Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
૨૨૩
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ मूलम् - सूत्रार्थज्ञः प्रियदृढधर्मा सर्वानुवर्तकः । ।
सजातिकुलसंपन्नो, गम्भीरो लब्धिमांस्तथा ।।१३५ ।। संग्रहोपग्रहपरः, श्रुतरागी कृतक्रियः ।।
एवंविधो गणस्वामी, भणितो जिनसत्तमैः ।।१३६ ।। ગાથાર્થ : સૂત્ર-અર્થનો જ્ઞાતા, ધર્મમાં પ્રીતિવાળો અને દઢ, સર્વને અનુકરણ કરાવનારો, ઉત્તમ જાતિ-કુલવાળો, ગંભીર, લબ્ધિવંત, શિષ્યાદિનો સંગ્રહ કરનારો તથા તેઓને આશ્રય અને આલંબન આપનારો, શ્રુતનો રાગી અને પ્રતિલેખનાદિ સર્વ ક્રિયા-અનુષ્ઠાનનો અભ્યાસી હોય તેને શ્રી જિનેશ્વરદેવોએ ગચ્છાધિપતિ (પદ માટે યોગ્ય) કહેલો છે.
ટીકાનો સંક્ષેપભાવાર્થ સૂત્ર-અર્થ અને તે ઉભયનો જ્ઞાતા હોય તે ગચ્છાધિપતિપદ માટે યોગ્ય છે. અર્થાત્ (૧) સૂત્રનો જ્ઞાતા અર્થથી અજ્ઞાત, (૨) અર્થનો જ્ઞાતા સૂત્રથી અજ્ઞાત, (૩) ઉભયનો જ્ઞાતા અને (૪) ઉભયથી અજ્ઞાત. એ ચાર ભાંગા પૈકી ત્રીજા ભાંગાવાળો જોઈએ. કારણ કે શેષ સર્વગુણો હોવા છતાં છેદસૂત્રના અર્થનો જ્ઞાતા (પાર પામેલો) ન હોય તો ભાવથી તેને અવ્યવહારી કહેલો છે.
વળી સચિત્તાદિ દ્રવ્યસંપત્તિ - શિષ્યાદિ સચિત્ત, ઉપધિ-ઉપકરણાદિ અચિત્ત અને ઉપધિયુક્ત શિષ્યાદિમિશ્ર, આ રીતે દ્રવ્યસંપત્તિથી તથા સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વિનયરૂપ ભાવસંપત્તિથી યુક્ત હોય તે જ ગચ્છાધિપતિપદ માટે યોગ્ય છે.
વળી સર્વને પ્રકૃતિ અનુસાર ધર્મમાર્ગમાં જોડનાર હોવા જોઈએ. ગુપ્તવાતોને જ્યાં ત્યાં પ્રગટ નહિ કરનાર ગંભીર હોવા જોઈએ. ધર્મોપદેશ વગેરેથી શિષ્યો બનાવવા, તેઓને આશ્રય આપવો, તેઓને સંયમમાં ઉપકારી વસ્ત્રાદિ મેળવી આપવા. અને આરાધનામાં ઉદ્યમશીલ બની રહે તે માટે મારણા-વારણાદિ વગેરે કરવામાં કુશળ હોય તે ગચ્છાધિપતિ પદ માટે યોગ્ય છે. શેષ સુગમ છે. હવે પ્રસંગાનુસાર પ્રવર્તિનીના ગુણો કહે છે. मूलम् - गीतार्था कुलजाऽभ्यस्त - सत्क्रिया पारिणामिकी ।
गम्भीरोभयतो वृद्धा, स्मृताऽऽर्याऽपि प्रवर्तिनी ।।१३७।। ગાથાર્થ : સાધ્વી પણ ગીતાર્થા, કુલવતી, સર્વ ક્રિયાઓમાં કુશલ, પરિણત બુદ્ધિવાળી, ગંભીર અને ઉભયથા વૃદ્ધ હોય તેને પ્રવર્તિની (પદ માટે યોગ્ય) કહી છે. ટીકાનો સંક્ષેપભાવાર્થ : અહીં ગીતાર્થાથી (પોતાને ભણવાનો અધિકાર છે