Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
શ્રમણ ધર્મ
૨૧૯
ચાલું રાખે. (૨૨) સમકિત : શ્રીજિનેશ્વરોના કહેલા શાસ્ત્રવચનો તથા જીવાદિ પરોક્ષભાવો પણ મિથ્યા નથી, એમ માની સમકિતને પામેલો ઉત્તમમુનિ ‘તે સર્વ સત્ય છે' એમ ચિંતવે, કોઈના પ્રયત્નથી ચલિત ન થાય.
આમ સ્વ-૫૨થી થતા શારીરિક તથા માનસિક પરીષહોને મન-વચન-કાયાનો વિજેતા મુનિ નિર્ભય (-અદીન) બનીને સહન કરે. આ પરીષહોમાં વેદનીયકર્મના ઉદયથી ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ, ડાંસ (મચ્છ૨), ચર્યા (વિહાર), વસતિ (ઉપાશ્રય), વધ, રોગ, તૃણસ્પર્શ અને મલ (કુલ ૧૧) પરીષહો સંભવે છે. જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી પ્રજ્ઞા અને અજ્ઞાન (૨) પરિષહ હોય છે, તથા અંતરાય કર્મના ઉદયથી અલાભ (૧) પરીષહ. આ (૧૧+૨+૧)ચૌદ પરિષહ છદ્મસ્થને જ હોય છે. વેદનીયકર્મના ઉદયથી થતા અગીયાર પરીષહો છદ્મસ્થ ઉપરાંત કેવલીને (જિનને) પણ હોય.છે.
પ્રવચન સારોદ્વારમાં પરીષહોની ઘટના બે રીતે બતાવી છે. (૧) કર્મ પ્રકૃતિઓના ઉદયની અપેક્ષાએ અને (૨) ગુણસ્થાનકોની અપેક્ષાએ. - દર્શનમોહનીય કર્મના ઉદયથી દર્શન (૧) પરીષહ, જ્ઞાના૰ કર્મના ઉદયથી પ્રજ્ઞા અને અજ્ઞાન (૨) પરીષહ, અંત૰ કર્મના ઉદયથી અલાભ (૧) અને ચારિત્રમો કર્મના ઉદયથી આક્રોશ, અરતિ, સ્ત્રી, નિષદ્યા (આસન), અચેંલ, યાચના, સત્કાર (૭) આ સાત, અને વેદનીય કર્મના ઉદયથી આગળ કહેલા અગીયાર પરિષહ હોય છે. શેષ કર્મોના ઉદયમાં પરીષહો હોતા નથી.
બાદરસં૫રાય(નવમા) ગુણસ્થાનક સુધી બાવીસ, સૂક્ષ્મ સંપરાય ગુણ માં (દસમામાં) ચૌદ, છદ્મસ્થ વીતરાગને (અગીયાર-બારમે) ચૌદ અને કેવલીને અગીયાર પરીષહો હોય છે.
દસમા ગુણ૦ અચેલ, અરતિ, સ્ત્રી, નિષદ્યા, આક્રોશ, યાચના, સત્કાર અને દર્શન એ દર્શન અને ચારિત્ર મોહનીયજન્ય આઠ સિવાયના ચૌદ અગીયારમા - બારમા ગુણ પણ તે ચૌદ તેરમા ચૌદમા ગુણ વેદનીયકર્મજન્ય અગીયાર.
એક સાથે એક જીવને ઉત્કૃષ્ટથી વીસ અને જઘન્યથી એક જ પરીષહ હોય છે. કારણ કે શીત-ઉષ્ણ તથા વિહાર-ઉપાશ્રય પરસ્પરવિરુદ્ધ હોવાથી એક સાથે ન હોય.
આ ગચ્છવાસ, કુસંસર્ગત્યાગ, અર્થપદચિંતન, વિહાર, આલોચના, પ્રાયશ્ચિત્ત