Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
શ્રમણ ધર્મ
૨૦૯
એક સાથે પ્રવેશ ન કરે. આચાર્ય-ગુરુ પ્રવેશ કરીને મકાન માલિકને “શયાતરને વસતિ આપવાથી થતા લાભો' વગેરે પ્રાસંગિક ધર્મોપદેશ કરે.
ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકો શય્યાતરે અનુમતિ આપી હોય તે તે ગ્લાન વગેરેને લઘુનીતિ કરવાની, પાત્ર ધોવાની વગેરે ભૂમિઓ તેઓને જણાવે. સંથારો (આસન) કરવા માટે (પવનયુક્ત, પવનરહિત અને મધ્યમ, એમ) ત્રણ ભૂમિઓ આચાર્ય-ગુરુ માટે રાખીને શેષભૂમિમાં રત્નાધિકના ક્રમે કોને ક્યાં આસન કરવું તે સર્વસાધુઓને સમજાવે. પ્રત્યુપ્રેક્ષકો પણ પોતપોતાની મૂકેલી ઉપાધિ ઉપાડિ લે. (કે જેથી સહુને સરખી રીતે ભૂમિ વહેંચી શકાય.)
ગોચરીવાળા ઘરોમાં દાનરુચીવાળા, વ્રતધારિઓનાં કે સમ્યગુદૃષ્ટિ શ્રાવકોનાં ઘરોમાં ગુર્વાદિની વૈયાવચ્ચ કરનારા એક જ ગીતાર્થ સંઘાટકે જવું અને તે પણ ગુરૂ અથવા પ્રાદુર્ણકને પ્રાયોગ્ય આહારાદિ માટે જ જવું. હંમેશાં કે નિષ્કારણ જવું નહીં. ત્યાં જવાનું સર્વથા બંધ પણ ન કરવું કારણે એમ કરવાથી તેઓની દાનરુચિ અવરાઈ જાય. વિશેષવિધિ બૃહત્કલ્પભાષ્યથી જાણી લેવી.
હવે ‘મહામુનિવરિત્રા શ્રવ વથ મિશઃ' અર્થાતું મહાત્મા સ્યુલિભદ્ર મુનિ, આર્ય વજસ્વામિજી વગેરે પૂર્વકાલીન મહામુનિઓનાં ચરિત્રોનું (જીવનચર્યાનું) પરસ્પર શ્રવણ કરવું-કરાવવું તે પણ સાપેક્ષ યતિધર્મ છે. કહેવાનો આશય એ છે કે સાધુએ પ્રતિદિન ચર્યા રૂપ સ્વાધ્યાય-પડિલેહણ-પ્રતિક્રમણાદિ કાર્યો કરવા અને સ્વાધ્યાયાદિ કરતાં શ્રમિત થાય ત્યારે ‘સ્થિર આસન' વગેરે વિધિપૂર્વક બેસીને સંવેગ (સંસારનો ઉગ અને મોક્ષનો રાગ) વધારે તેવી મહર્ષિઓની કથા-વાર્તાઓ કરવી. આ રીતે ઉત્તમકથાઓના કથન-શ્રવણથી સ્વ-પરના ચારિત્રમાં સ્થિરતા-ઉત્સાહ વગેરે ઘણા ગુણો પ્રાપ્ત થાય એ સ્પષ્ટ છે:
હવે બીજાં વિશેષ કર્તવ્યો કહે છે કેमूलम् - अतिचारालोचनेन, प्रायश्चित्तविधेयता ।
૩૫તિતિક્ષા ૨, પરીષદનયસ્તથા ર૭ાા ” ગાથાર્થ : અતિચારની આલોચના કરવાપૂર્વક ગુરુએ આપેલા પ્રાયશ્ચિત્તને કરવું, ઉપસર્ગો સહન કરવા તથા પરીષહોનો જય કરવો, તે પણ સાપેક્ષ યતિધર્મ છે. ટીકાનો સંક્ષેપભાવાર્થ : મૂળગુણ અને ઉત્તરગુણમાં લાગેલા તથા પૂર્વે કહ્યા તે