Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
૨૨૨
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ યુક્ત મુનિ શ્રુતની અનુજ્ઞાનું પાત્ર છે, નહિ કે ગુણ વિનાનો, કારણ કે-અપાત્રમાં આચાર્યપદ સ્થાપવાથી મોટી આશાતના કહી છે.
ટીકાનો સંક્ષેપભાવાર્થ : ઉપર કહ્યા પ્રમાણે પર્યાય (ઉંમર) જેની પૂર્ણ થઈ હોય, તથા જે છત્રીસ ગુણોથી યુક્ત હોય, તે (ગણીપદ માટે યોગ્ય છે, તે) ગુણો આ પ્રમાણે છે' પાંચ ઇન્દ્રિયોથી સંવૃત્ત (વિજેતા) તથા બ્રહ્મચર્યની નવ પ્રકારની ગુપ્તિનો ધારક, ચતુર્વિધ કષાયથી મુક્ત, પાંચ મહાવ્રતોથી યુક્ત, પાંચ પ્રકારના આચારોનું પાલન કરવામાં સમર્થ, પાંચ સમિતિથી સમિત અને ત્રણ ગુપ્તિથી ગુપ્ત એમ ગુરુ (આચાર્ય-ગણી) કુલ છત્રીસ અને ઉપરના શ્લોકમાં કહેલા ગુણોથી યુક્ત, શ્રીજિનાગમના વ્યાખ્યાનની અનુમતિ, અર્થાત્ ‘તું દ્રવ્ય-ગુણ અને પર્યાયરૂપ ત્રણે અપેક્ષાઓથી શ્રીજૈન આગમોનું વ્યાખ્યાન કર' એવી અનુજ્ઞા માટેનું પાત્ર કહ્યો છે, તેમજ આચાર્યપદે સ્થાપવા યોગ્ય કહ્યો છે.
પ્રાચીન સામાચારીમાં કહ્યું છે કે – કાળ, સંઘયણ વગેરે (વર્તમાનકાલીન) દોષોને વશ એકાદિ ગુણથી હીન છતાં જે વિશુદ્ધગીતાર્થ (શાસ્ત્રોનાં રહસ્યોનો જ્ઞાતા), વિરાગી અને શિષ્યાદિની સારણા વગેરે કરવામાં ઉદ્યમી(કુશલ) હોય તેને સૂરિપદે સ્થાપવો. શ્રી જિનેશ્વરોએ અયોગ્યને અનુયોગની અનુમતિ (આચાર્ય પદવી) આપવામાં શ્રી તીર્થકરો વગેરેની મોટી આશાતના આપનાર ગુરૂને મૃષાવાદ દોષ, લોકમાં શાસનની અપભ્રાજના, યોગ્યનાયકના અભાવે બીજાઓના પણ ગુણોની હાનિ અને સમયગુજ્ઞાનાદિની વૃદ્ધિ નહીં થવાથી તીર્થના ઉચ્છેદરૂપ દોષો સંભવે છે.
સમ્મતિ પ્રકરણમાં શ્રી સિદ્ધસેનસૂરીજીએ કહ્યું છે કે જેમ જેમ લોકમાં બહુશ્રુત તરીકે ખ્યાતિ પામે, જેમ જેમ શિષ્યાદિ પરિવાર બહુ વધતો જાય, છતાં જે સિદ્ધાન્તના અધ્યયનમાં (અર્થમાં) જો સુનિશ્ચિત ન હોય તો તે ગુરૂ ઉત્તરોત્તર સિદ્ધાન્તનો શત્રુ થાય.
કેવા સાધુને કેવી રીતે આચાર્ય બનાવવો ? તે કહે છે કે - मूलम् - "तस्मादुक्तगुणाढ्याय, देयं सूरिपदं ध्रुवम् ।
विधिपूर्वं विधिश्चात्र, सामाचार्यां प्रपञ्चितः ।।१३२।। ગાથાર્થ : તે કારણે અહીં કહ્યા તે ગુણોથી યુક્ત સાધુને સૂરિપદ વિધિપૂર્વક આપવું, તે વિધિ સામાચારી ગ્રંથમાં કહેલો છે.