Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 313
________________ ૨૪૬ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ તેમાં દ્રવ્યાદિ અન્ય અભિગ્રહો ન હોય. (૧૪-૧૫) દીક્ષા-મુંડાપન = યથાલંબ્દિક કલ્પવાળો બીજાને દીક્ષા ન આપે અને મુંડે પણ નહિ, દીક્ષાનો ઉપદેશ કરે અને કોઈ દીક્ષા લેવા તૈયાર થાય તો બીજાને સોંપે. (૧૬) પ્રાયશ્ચિત્ત : મનથી પણ અપરાધ થતાં તેઓને ઓછામાં ઓછું “ચતુર્ગુરુ' પ્રાયશ્ચિત્ત હોય. (૧૭) કારણ યથાસંદિકોનો કલ્પ નિરપવાદ ચારિત્રને પાલન કરનારો હોવાથી જ્ઞાનાદિ પુષ્ટ આલંબને પણ તેઓ અપવાદ ન સેવે. (૧૮) પ્રતિકર્મ : આ મહાત્માઓ નેત્રનો મેલ સરખો પણ દૂર ન કરે, તો બીજાની તો શું વાત ! (૧૯) ભિક્ષાટન-વિહાર ભિક્ષાભ્રમણ અને વિહાર ત્રીજા પ્રહરમાં જ કરે, શેષ પ્રહરોમાં પ્રાય: કાયોત્સર્ગ અને અલ્પમાત્ર નિદ્રા હોય. જંઘાબળ ક્ષીણ થવા છતાં અપવાદ ન સેવે, કિંતુ વિહારના અભાવે પણ જ્યાં રહે ત્યાં કલ્પને અનુસાર પોતાની જ્ઞાનાદિની આરાધના કરે. હવે નિરપેક્ષયતિધર્મનું વર્ણન કરતાં પહેલાં તેની યોગ્યતા જણાવે છે. मूलम् - प्रमादपरिहाराय, महासामर्थ्यसंभवे ।। कृतार्थानां निरपेक्ष - यतिधर्मोऽतिसुन्दरः ।।१५४।। ગાથાર્થ : ગચ્છવાસના (સાપેક્ષયતિધર્મના) પૂર્ણ પાલનથી કૃતાર્થ થયેલા અતિસામર્થ્યવાળા સાધુઓને પ્રમાદનો પરિહાર કરવા માટે નિરપેક્ષયતિધર્મ સ્વીકારવો) અતિ સુંદર છે. ટીકાનો સંક્ષેપભાવાર્થ : પ્રથમનાં ત્રણ પૈકી કોઈ એક સંઘયણ હોવાથી કાયનું બળ અને તેના યોગે માનસિક બળવાળા મહાત્માઓને અપ્રમત્તદશાને પ્રાપ્ત કરવા માટે અને વિશેષ નિર્જરા માટે, આચાર્યાદિ જે પદો પ્રાપ્ત થયા હોય તેનું પરિપાલન કરીને, સહાયની અપેક્ષા ન હોવાથી, ગચ્છથી મુક્ત થવારૂપ (નિરપેક્ષ) સાધુધર્મ સ્વીકારવો અતિશ્રેષ્ઠ છે. નિરપેક્ષ સાધુઓ ત્રણ પ્રકારના હોય છે. (૧) જિનકલ્પિક, (૨) શુદ્ધ પારિહારિક (પરિહાર વિશુદ્ધિવાળા) અને (૩) યથાલન્ટિક. જિનેશ્વરોનાં જેવો કલ્પ પાળવો તે જિનકલ્પ. અને તે જ આચરે તે જિનકલ્પિક. પરિહાર (વિશિષ્ટ જાતિના તપને) જે આચરે તે પારિવારિક, કલ્પ પ્રમાણે અમુક કાળ આચારણ જે કરે તે યથાલન્ટિક. (આ ઉપરાંત બાર પ્રતિમાઓનું પાલન કરવું તે પણ નિરપેક્ષ યતિધર્મ છે જ. પણ તે પૂર્વે કહેવાઈ ગયેલ છે.) આ નિરપેક્ષયતિધર્મના અધિકારી આચાર્યાદિ પાંચ જ છે. (સાધ્વીઓને આ ધર્મ સ્વીકારવાનો અધિકાર નથી). આ ધર્મનો સ્વીકાર કરતાં પૂર્વે તુલના (યોગ્યતા માટે પ્રયત્નો કરવાની હોય છે.

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322