Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
શ્રમણ ધર્મ
૨૫૩
જિનયથાલંદિક નિયમ શરીરના પ્રતિકર્મથી રહિત હોય, સ્થવિરયથાલંદિકો વ્યાધિગ્રસ્ત (યુથાલદિક) સાધુને પરિચરણા (વૈયાવચ્ચ) માટે ગચ્છને સોંપે અને તેને સ્થાને બીજા સાધુને પોતાના ગણમાં સ્વીકારે. સ્થવિર યથાસંદિકો એક એક પાત્રધારી અને વસ્ત્રધારી હોય તથા જિનકલ્પિક યથાસંદિકો તો જિનકલ્પની જેમ ભજનાવાળા સમજવા. એટલે કે પાત્રધારી-વસ્ત્રધારી હોય કે ન પણ હોય.
ગણનાને આશ્રયિને યથાસંદિકોના જઘન્યથી ત્રણ ગણો અને ઉત્કૃષ્ટથી શતપૃથકત્વ ગણો હોય, પુરુષની ગણનાએ જઘન્યથી પંદર અને ઉત્કૃષ્ટથી સહસ્ત્ર પૃથકત્વ હોય. પૂર્વપ્રતિપન્ન જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ ક્રોડપૃથકત્વ જ હોય.
આ રીતે નિરપેક્ષ યતિધર્મ કહેવાયો. હવે તે ધર્મને ભિન્ન-ભિન્ન સૂત્રોમાંથી સંક્ષિપ્ત રૂપમાં સમજાવવા માટે કહે કેमूलम् - स चाल्पोपधिता सूत्रगुरुतोगविहारिता ।
अपवादपरित्यागः, शरीरेऽप्रतिकर्मता ।।१५५।। देशनायामप्रबन्धः, सर्वदा चाप्रमत्तता । ऊर्ध्वस्थानं च बाहुल्याच्छुभध्यानैकतानता ।।१५६।। उघृतावेषणाभिक्षा, क्षेत्रे षड्भागकल्पिते ।
गमनं नियते काले, तुर्ये यामे त्ववस्थितिः ।।१५७।। ગાથાર્થ : તે નિરપેક્ષ યતિધર્મમાં અલ્પ ઉપધિ, પોતાનું જ્ઞાન એ જ ગુરુ, ઉગ્રવિહાર, અપવાદનો ત્યાગ, શરીરની સાર સંભાળનો અભાવ, દેશના સાંભળવા આવેલા ઉપર પણ રાગનો અભાવ; સર્વદા અપ્રમત્તપણું, બહુધા ઉભા રહેવું, શુભધ્યાનમાં એકાગ્રતા, ઉદ્ધતાદિ કોઈ બે એષણાદ્વારા ક્ષેત્રના છ ભાગ કલ્પીને આહાર-પાણી લેવાં, નિયતકાળે વિચરવું અને ચોથા પ્રહરે સ્થિર રહેવું વગેરે, કડક પાલન કરવાનું હોય છે.
ટીકાનો સંક્ષેપભાવાર્થ : વિરકલ્પિક સાધુ કરતાં ઉપધિ અલ્પ હોય. સર્વ પ્રવૃત્તિ કે નિવૃત્તિમાં આગમનો ઉપદેશ જ તેમના માટે ગુરુ હોય છે. અર્થાત્ આગમવિહારી હોય. ગામમાં એક રાત્રિ અને નગરમાં પાંચ રાત્રિ વગેરે ઉગ્રવિહારો કરનારા હોય. જ્યારે પ્રતિમાકલ્પરૂપ નિરપેક્ષયતિધર્મ સ્વીકાર્યો હોય ત્યારે ઋતુબદ્ધ (શેષ) કાળમાં ગામમાં અજાણ્યો (અજ્ઞાત) રહીને એક કે બે રાત્રી રહે. જિનકલ્પિક, યથાલદિક કે પરિહારવિશુદ્ધિક નિરપેક્ષયતિધર્મવાળા તો જ્ઞાત અને અજ્ઞાતપણે પણ એક ગામમાં એક માસ રહે. અપવાદનો આસરો લેતા નથી. તેથી અપવાદથી પણ શરીરની ચિકિત્સા કરાવતા નથી. ધર્મ સાંભળવા આવતા ભાવિકો ઉપર રાગ કરતા