________________
ર૩૪
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ * વળી જેનું કર્તવ્ય (શેષ આરાધન) આ જન્મમાં પૂર્ણ થયું હોય અને માત્ર શુભ (સમાધિ) મરણનું કાર્ય બાકી હોય તે જ આ સંલેખનાનો સ્વીકાર કરે. કારણ કે તેની આ સંલેખના પણ (શુભભાવની વર્ધક હોવાથી) શુદ્ધક્રિયા સ્વરૂપ બનીને (ભાવિ અનેક) જન્મ-મરણોના પ્રતિકારભૂત બને છે. જેમકે ગંડચ્છેદ (ઓપરેશન) વગેરેની ક્રિયા મરણ માટે નહિ પણ મરણથી બચવા હિતકર છે, તેમ આ સંલેખના પણ આત્મવિરાધના માટે નથી, કિંતુ અનેક મરણોમાંથી. બચાવનારી હિતકર છે.
હવે સંલેખનાના અતિચારો જણાવે છે. मूलम् - ऐहिकामुष्मिकाशंसा-ऽऽशंसा जीवितकालयोः ।
निदानं चेत्यतिचारा, मता संलेखनाव्रते ।।१४८।। ગાથાર્થ આલોક સંબંધી અને પરલોક સંબંધી વાંછા, જીવવાની અને મરવાની વાંછા અને નિયાણું, સંલેખના વ્રતમાં એ (પાંચ) અતિચારો કહ્યા છે.
ટીકાનો સંક્ષેપભાવાર્થ આ સંલેખન-વ્રતથી આ જન્મમાં પૂજા, કીર્તિ વગેરે મળે તે ઐહિક આશંસારૂપ પ્રથમ અતિચાર. દેવલોક સંબંધી સુખોની વાંછા તે પારલૌકિક આશંસારૂપ બીજો અતિચાર. આ સંલેખનાવ્રતથી પૂજા-સત્કાર મળે ત્યારે, વધુ લાંબો સમય જીવું તેવી આશંસારૂપ ત્રીજો અતિચાર. કષ્ટ સહન ન થાય અથવા આદર-સત્કાર ન મળે તો જલ્દી મરવાની ઇચ્છા થાય તે ચોથો અતિચાર. આ તપથી અન્ય જન્મમાં ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ અથવા મોટો માંડલિક રાજા થાઉં, સૌભાગ્યવાળો, રૂપવાનું અથવા સ્વામી થાઉં ઇત્યાદિ પ્રાર્થના (અભિલાષા) કરવી તે પાંચમો અતિચાર. હવે તે પછીનું કર્તવ્ય કહે છે કેमूलम् - मरणस्माभ्युद्यतस्य, प्रपत्तिविधिना ततः ।।
तदप्युक्तं पादपोपगमनादि त्रिभेदकम् ।।१४९।। ગાથાર્થ તે પછી વિધિપૂર્વક અભ્યત મરણનો સ્વીકાર કરવો, તે મરણ પણ ‘પાદપોપગમન” વગેરે ત્રણ પ્રકારનું કહેવું છે.
ટીકાનો સંક્ષેપભાવાર્થ સંલેખના કર્યા પછી અભ્યઘત મરણનો (પંડિત મરણનો) સ્વીકાર કરવો તે પણ સાપેક્ષ યતિધર્મ છે. તે પંડિતમરણ ત્રણ પ્રકારનું છે. (૧) પાદપોગમન, (૨) ઇંગિની, (૩) ભક્તપરિજ્ઞા. આમ ત્રણ પ્રકારના અનશનથી ઓળખાતું પંડિતમરણ પણ ત્રણ પ્રકારનું છે. પાદપ' એટલે વૃક્ષ – ‘ઉપ' એટલે ઉપમા (સાદૃશ્ય) માટે વૃક્ષની જેમ નિશ્ચલ રહીને જે અનશન કરવું તે પાદપોપગમન.