Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 302
________________ શ્રમણ ધર્મ ૨૩૫ પ્રતિનિયત પ્રદેશમાં રહીને જ, જે અનશનક્રિયામાં (ફ્ળનમ્ એટલે કે) અમુક મર્યાદિત ચેષ્ટાઓ કરી શકાય તે અનશન ઇંગિની કહ્યું છે. ‘ભક્ત’ એટલે ભોજન અને ‘પરિજ્ઞા' એટલે જ્ઞાનથી જાણીને પચ્ચક્ખાણ દ્વારા ત્યાગ કરવું. જેમાં સમજણપૂર્વક ભોજનનો ત્યાગ કરાય તે ભક્તપરિક્ષા. આ ત્રણેનું સ્વરૂપ જણાવવા માટે કહે છે કે - मूलम् आद्यसंहनिनामेव, तत्रादिममचेष्टने । इङिगनीमरणं चेष्टावतामाहारवर्जनात् ।। १५०।। आहारस्य परित्यागात्, सर्वस्य त्रिविधस्य वा । भवेद्भक्तपरिज्ञाख्यं, द्विधा सपरिकर्मणाम् ।। १५१ ।। ગાથાર્થ : તેમાં પ્રથમ ‘પાદપોપગમન’ અનશન પહેલા સંઘયણવાળા મનુષ્યોને જ સર્વચેષ્ટાઓનો ત્યાગ કરવાથી થાય છે. ઇંગિનીમરણ સર્વ આહારનો ત્યાગ કરવાપૂર્વક અમુક મર્યાદિતચેષ્ટા કરવાની છૂટ-જયણાવાળાને થાય છે. સર્વ (ચારે ય) આહારનો કે પાણી વિના ત્રિવિધ આહારનો ત્યાગ તથા સ્વયં કે બીજાઓ દ્વારા એમ ઉભય પ્રકારની પરિકર્મણા (શરીર સેવા) કરવાવાળાને ભક્તપરિજ્ઞા નામનું અનશન થાય છે. ટીકાનો સંક્ષેપભાવાર્થ : (૧) પાદપોપગમન અનશન : મરણ પૂર્વે પ્રથમ (વજઋષભનારાચ) સંઘયણવાળાઓ સર્વ ચેષ્ટાઓના અભાવસ્વરૂપ અને ચારે આહારના ત્યાગસ્વરૂપ આ પાદપોપગમન અનશન કરે છે. આ અનશન કરનારા દ્રવ્યથી (શ૨ી૨ને) અને ભાવથી (કષાયોને) પાતળા કરીને, ગૃહસ્થને પાછું આપવા યોગ્ય પાટી-પાટીઉ વગેરે વસ્તુઓ પાછી સોંપીને અને ગુરુ વગેરેને તથા ગુરુની પાસે રહેલા શેષ સાધુઓને પણ ક્ષમાપના કરીને અનશનનો સ્વીકાર કરે છે. ‘સર્વ સંયોગો અંતે વિયોગને પામે છે' એમ જીવને સમજાવીને, દેવવંદન કરીને અને ગુરુ વગેરેને વાંદીને, ગુરુ સમીપે ચારે આહારનો ત્યાગ કરે. તે પછી સમતાથી ભાવિત થયેલો પોતે સર્વ (બાહ્ય) ઇચ્છાઓને ત્યજીને, પર્વતની ગુફામાં જઈને ત્રસ-સ્થાવર જીવથી રહિત ભૂમિમાં શરીરને દંડની જેમ લાંબુ (દંડાયત) વગેરે આસન (આકા૨) વાળું કરીને, ઉન્મેષ-નિમેષ ત્યજીને જીવતાં સુધી વૃક્ષની જેમ સર્વ ચેષ્ટાઓને ત્યજીને (સમભાવમાં) રહે, તેને પાદપોપગમન અનશન કહ્યું છે. તેના બે પ્રકારો છે તેમાં (ઉપર કહ્યું તે) એક નિર્વ્યાઘાત અને બીજું વ્યાઘાત (આયુષ્યના ઉપક્રમ) સહિત. નિર્વ્યાઘાત અહીં ઉ૫૨ કહ્યું તે અને વ્યાઘાતાવાળું પાદપોપગમન તો આયુષ્ય દીર્ઘ છતાં કોઈ તથાવિધ આકરા વ્યાધિની પીડાથી અથવા સિંહ વગેરેના આક્રમણથી

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322