Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 317
________________ ર૫૦ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વારે : ભાગ-૨ અથવા જીર્ણ થઈ જાય, વગેરે કારણે ન પણ હોય. (૩) લેશ્યા જ્યારે સ્વીકારે ત્યારે શુદ્ધ ત્રણ લેગ્યામાંની કોઈપણ હોય. પૂર્વપ્રતિપત્રને છ એ વેશ્યા હોય. (૭) ગણના સ્વીકાર કરનારા જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી બસોથી નવસો (શત પૃથકત્વ) હોય અને સ્વીકાર કરેલા (પૂર્વે પ્રતિપ્રશ્ન) જઘન્ય-ઉત્કૃષ્ટ બંને પ્રકારે સહસથકત્વ હોય જ. તીર્થ, પર્યાય, આગમ, વેદ, ધ્યાન, અભિગ્રહ, પ્રવજ્યા આપવી, મુંડન કરવું, નિપ્રતિકર્મતા ભિક્ષા અને પંથ આ અગીયાર ધારો પરિહારવિશુદ્ધિના દ્વારા પ્રમાણે હોવાથી આગળ કહેવાશે. આમ અઢાર થયા. ૧૯મું કારણદ્વાર જિનકલ્પી પુષ્ટ આલંબને પણ અપવાદ ન સેવતા હોવાથી નથી અને ૨૦મું પ્રાયશ્ચિત્તદ્વાર મનના સૂક્ષ્મ પણ અતિચારનું જિનકલ્પીને જઘન્ય પણ ‘ચતુર્ગુરુ’ પ્રાયશ્ચિત્ત હોય છે. હવે શુદ્ધપારિહારિકનું સ્વરૂપ કહેવાય છે. પરિહારવિશુદ્ધિ નામના ચોથા ચારિત્રવાળા સાધુઓ બે પ્રકારના હોય, એક નિર્વિશમાન એટલે વિવક્ષિત અમુક તપને કરતા અને બીજા નિર્વિષ્ટકાયિક એટલે વિનંતિ અમુક તપને પૂર્ણ કરી ચૂકેલા. આ કલ્પવાળા સાધુઓનો સમુદાય નવનો હય છે. તેમાં ચાર તપ કરનારા, ચાર તેઓની વૈયાવચ્ચ કરનારા અને એક વાચનાચાર્ય, તે સઘળાએ બહુશ્રુત હોય. આ કલ્પમાં પ્રવેશ કરનારનો તપ ગ્રીષ્મકાળમાં જઘન્યથી ચતુર્ભક્ત, મધ્યમ ષષ્ઠભક્ત, ઉત્કૃષ્ટ અષ્ટમભક્ત હોય. શીતકાળ અનુક્રમે ષષ્ઠભક્ત અષ્ટમભક્ત અને દસભક્ત હોય. વર્ષાકાળે અનુક્રમે અઠ્ઠમભક્ત, દસભક્ત, દ્વાદસભક્ત હોય. પારણે ત્રણે કાળમાં આયંબિલ કરવાનું કહ્યું છે; ભિક્ષા ગ્રહણ જિનકલ્પની જેમ બે એષણાથી છે. છ મહિના જેણે તપ કર્યું હોય તે પછીના છ મહિના વૈયાવચ્ચ કરે અને વૈયાવચ્ચ કરનાર તપ કરે. વાચનાચાર્ય તો તે જ રહે. પછીના છ મહિનામાં વાચનાચાર્ય તપ કરે. અને બાકીના આઠમાંથી એક વાચનાચાર્ય થાય અને સાત વૈયાવચ્ચ કરે. આમ કુલ અઢાર મહિનાનો તપ છે. આ કલ્પ પૂર્ણ થયા બાદ પુન: તે જ કલ્પને સ્વીકારે, જિનકલ્પ સ્વીકારે અથવા ગચ્છમાં પાછા ભળી જાય. પરિહારવિશુદ્ધ વળી બે પ્રકારના આ રીતે પણ હોય. (૧) ઇત્વરિક - કે જેઓ કલ્પસમાપ્ત થતાં એ જ કલ્પને સ્વીકારે અથવા ગચ્છમાં પાછા જાય. આ ઇતરિક મહાત્માઓને કલ્પના મહિમાથી જ ઉપસર્ગો કે આતંકો હોતા નથી. (૨) વાવ,કથિકકે જેઓ કલ્પ પૂર્ણ થાય પછી જિનકલ્પને જ સ્વીકારે. તેઓને જિનકલ્પીની જેમ ઉપસર્ગો અને આતંકો હોય અથવા ન પણ હોય. આ કલ્પનો સ્વીકાર તીર્થકરની સમીપે અથવા તીર્થકરની પાસે પરિહાર

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322