Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 305
________________ ૨૩૮ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ નથી” વગેરે અવર્ણવાદ કરવો તે કેવલજ્ઞાનીઓની નિંદા. (૩) આચાર્યની સાચીખોટી નિંદા કરવી. (૪) “સાધુઓ નિષ્ફર છે, સહનશીલ નથી, વિહાર કરતા નથી અથવા ગામોગામ રખડે છે, લાચાર ભીખારી છે. વારંવાર રોષ-તોષ કરે છે' ઇત્યાદિ બોલવું તે સાધુની નિંદા. (૫) પોતાના દોષોને છૂપાવવા અને બીજાના વિદ્યમાન ગુણોને પણ છૂપાવવા, ચોરની જેમ સર્વથી શંકાશીલ રહેવું અને સર્વ કાર્યોમાં ગૂઠ હૈયાવાળું રહેવું તે માયાકરણ. (૩) આભિયોગિકી ભાવના : દરેક કાર્યમાં જોડી શકાય તે “અભિયોગા' અર્થાત્ કિંકરતુલ્ય દેવોની જાતિ, તેઓની ભાવના તે આભિયોગિકી ભાવના. તેના પાંચ પ્રકાર છે. (૧) કૌતુક : બાળક વગેરેની રક્ષા માટે (મંત્ર) સ્નાન કરાવવું. (માથે અથવા શરીરે મંત્રોચ્ચારપૂર્વક) હાથ ફેરવવો, થુથુકાર કરવો કે બલિદાનધૂપ વગેરે કરવા. (૨) ભૂતિકર્મ: મકાનની, શરીરની કે પાત્ર વગેરે વસ્તુઓની રક્ષા માટે ભસ્મ કે માટી ચોપડવી - લગાડવી અથવા સૂત્ર (દોરા) વીંટવા (બાંધવા). (૩) પ્રશ્ન : લાભ-હાનિ વગેરે જાણવા માટે બીજાને પ્રશ્ન પૂછવા અથવા સ્વયં અંગુઠો, દર્પણ, ખડ્ઝ, પાણી વગેરે જોવું. (૪) પ્રજ્ઞાપ્રશ્ન : સ્વયં કે વિદ્યાએ (અધિષ્ઠાતા દેવીએ) કહેલું (ગુહ્ય) બીજાને કહેવું. (૫) નિમિત્ત: ત્રણે કાળની વસ્તુને જણાવનાર જ્ઞાનવિશેષ ભણવું જાણવું. (રસગારવ વગેરે ગારવામાં આસક્ત થઈને તે તે પદાર્થો મેળવવા માટે એ પાંચ પ્રકારો સેવનારા સાધુને અભિયોગ (બીજાની ચાકરી) કરાવનારાં (નીચગોત્ર) કર્મબંધનાં કારણો બને છે, તેથી તજવા યોગ્ય છે.) (૪) આસુરી અસુરા એટલે ભવનપતિ દેવોની એક જાતિ, તેઓની ભાવના તે આસુરી. તેના પાંચ પ્રકાર આ પ્રમાણે છે. (૧) સદા વિગ્રહ (કલહ) કરવાનો સ્વભાવ. અર્થાત્ કલહ કર્યા પછી પશ્ચાત્તાપ પણ ન થાય ને ક્ષમાપનાદિ કરવા છતાં પ્રસન્નતા ન થાય એવા વિરોધની (વરની) પરંપરા વધારનારો સ્વભાવ. (૨) સંસક્તતપ: આહારાદિની અભિલાષાથી કરેલો તપ. (૩) નિમિત્તકથન : અષ્ટાંગનિમિત્તોને કહેવાં. (૪) કૃપારહિતતા : સ્થાવર જીવોની વિરાધના કરવા છતાં પશ્ચાત્તાપ ન થાય તેવું નિર્દયપણું. (૫) અનુકંપારહિતપણું : કોઈને દુ:ખી જોવા છતાં દયા ન થાય તેવું કઠોરપણું. આ પાંચ કરનારને આસુરી ભાવનાવાળો કહ્યો છે. (૫) સાંમોહી : સંમોહ પામે (મુંઝાય), તેવા મૂઢદેવોને “સંમોહા” કહેલા છે. તેવા દેવોની ભાવનાને સાંમોહી ભાવના જાણવી. તેના પાંચ પ્રકાર છે. (૧) ઉન્માર્ગદેશના જ્ઞાનાચાર વગેરે પંચાચારરૂપ પોતે સ્વીકારેલા મોક્ષમાર્ગને દોષિત

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322