Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan

Previous | Next

Page 299
________________ ૨૩૨ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ મૂમ્ - વિધિના પુર્વનુજ્ઞાત - ગળ્યાવિપવપાનમ્ । तावद्यावच्च चरम-कालो न स्यादुपस्थितः । ।१४६ ।। ગાથાર્થ : વિધિપૂર્વક ગુરુએ આપેલા તે તે ગણિપદ વગેરે પદોનું પાલન ત્યાં સુધી કરવું કે જ્યાં સુધી અંતકાળ નજીક ન આવે. ટીકાનો સંક્ષેપભાવાર્થ : ગુરુએ (અનુજ્ઞાચાર્યે) આપેલા આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણાવચ્છેદક અને પ્રવર્તિની વગેરે જે જે પદો (અધિકારો) હોય, તેનું સુંદર પાલન યાવજ્જીવ અર્થાત્ અંત સમય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કરવું. એમ કરતાં અંતે શું કરવું ? તે કહે છે કે મૂળમ્ - ૩પસ્થિતેઽથ તસ્મિન્તુ, સમ્યક્ સંòવનાકૃતિઃ । . सा चोत्कृष्टादिभेदेन, त्रिविधा गदिता जिनैः । ।१४७।। ગાથાર્થ : પછી તે અંતકાળ પ્રાપ્ત થતાં સુંદર સંલેખના ક૨વી. આ સંલેખના શ્રીજિનેશ્વરોએ ઉત્કૃષ્ટ વગેરે ભેદોથી ત્રણ પ્રકારે કહી છે. ટીકાનો સંક્ષેપભાવાર્થ : જેનાથી દેહ-કષાયો વગેરેંનું સંલેખન થાય અર્થાત્ શરીર-કષાય વગેરે જેનાથી ઘસાય ક્ષીણ થાય તેવી તપ:ક્રિયાને અંતિમ સમયે કરવી તે સાપેક્ષ યતિધર્મ છે. જો કે સઘળી તપની ક્રિયા કષાયો વગેરેને નિર્બળ કરનારી છે જ, તો પણ અહીં છેલ્લા સમયોમાં દેહનો ત્યાગ કરવા માટે કરાતી તપ:ક્રિયાને અન્યની અપેક્ષાએ વિશિષ્ટ સમજવી,' કારણ કે ગણિપદ વગેરેનું પાલન કર્યા પછી (ગચ્છના રક્ષણ-પાલનની જવાબદારી પૂર્ણ થતાં) સાધુઓને અભ્યાત વિહાર (જિનકલ્પ વગેરેનો સ્વીકાર) કરવો અથવા અભ્યુદ્ઘત મરણ (અનશન) સ્વીકારવું તે જ ઉચિત છે. તેમાં અભ્યાત વિહારનું સ્વરૂપ સાપેક્ષ યતિધર્મની પછી નિરપેક્ષયતિધર્મ તરીકે સ્વતંત્ર કહીશું. અભ્યઘતમરણ પ્રાય: સંલેખનાપૂર્વક હોવાથી પહેલા સંલેખના કહીશું. સંલેખના ગૃહસ્થ પણ કરી શકે છે. છતાં સાધુ-શ્રાવક બંનેને સમાન હોવાથી ગૃહસ્થધર્મમાં નહિ વર્ણવતાં સાધુધર્મના પ્રસંગે તેનું વર્ણન કર્યું છે. હવે તેના ભેદો કહે છે. (૧) ઉત્કૃષ્ટ સંલેખના : બાર વર્ષની આ પ્રમાણે છે - પહેલાં ચાર વર્ષો સુધી ચતુર્થભક્ત, ષષ્ઠભક્ત અને અષ્ટમભક્ત વગેરે વિચિત્ર (ભિન્ન-ભિન્ન) તપને કરે અને પારણું સર્વ કામગુણવાળા (પાંચે ઇન્દ્રિયોને પોષક) અને ઉદ્ગમાદિ દોષોથી રહિત-વિશુદ્ધ આહારથી કરે. તે પછી બીજા ચાર વર્ષો સુધી તે જ રીતે વિચિત્ર (જુદો જુદો) તપ કરે. પરંતુ પારણું (વિગઈઓથી રહિત) નિવિના આહારથી કરે. તે પછીનાં બે વર્ષો સુધી એક દિવસ ઉપવાસ અને એક દિવસ આયંબીલ કરે. એમ

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322