Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
૨૩૭
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
ઉત્પન્ન થયેલી મહાવેદનાથી ‘હવે આયુષ્યને ઉપક્રમ લાગશે (લાબું જીવી શકાશે નહિ)' એમ જાણી શકે તેવા ગીતાર્થને હોય છે. આ બંને પ્રકારનું પાદપોપંગમન ચૌદપૂર્વીઓની સાથે વિચ્છેદ પામ્યું છે.
(૨) ઇંગિનીમરણ : પરિમિત (મર્યાદિત) ચેષ્ટાવાળાઓને હોય છે અને તે પણ સર્વ આહારનો ત્યાગ કરવાથી થાય છે. ભાવાર્થ એ છે કે - ઇંગિની મરણને સ્વીકારનાર પૂર્વે જણાવેલા ક્રમે ગચ્છનાં કાર્યોથી મુક્ત થઈને, આયુષ્યનો થૉડા વખતમાં અંત જાણીને, તેવા (સમર્થ) સંઘયણના અભાવે પાદપોપગમન અનશન કરવામાં અશક્ત હોવાથી આયુષ્યને અનુસારે થોડા કાળની સંલેખના કરે. ગુરુની સમક્ષ દીક્ષાકાળથી માંડીને આજ સુધીના અતિચારોની આલોચના કરીને નિયમા ચારે પ્રકારના આહારનો ત્યાગ કરે. પછી તેવા (પાદપોપગમનવાળાની જેવા) જ સ્થળમાં એકલો, છાયાથી તાપમાં અને તાપમાંથી છાયામાં જવા-આવવાની છૂટપૂર્વક નિશ્ચિત કરેલા મર્યાદિત પ્રદેશમાં ચેષ્ટા કરવા છતાં સમ્યગ્ ધ્યાનમાં લીન બનીને પ્રાણોને તજે. આ અનશનવાળો બીજાદ્વા૨ા પરિકર્મણા (સેવા) ન કરાવે; પણ સ્વયં કરે.
(૩) ભક્તપરિજ્ઞા : ચારે પ્રકારના અથવા પાણી વિના ત્રણ પ્રકારના આહારનો સર્વથા ત્યાગ કરવાથી ‘ભક્તપરિશા’ નામનું અનશન થાય છે. આ અનશનમાં સ્વયં પરિકર્મ કરે અને બીજાઓ દ્વારા પરિકર્મ (વૈયાવચ્ચ) કરાવે. ભાવાર્થ એ છે કે દીક્ષાકાળથી આરંભીને સેવેલા અતિચારોની આલોચના કરીને, પૂર્વે જેનું જીવન શિથિલ (પ્રમાદી) હોય તે પણ પાછળથી સંવેગ ગુણ પ્રગટ થતાં યથોચિત સંલેખના કરીને, ગચ્છમાં રહીને જ (ગુફાદિ અન્ય સ્થળે નહિ જતાં) કોમળ સંથારાનો આશ્રય લેવાપૂર્વક શરીર અને ઉપધિના મમત્વને છોડીને ત્રિવિધ કે ચતુર્વિધ આહારનો ત્યાગ કરીને સ્વયં શ્રીનમસ્કાર મહામંત્રને ઉચ્ચારે અથવા સમીપવર્તી સાધુ સંભળાવે. એમ ઉર્તન-પરિવર્તન (અવર-નવર પાસું વગેરે બદલવા) પૂર્વક સમાધિથી કાલધર્મને વશ થવું, તેને ભક્તપરિજ્ઞા મરણ સમજવું.
આ અનશનવાળાને અંતકાળે આરાધના કરાવનાર ઉત્કૃષ્ટથી અડતાલીસ નિર્યામકો હોય છે. એટલા ન હોય તો એ-બે આદિ ઓછા કરતાં યાવત્ જઘન્યથી બે નિર્યામકો તો અવશ્ય જોઈએ. એક અનશનીની પાસે રહે અને બીજો આહારાદિ કાર્યે બહાર ફરે. એક નિર્યામકને આશ્રયે અનશન કરનારને સહાયકના અભાવે પોતાને અસમાધિ અને પ્રવચનનો પણ ઉડ્ડાહરૂપ બે મહાદોષો- છે.
આ ત્રણે અનશનનું ફળ મોક્ષ અથવા વૈમાનિકદેવભવની પ્રાપ્તિ છે.
આ વિષયમાં વિશેષ, ‘પ્રવચન સારોદ્વારથી’ જાણી લેવું. આ રીતે અભ્યઘત