________________
૨૫૪
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ નથી. સાથે સાથે તેઓની પ્રત્યે “આવો, બેસો” વગેરે દાક્ષિણ્યતા કરતા નથી. નિરપેક્ષયતિ નિચ્ચે એષણા વગેરેના કારણ સિવાય કોઈની સાથે બોલતા નથી. રાત્રે અને દિવસે અપ્રમત્તપણે સાધના કરે. અર્થાત્ નિદ્રા વગેરે પ્રમાદન સેવે. મોટા ભાગે કાયોત્સર્ગ મુદ્રાએ ઉભા રહે, કોઈવાર બેસવું પડે તો ઉત્કટુંક આસને બેસે. આસન ઉપર ન બેસે. કારણ કે તેઓને ઔધિક ઉપકરણ હોય જ નહિ. ધર્મધ્યાનમાં સ્થિત એકાગ્ર હોય, ઉદ્ધતાદિ પાંચ પૈકી બે એષણાથી નિર્વાહ કરનારા હોય,વિશેષ આગળ જોયું છે.
હવે આ ધર્મની પ્રરૂપણાનો ઉપસંહાર કરતાં કહે છે કેमूलम् - संक्षेपानिरपेक्षाणां, यतीनां धर्म ईरितः ।
ત્યુપ્રર્મિદનો, 1નોવિહારતઃ ૫૮ ' ' ગાથાર્થ : કષ્ટકારી પાલન કરવાનું હોવાથી અતિ ઉગ્ર(કઠોર)કર્મને પણ " બાળવામાં સમર્થ એવો નિરપેક્ષ સાધુઓનો ધર્મ અહીં આ રીતે સંક્ષેપથી કંધો. ટીકાનો ભાવાર્થ સ્પષ્ટ છે. ll૧૫૮ હવે સકળ શાસ્ત્રાર્થની (ગ્રંથની) સમાપ્તિ કરતાં કહે છે કેमूलम् - "इत्येष यतिधर्मोऽत्र, द्विविधोऽपि निरूपितः ।
તતઃ શાર્વેન ઘર્મસ્ય સિદ્ધિના નિરૂપામ્ પારn . ગાથાર્થ આ રીતે અહીં બંને પ્રકારનો યતિધર્મ જણાવ્યો, તેથી ધર્મનું નિરૂપણ સંપૂર્ણ સિદ્ધ થયું. ટીકાર્થ સ્પષ્ટ છે.
આ રીતે પરમગુરુ ભટ્ટારક શ્રીવિજયાનંદસૂરિજીના શિષ્યરત્ન પંડિત શ્રી શાંતિવિજયગણિના ચરણસેવી, મહોપાધ્યાય શ્રી માનવિજય ગણિ વિરચિત સ્વોપજ્ઞ ધર્મસંગ્રહ ભાગ-૨, ની ટીકામાં વર્ણવેલ સાધુધર્મનો સંક્ષેપમાં ગુજરાતી અનુવાદ (સારોદ્ધાર) પૂર્ણ થયો. /
શ્રાવણ સુદ-૧૫, ૨૦૫૯ માલેગાંવ, ચંદનબાળા જેન ઉપાશ્રય.