અર્થાત્ ઉત્તરોત્તર વૈર્યને કેળવતાં છેલ્લી રાત્રીએ સ્મશાનમાં પણ ભય ન લાગે તેવી નિર્ભયતા કેળવે.) (૩) સૂત્ર ભાવનાથી સૂત્ર પોતાના નામની માફક એવું અતિપરિચિત કરે કે દિવસે કે રાત્રે શરીરછાયા વગેરે સમયને જાણવાનાં અન્ય સાધનોનો અભાવ હોય ત્યારે પણ સૂત્ર પરાવર્તન કરીને તેને અનુસાર એક ઉચ્છવાસ કે પ્રાણ, સ્તોક, લવ, મુહૂર્ત વિગેરે તે તે સમયને સારી રીતે જાણી શકે. (૪) એકત્વભાવનાથી એકાંતમાં રહી શકાય તેવો પ્રયત્ન કરે. તેમાં પ્રથમ ગુર્નાદિનાં દર્શન અને તેઓ સાથે બોલવાનું પણ બંધ કરે; એમ કરતાં બાહ્યવસ્તુનું મમત્વ મૂળમાંથી જ તૂટી જાય ત્યારે શરીર, ઉપધિ વગેરેનું મમત્વ પણ દૂર કરવા આત્માને શરીરાદિથી ભિન્ન સમજતો ઉત્તરોત્તર શરીરનો, ઉપધિનો પણ રાગ તોડી નાખે. (૫) બળ ભાવનાથી શરીર અને મન બંનેનું બળ કેળવે, તેમાં શરીરબળ શેષ મનુષ્યો કરતાં અતિશાયી સમજવું. એવા બળના અભાવે પણ ધૈર્યબળથી (મનથી) આત્માને તેવો દઢ બનાવે કે આકરા પણ પરીષહો અને ઉપસર્ગો તેને બાધા ન કરી શકે. આ પાંચ ભાવનાથી ભાવિત થયેલો (જિનકલ્પી બનેલો) પોતે ગચ્છમાં રહીને

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322