Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
૨૨૮
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
(લબ્ધિ) શક્તિથી આહાર-વસ્ત્રાદિને મેળવવા માટે યોગ્ય કહ્યો છે. અર્થાત્ પૂર્વે તેને જે વસ્ત્રાદિની પ્રાપ્તિ થતી હતી તેની પરીક્ષા ગુરુ કરે તે પછી શુદ્ધ ગણાતી હતી. હવે (ઉપરોક્ત યોગ્યતાને કારણે) સ્વયં પરીક્ષા કરવાને લાયક થયો એમ સમજવું.
હવે તેના વિહારનો વિધિ કહે છે કેમૂત્રમ્ - ષોડરિ ગુરુ સાદ્ધ, વિદરે પૃથરો: .
तद्दत्तार्हपरिवारोऽन्यथा वा पूर्णकल्पभाग् ।।१४०।। ગાથાર્થ : એ સ્વ-લબ્ધિમાનું પણ સાધુ ગુરુની સાથે અથવા ગુરુએ આપેલા યોગ્ય (શિષ્ય) પરિવારની સાથે કે બીજી રીતે પૂર્ણ (સમાપ્ત) કલ્પવાળો ગુરુથી જુદો પણ વિચરે.
ટીકાનો સંક્ષેપભાવાર્થ : ગુરુની લબ્ધિને પરાધીન તો ગુરુની સાથે વિચરે, પણ (ઉપર જણાવ્યા પ્રમાણેનો) સ્વલબ્ધિવંત પણ ઉત્સર્ગથી ગુરુની એટલે સ્વલબ્ધિથી આહાર-વસ્ત્રાદિ લાવવા માટેની અનુજ્ઞા આપનારાં આચાર્યની સાથે વિચરે (= ગ્રામાનુગ્રામ વિહાર કરે.) અપવાદથી સ્વલબ્ધિક અનુજ્ઞા આપનાર ગુરુથી જુદો પણ વિચરે. જુદો વિચરવાનો વિધિ એ છે કે જેને ગુરુએ યોગ્ય પરિવાર સાથે આપ્યો હોય તે જુદો વિચરે. અપવાદથી ગુરુએ યોગ્ય પરિવાર સાથે આપેલો ન હોય, ત્યારે પોતાનો પૂર્ણકલ્પ (સમાપ્તકલ્પ) થાય તો જુદો વિચરે. વળી તેમાં પણ શ્રુતજ્ઞાનરૂપી સંપત્તિને પામેલો (જાત) યોગ્યપરિવારવાળો કે યોગ્યપરિવાર વગરનો તથા શ્રુતજ્ઞાનની સંપત્તિ નહિ પામેલો (અજાત) યોગ્ય પરિવારવાળો કે તેનાથી રહિત એમ જાત અને અજાતના બે-બે ભેદો પડે છે. શેષકાળમાં પાંચ સાધુઓ સાથે વિચરે તે સમાપ્તકલ્પ તેથી ન્યૂન તે અસમાપ્તકલ્પ. વર્ષાકાળે તો સાત સાધુઓ સાથે રહે તે સમાપ્તકલ્પ, અને તેથી ન્યૂન હોય તે અસમાપ્તકલ્પ. ઉત્સર્ગથી અસમાપ્તકલ્પ અને અજાત કલ્પવાળા સાધુઓને તેઓ જ્યાં રહ્યા હોય તે ક્ષેત્રમાંથી પ્રાપ્ત થયેલા શિષ્ય-આહાર-વસ્ત્ર-પાત્ર વિગેરેમાં તેઓનો અધિકાર (આભાવ્ય) હોતો નથી. વિશેષ પંચવસ્તુગ્રંથથી જાણી લેવું.
સાધ્વી પણ શેષસાધ્વીઓથી ગુણોમાં જે અધિક હોય, દીક્ષા પર્યાય અને વય (ઉંમર)થી પરિણત (પ્રોઢ) હોય, તેને સ્વલબ્ધિ માટે યોગ્ય કહી છે. પ્રશ્ન: સાધ્વીને સ્વલબ્ધિ (સ્વયં વસ્ત્ર વગેરે લેવાનું) ન હોય, કારણ કે તેઓને પ્રાય: શિષ્યા, ભિક્ષા કે વસ્ત્રાદિ સર્વ ગુરુએ પરીક્ષા કરેલું લેવાનું હોય છે. સ્વત: લેવામાં તેઓને