Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 306
________________ ૨૩૯ શ્રમણ ધર્મ જણાવી, વિપરીત અસત્યમાર્ગને સત્યમાર્ગ તરીકે પ્રરૂપવો તેને ઉન્માર્ગદેશના કહેવાય છે. તેને કરનારો. (૨) માર્ગદૂષક = મોક્ષમાર્ગને પામેલા સાધુ-સાધ્વી વગેરેને દૂષણ દેનારો. (૩) માર્ગવિપ્રતિપત્તિક : ખોટાં દૂષણોથી મોક્ષમાર્ગને દૂષિત કરીને જમાલીની જેમ દેશથી (અમુક અંશે) ઉન્માર્ગને સ્વીકારનારો. (૪) મોહમૂઢ : અન્યધર્મીઓની સમૃદ્ધિ જોઈને સૂક્ષ્મભાવોમાં (ગહન અર્થમાં) મોહ કરનારો. (૫) મોહજનક : સ્વભાવથી અથવા કપટથી બીજાઓને ઉલટા માર્ગે ચઢાવનારો. આ (૫૪૫= ૨૫) ભાવનાઓ અશુભ ફળને આપનારી છે. આ ભાવનાઓ ચારિત્રવંતને સર્વદા વર્જવા યોગ્ય છે જ. તથાપિ ચારિત્રની વિશુદ્ધિ માટે કરાતા અનશનમાં તો વિશેષતયા વર્જવી જ જોઈએ, એમ જણાવવા અહીં અનશનનાં અધિકા૨માં તેનું વર્ણન કર્યું છે. આ અનશનનો સ્વીકાર કરતાં પૂર્વે કરવાની વિધિ પ્રાચીન સામાચારીથી જાણી લેવી. અહીં માત્ર સ્વરૂપ બતાવ્યું છે. કારણ કે વર્તમાનમાં આ અનશનનો વિધિપૂર્વક સ્વીકાર કરાવાતો નથી. શ્રાવક પણ ભક્તપરિજ્ઞા અનશન સ્વીકારી શકે છે. શ્રાવકનો વિધિ પણ એ પ્રમાણે જાણવો. એ અનશન કરતાં પહેલા યથાશક્તિ સાત ક્ષેત્રમાં ધન વ્યય કરે; અને સામગ્રી હોય તો તે પછી સંસ્તારકદીક્ષાને પણ સ્વીકારે. ભક્તપરિજ્ઞાથી મરણ પામેલા સાધુનું મૃતક અન્ય સાધુઓએ વિધિપૂર્વક પરઠવવું જોઈએ. તેથી હવે પ્રાચીન સામાચારી દ્વાર - ૨૦ અનુસાર મહાપારિષ્ઠાપનિકાનો વિધિ કહે છે - તેના ૧૧ દ્વારો છે " दिसि वत्थ चिंध नक्खत्त रक्ख चुन्ने य कप्प उस्सग्गो વિરૂ ગુરુપાક્ષુસ્લો(), બહુસાસા અસાઓ ।। ભાવાનુવાદ : (૧) દિશા : નવકલ્પી વિહારના ક્રમે ચાતુર્માસ રહેવા માટે યોગ્ય ક્ષેત્રમાં પ્રવેશ કરતા સાધુઓ ઉત્સર્ગથી નૈઋત્ય દિશામાં (નજીક, મધ્ય અને દૂર) ત્રણ મોટાં સ્થંડિલોને પ્રમા% (કોઈ સાધુ મરે તો, તેના મૃતકને પઠવવા માટે નિરવઘ ભૂમિઓને જોઈ રાખે.) (૨) વત્થ : કોઈ સાધુ મરણ પામે ત્યારે તેના મૃતકને ઉપયોગી બને તેવા કોરાં ત્રણ વસ્ત્રોનો સંગ્રહ કરે. દિવસે કે રાત્રે મરણ પામેલા સાધુના મૃતકના હાથ-પગના અંગુઠા આંગળીઓ સાથે બાંધવા અથવા આંગળીઓમાં (રેખાઓમાં) કંઈક માત્ર છેદ કરવો. (કારણ કે મૃતસાધુનાં શ૨ી૨માં કોઈ વ્યંતરાદિ પ્રત્યેનીક દેવ અધિષ્ઠાન કરીને નાચવું, કુદવું, દોડવું વગેરે ઉપદ્રવો ન કરે, અખંડ શરીર

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322