Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
શ્રમણ ધર્મ
૨૨૭
તેટલા) શ્રતના વિભાગોને અર્થાત્ ઉત્સર્ગ-અપવાદ, વ્યવહાર-નિશ્ચય, દ્રવ્ય-ક્ષેત્રકાલ-ભાવ વગેરે અપેક્ષાઓને સમજનારી સાધ્વી પ્રવર્તિની થવા યોગ્ય છે. શેષ સુગમ છે. ચિરદીક્ષિત અને પ્રૌઢ-પરિણત ઉંમરવાળી સાધ્વી યોગ્ય છે. આ પદની અનુજ્ઞાનો વિધિ પણ સામાચારીમાંથી જાણવો. /૧૩૭ll
હવે ઉપરોક્ત ગુણોથી રહિત હોય તેને ગચ્છ સોંપવાથી થતા દોષોને કહે છેमूलम् - एतद्गुणवियोगे तु गणीन्द्रं वा प्रवर्तिनीम् ।
___ स्थापयेत्स महापाप, इत्युक्तं पूर्वसूरिभिः ।।१३८ ।। ગાથાર્થ એવા (ઉપરોક્ત) ગુણોના અભાવવાળા અયોગ્ય સાધુને જે ગચ્છાચાર્યપદે અથવા સાધ્વીને પ્રવર્તિનીપદે સ્થાપે તે મહાપાપી છે, એમ પૂર્વાચાર્યોએ કહ્યું છે.
ટીકાનો સંક્ષેપભાવાર્થ સ્પષ્ટ છે. પંચવસ્તુમાં કહ્યું છે કે – એ ગુણો ન હોય તેને જે ગણિપદ અથવા પ્રવર્તિનીપદ આપે અને અયોગ્ય છતાં યશની ઇચ્છાથી જે તેને સ્વીકારે, તે બંને આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધનાદિ દોષોના ભાગી બને છે.
મહાનીશિથ સૂત્રમાં (અધ્યયન-પ, સૂત્ર-૧૫માં) ગચ્છની અનુજ્ઞા આપવા યોગ્યના ઘણા ગુણો કહ્યા છે. છતાં કાળને ઉચિત મહાવ્રતના પાલનમાં દઢતા, શુદ્ધ ગીતાર્થપણું અને સારણા વગેરે કરવાપણું” વગેરે ગુણો તો જઘન્યથી પણ જોઈએ. આચાર્ય પદની યોગ્યતામાં વાવડી વગેરે ૧૩ ઉદાહરણો વ્યવહારભાષ્યના ઉદ્દેશા-૩માં આપેલા છે. (જિજ્ઞાસુએ ધર્મસંગ્રહ ભાગ-૨ની ટીકાથી અથવા વિસ્તારથી વ્યવહારભાષ્યમાંથી જોઈ લેવા.) હવે સ્વલિબ્ધિક સાધુની યોગ્યતાનું વર્ણન કરે છે.. मूलम् - दीक्षावयःपरिणतो, धृतिमाननुवर्तकः ।
વધિયોથઃ પીઠાદિ - જ્ઞાતા ઉષાવિદ્ ારા ગાથાર્થ : દીક્ષા અને વયથી પૂર્ણ, વૈર્યવાનું, સર્વને અનુવર્તન કરાવનાર, બૃહત્કલ્પસૂત્રની પીઠિકાની નિયુક્તિ વગેરેનો અને પિંડેષણાદિનો જાણ, એવા સાધુને સ્વલબ્ધિક કહ્યો છે.
ટીકાનો સંક્ષેપભાવાર્થ દીક્ષા અને વયથી પરિણત એટલે ચિરદીક્ષિત અને પ્રૌઢ ઉમરવાળો, સંયમમાં સારી રીતે સ્થિર, સર્વના (શિષ્યાદિના) ચિત્તને અનુસરનારો (અનુકૂલ વર્તન કરનારો-કરાવનારો), બૃહત્કલ્પસૂત્રની પીઠિકા વગેરેના અર્થનો જાણ તથા આહારાદિની શુદ્ધિ-અશુદ્ધિ વગેરેને સમજનારો, એવા સાધુને પોતાની