Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 309
________________ ૨૪૨ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ મહાપારિષ્ઠાપનિકાનો વિધિ કહ્યો. હવે સાપેક્ષ યતિધર્મનો ઉપસંહાર કરતાં કહે છે કેमूलम् - "सापेक्षो यतिधर्मोऽयं, परार्थकरणादिना । તીર્થપ્રવૃત્તિદેતુત્વા, ત: શિવસોથઃ મારૂ” ગાથાર્થ : શિવસુખને આપનારો આ સાપેક્ષ યતિધર્મ પરોપકાર વગેરે કરવા દ્વારા તીર્થની અવિચ્છિન્ન પ્રવૃત્તિનો હેતુ હોવાથી અહીં તેનું વર્ણન કર્યું. અર્થાત્ સાપેક્ષ યતિધર્મની આરાધનાથી પરંપરાએ મોક્ષ અને સ્વ-પર કલ્યાણાદિ થાય છે, જૈનશાસનનો પ્રવાહ અખંડ રહે છે. ટીકાનો સંક્ષેપભાવાર્થ : આ સાપેક્ષ યતિધર્મ તીર્થની અર્થાત્ શ્રી ચતુર્વિધ સંઘની અથવા પ્રવચન(આગમ)ની પ્રવૃત્તિ (અવિચ્છ પ્રવાહ)નું કારણ છે. તીર્થને ચલાવનાર હોવાથી સાપેક્ષ યતિધર્મ મોક્ષરૂપ ફળને આપનારો છે. હવે પ્રસંગોપાત્ત બૃહત્કલ્પોક્ત સ્થવિરકલ્પવાળા સાધુઓની ૨૭ પ્રકારની સામાચારી કહેલ છે તે કહેવાય છે. ' (૧) શ્રત : ગચ્છવાસીઓને જઘન્યથી અષ્ટપ્રવચનમાતાનું અને ઉત્કૃષ્ટથી ચૌદપૂર્વ સુધીનું હોય. (૨) સંઘયણ: મનના આલંબનરૂપ ધીરજ, તેમાં ગચ્છવાસી બલીન કે બલવાનું અર્થાત્ ધૈર્યવાળા અને ધર્મ વિનાના પણ હોય. ” (૩) ઉપસર્ગ અને (૪) આતંકઃ પૂર્વે જણાવેલા ઉપસર્ગો અને આતંક (અર્થાત્ દુઃસાધ્ય અથવા શીધ્રઘાતક રોગ) એ બંનેને સામાન્યતયા સહન કરે અને જ્ઞાનાદિની રક્ષારૂપ કોઈ વિશેષ લાભાર્થે સહન ન પણ કરે. અર્થાત્ ઔષધાદિકથી પ્રતિકાર પણ કરે. (૫) વેદના : પણ સામાન્યતયા સહન કરે અને વિશેષ કારણે સહન ન પણ કરે. તે વેદના બે પ્રકારની છે. એક સ્વીકારેલી અને બીજી ઉપક્રમથી થયેલી. તેમાં લોચ વગેરેની સ્વીકારેલી અને વૃદ્ધાવસ્થાની વગેરે ઉપક્રમજન્ય કહેવાય. (૬) કેટલા? જઘન્યથી ત્રણ અને ઉત્કૃષ્ટથી બત્રીસ હજાર સાધુઓ એક ગચ્છમાં હોય. (૭) અંડિલ : અનાગાઢ પહેલી અનાપાત - અસંલોક વગેરે નિર્દોષ ભૂમિમાં, આગાઢ કારણે બાકીની આપાતાદિ દૂષણવાળી ભૂમિઓમાં પણ પાઠવે. (૮) વસતિ = ઉપાશ્રયમાં મમત્વ ન રાખે અને એક માત્ર પ્રમાર્જન સિવાય પ્લાસ્ટર વગેરે ક્રિયા વગરની હોય તેમાં રહે. નવદીક્ષિત-અપરિણત વગેરે સાધુઓ તો રાગ થવાના કારણે તેના મમત્વવાળા પણ હોય અને નિર્દોષ ન મળે તેં પરિકર્મવાળી પણ વાપરે. (૯) ક્યાં સુધી ?= વસતિનો માલિક પૂછે કે અહીં ક્યાં સુધી રહેશો?

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322