Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
હવે ગચ્છવાસી મુનિઓની સ્થિતિ ઓગણીસ દ્વારથી બૃહત્કલ્પાનુસાર કહેવાય છે (૧) ક્ષેત્ર : ગચ્છવાસી (સ્થવિર કલ્પી) મુનિઓ જન્મની અને સદ્ભાવની અપેક્ષાએ પંદરે કર્મભૂમિઓમાં હોય અને સંહરણ કરાએલા તો અકર્મભૂમિઓમાં પણ હોય. (૨) કાળ : જન્મથી અને સદ્ભાવથી બંને પ્રકારે પણ અવસર્પિણીમાં ત્રીજા, ચોથા અને પાંચમા ત્રણે આરામાં હોય, ઉત્સર્પિણીમાં જન્મથી બીજા, ત્રીજા અને ચોથા આરામાં હોય અને સદ્ભાવથી (ચારિત્રધારી) તો ત્રીજા-ચોથા આરામાં જ હોય. અર્થાત્ બીજા આરામાં જન્મે પણ ચારિત્ર તો ત્રીજા-ચોથા આરામાં જ લે. વળી નોઉત્સર્પિણીઅવસર્પિણીમાં જન્મથી અને સાધુતાથી બંને પ્રકારે દુષમ-સુષમા જેવો કાળ હોય તે મહાવિદેહમાં અને સંહરણથી તો સુષમાદિ જેવા કાળવાળાં દેવકુરુ વગેરે ક્ષેત્રમાં પણ હોય. (૩) ચારિત્ર : ચારિત્રને પ્રાપ્ત કરતાં ભિન્ન વ્યક્તિની અપેક્ષાએ બે (સામયિક-છેદોપસ્થાપના) ચારિત્રવાળા હોય અને પૂર્વપ્રતિપત્ર પરિહારવિશુદ્ધિક વગેરે સર્વ ચારિત્રવાળા હોય. (૪) તીર્થ : સ્થવિરકલ્પી સાધુઓ નિયમા શાસન સ્થપાય ત્યારથી શાસન ચાલે ત્યાં સુધી (તીર્થમાં) જ હોય, તીર્થ સ્થપાય પહેલાં કે વિચ્છેદ થયા પછી ન હોય. (૫) પર્યાય : ગૃહસ્થપર્યાય જઘન્યથી આઠ વર્ષ અને ઉત્કૃષ્ટથી પૂર્વક્રોડવર્ષનો પણ હોય. ચારિત્રપર્યાય જઘન્યથી અંતર્મુહૂર્તનો અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વક્રોડ વર્ષ હોય. (કારણ કે ક્રોડ પૂર્વથી અધિક આયુષ્ય હોય તેને ધર્મ પ્રાપ્તિ ન હોય, યુગલિકપણું હોય.) (૬) આગમ : સ્થવિકલ્પીઓ નવું શ્રુત ભણે અથવા ન પણ ભો. (૭) કલ્પ : સ્થવિરકલ્પી સ્થિત અને અસ્થિત બંને કલ્પવાળા હોય છે. કલ્પસૂત્રમાં કહેલા અચેલકપણું વગેરે દશ કલ્પોમાં જેનું નિયતપાલન હોય તે સ્થિતકલ્પ અને મધ્યમ તીર્થંકરોના કાળે જેનું અનિયતપાલન હોય તે અસ્થિતકલ્પ કહેવાય. (૮) વેદ : સ્થવિરકલ્પીઓને ચારિત્રની પ્રાપ્તિ વખતે વેદનો ઉદય હોય જ, પછી તો કોઈ અવેદી પણ હોય. (૯) લેશ્યા : સ્થવિકલ્પીને દીક્ષા લેતી વખતે છેલ્લી ત્રણ પૈકી કોઈ શુદ્ધ લેશ્યા હોય, પછીથી છ પૈકી કોઈપણ હોય. (૧૦) ધ્યાન : ચારિત્રની પ્રાપ્તિ વખતે ધર્મધ્યાન હોય અને પછીથી ચારમાંથી કોઈપણ ધ્યાન હોઈ શકે. (૧૧) લિંગ : દ્રવ્યલિંગ (રજોહરણાદિ) હોય અથવા ન હોય, ભાવલિંગ (ચારિત્રના પરિણામ) તો નિયમા સદૈવ હોય. (૧૨) ગણના : ચારિત્ર ગુણસ્થાનકને પ્રાપ્ત કરતાં સંખ્યામાં ઉત્કૃષ્ટથી બેથી નવ હજાર હોય અને કોઈ કાળે એકપણ ન હોય. ચારિત્ર પામેલા જઘન્ય-ઉત્કૃષ્ટ ઉભય પ્રકારે બે થી નવ હજાર ક્રોડ હોય. (૧૩) અભિગ્રહ
૨૪૪
:
દ્રવ્યાદિ ચારે પ્રકારના અભિગ્રહવાળા હોય. (૧૪-૧૫) દીક્ષા-મુંડાપન : દીક્ષા આપવી, મુંડન કરવું, જ્ઞાન-ક્રિયા શીખવાડવારૂપ બંને શિક્ષાઓ આપવી, ઉપસ્થાપના