Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
કરવું, ઉપસર્ગોને સહવા તથા પરીષહોને જીતવા વગેરે ચારિત્રાનુષ્ઠાનોનું ભાવપૂર્વક નિર્મળમનથી પાલન કરનારને પ્રાપ્ત થયેલા ચારિત્રના અધ્યવસાયોનું રક્ષણ થાય છે.
૨૨૦
નિશ્ચયનયના મતે ચારિત્રરૂપ આત્મસ્વભાવનો વિઘાત થવાથી જ્ઞાન-દર્શનનો પણ વિધાત મનાય છે. વ્યવહારનયના મતે તો ચારિત્રનો વિઘાત થવા છતાં
દર્શન-જ્ઞાનનો વિદ્યાત થાય અથવા ન પણ થાય. (અનંતાનુબંધીના ઉદયથી
ચારિત્રના ઘાતની સાથે દર્શન અને જ્ઞાન પણ હણાય. અપ્રત્યાખ્યાનીયના ઉદયથી તો એક જ ચારિત્રનો ઘાત થાય.)
ભાવની અપેક્ષાએ (અવસરપ્રાપ્ત) કર્મોની લઘુતાથી પ્રાપ્ત થતા સમ્યગ્દર્શન આદિ ગુણો ક્રમશઃ પ્રગટ થાય છે, તે વિશેષ આવશ્યભાષ્યના આધારે રજૂ કરે છે કે
“દેશ ન્યૂન એક ક્રોડાક્રોડ સાગરોપમ જેટલી કર્મોની સ્થિતિ બાકી રહે ત્યારે સમ્યક્ત્વ પામે, તે પછી તેમાંથી બે થી નવ પલ્યોપમ જેટલી સ્થિતિ ઘટતાં દેશવિરતિ, તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ જેટલી સ્થિતિ ઘટતાં સર્વવિરતિ, તેમાંથી સંખ્યાતા સાગરોપમ જેટલી સ્થિતિ ઘટતાં ઉપશમશ્રેણી અને તેમાંથી સંખ્યાતા સાગરોપમ જેટલી સ્થિતિ ઘટતાં શ્રપકશ્રેણીના અધ્યવસાયો પ્રગટે છે.
અપ્રતિપતિત સમ્યક્ત્વવાળો જે જીવ દેવના અને મનુષ્યના જ ભવો કરે, તેને અંગે આ ક્રમે તે તે ગુણોની પ્રાપ્તિ સમજવી. અથવા કોઈને બેમાંથી કોઈ એક શ્રેણિ સિવાયના સમ્યક્ત્વાદિ સર્વ ભાવો એક જ ભવમાં પણ પ્રાપ્ત થાય. એક ભવમાં બે શ્રેણીઓ ન હોય.
વળી શાસ્ત્રોમાં “ચારિત્ર વિના મુક્તિ નહિ” આવું કહ્યું છે, તે ભાવચારિત્રને આશ્રયિને સમજવું. જે કોઈ (દ્રવ્યચારિત્ર વિના) ભાવચારિત્રને પામી મોક્ષે જાય, તેમાં પણ વર્તમાનનું ભાવચારિત્ર પૂર્વજન્મના દ્રવ્યચારિત્રનું ફળ છે. મરુદેવા માતા પૂર્વભવમાં દ્રવ્યચારિત્ર વિના મોક્ષ થયો તે પણ (દસ આશ્ચર્યોંમાં ન ગણેલો હોવા છતાં) આશ્ચર્યભૂત જ છે, એમ પંચવસ્તુમાં કહ્યું છે. II૧૨૭ના
આ ઉત્તમ ક્રિયાઓને આરાધતો, (કોઈ સાધુ) પર્યાય પૂર્ણ થતાં ગણની અનુજ્ઞાને (ગણીપદને) યોગ્ય પણ બને, તેથી હવે ગણીપદરૂપ સાપેક્ષ યતિધર્મને કહેવાપૂર્વક ક્રમની પ્રસ્તાવના કરે છે કે