________________
૨૪૮
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોબાર : ભાગ-૨ જ ઉપધિ અને આહાર બંનેની પરિકર્મણા કરે (યોગ્યતા કેળવે.) ઉપધિના પરિકર્મમાં જો પોતાને પાણિપાત્રી (હાથમાં ભોજન-પાણી વિગેરે લેવા છતાં એક બિંદુ પણ નીચે ન પડે કિન્તુ ઉપર શિખા વધતી જાય તેવી) લબ્ધિ હોય તો તેને અનુરૂપ પરિકર્મ કરવા (સંસ્કાર ઘડવા) યથાયોગ્ય ઉદ્યમ કરે. તેવી લબ્ધિ ન હોય તો પાત્રધારી તરીકેના પરિકર્મમાં ઉદ્યમ કરે. આહાર પરિકર્મમાં તો ત્રીજા પ્રહરનો પ્રારંભ થયા પછી વાલ-ચણા આદિ પ્રમાણોપેત, ગૃહસ્થને વધી પડેલું, નિર્લેપ ભોજન (પૂર્વે કહેલી) સપ્ત પિંડેષણાઓ પૈકી છેલ્લી ઉદ્ધત વગેરે પાંચમાંથી ગમે તે બેનો અભિગ્રહ કરીને, તે બેથી આહાર-પાણી ગ્રહણ કરે. તેમાં પણ એક એષણાથી ભોજન અને બીજીથી પાણી ગ્રહણ કરે.
આ પ્રમાણે વિધિપૂર્વક આત્માને સંસ્કારી બનાવીને, સકલસંઘને ભેગો કરીને, સકલ સાધુઓને ખમાવીને અને પોતાના સ્થાને સ્થાપેલા આચાર્યાદિને હિતશિક્ષા આપીને તે કાળે હોય તો તીર્થકરની સમીપે, તેઓના અભાવે શ્રીગણધરની સમીપે, તેઓના અભાવે ચૌદપૂર્વધરની સમીપે, તેઓના અભાવે દશપૂર્વધરની સમીપે અને તે પણ ન હોય તો વડ, અશોક વગેરે ઉત્તમ વૃક્ષની નીચે સ્વયં મોટા આડંબરપૂર્વક જિનકલ્પનો સ્વીકાર કરે. આ જિનકલ્પિકને (૧) આવશ્યિકી, (૨) ઔષધિકી, (૩) મિથ્યકાર, (૪) ગૃહસ્થને પૂછવારૂપ પૃચ્છા અને (૪) (ગૃહસ્થની) ઉપસંપદા, આ પાંચ સામાચારી હોય છે.
હવે જિનકલ્પના આચારને જણાવતાં ૨૭ તારો જણાવે છે. (૧) શ્રત : જઘન્યથી નવ પૂર્વની ત્રીજી વસ્તુ સુધી હોય, કારણ કે ઓછામાં ઓછા તેટલા જ્ઞાનવાળાને ભવિષ્યનું જ્ઞાન થાય (ભવિષ્યના જ્ઞાન વિના જિનકલ્પ સ્વીકારી શકાય નહિ.) ઉત્કૃષ્ટથી અપૂર્ણ દસપૂર્વ હોય, કારણ કે સંપૂર્ણ દસપૂર્વીને દેશનાલબ્ધિ ઉત્પન્ન થતી હોવાથી શાસન પ્રભાવના, ભવ્યજીવોને ઉપકાર વગેરે દ્વારા સ્થવિરકલ્પથી જ ઘણી નિર્જરા કરી શકે, માટે જિનકલ્પ ન સ્વીકારે. (૨) સંઘયણ :- પ્રથમ સંઘયણ હોય. (૩) ઉપસર્ગો : દેવ વગેરેથી ઉપસર્ગો થાય અથવા ન પણ થાય, થાય તો માનસિક પીડા વિના સમાધિથી સહન કરે. (૪) આતંક : આતંક આવે અથવા ન પણ આવે, આવે તો જિનકલ્પીને શરીરની પ્રતિકર્મણાનો (રક્ષાનો) નિષેધ હોવાથી સહન કરે, પણ ચિકિત્સા ન કરે. (૫) વેદના : લોચ વગેરેની સ્વકૃત અને વૃદ્ધાવસ્થા વગેરેની ઉપક્રમરૂપ બંને વેદનાઓ હોય, છતાં શુભભાવથી સહન કરે. (૬) કેટલા? વસતિ વગેરેમાં રહે ત્યાં બીજા હોય તો પણ) બીજાની સહાયની અપેક્ષા રાખવાની નહિ હોવાથી ભાવથી એકલા જ હોય અને એક સ્થાને ઉત્કૃષ્ટથી સાતનો સંભવ હોવાથી દ્રવ્યથી તો અનેક પણ હોય. (૭) ચંડિલ :