________________
શ્રમણ ધર્મ
૨૦૭
આપતા) આઠ મહિના સુધી વિચરે ત્યારે જે પ્રત્યુપેક્ષકો (એટલે ઉપધિ-વસતિ આદિને મેળવી આપનારા ગીતાર્થો) હોય, તેઓ ક્ષેત્રની પ્રત્યુપેક્ષણા (વિચરવા યોગ્ય ક્ષેત્રની શોધ) આ પ્રમાણે કરે
કોઈ વ્યાઘાત (વિખ) હોય તો કાર્તિકી ચોમાસીના પ્રારંભ પહેલાં અથવા પછી નીકળવું અને વ્યાઘાતના અભાવે કાર્તિકી ચોમાસી શરૂ થાય તે જ દિવસે નીકળીને બહાર જઈને પચ્ચખાણ પારવું. જ્યાં જવાનું હોય તે ક્ષેત્ર પૂર્વે જાયેલું હોય કે ના હોય, પણ તેની પ્રત્યુપેક્ષણા (શોધ-માહિતી) અવશ્ય કરવી, અન્યથા (ત્યાં જાય ત્યારે સ્થાન ન મળે વગેરે) દોષો થાય. ક્ષેત્રની શોધ માટે ગીતાર્થોને મોકલવાનો વિધિ આ પ્રમાણે છે- .
સાંજે પ્રતિક્રમણાદિ આવશ્યક ક્રિયા પૂર્ણ થયા બાદ આચાર્ય બધા સાધુઓને ભેગા કરીને પૂછીને ચારે દિશામાં પ્રત્યુપ્રેક્ષકોને મોકલે. જો સાધુઓને પૂછ્યા વિના મોકલે તો જનારને માર્ગમાં ચોર વગેરેનો કે ત્યાં પહોંચ્યા બાદ કોઈ દુશ્મન વગેરેનો ભય ઊભો થાય તો પાછળ રહેલા સાધુઓ તેઓની શોધ-સહાય માટે ન જાય. તેમાં પણ દરેક દિશામાં ઉત્કૃષ્ટથી સાત, તેટલા ન હોય તો પાંચ, અથવા જઘન્યથી નિયામાં ત્રણ ત્રણ અભિગ્રહધારીઓ જાય. એવા અભિગ્રહધારીઓ (વસતિની શોધ કરવાના અભિગ્રહધારીઓ) ન હોય તો ગણાવચ્છેદક (ગચ્છમાં સર્વ કાર્યોની ચિંતા કરનારે) જવું જોઈએ, તેના અભાવે અન્ય ગીતાર્થને, તેના અભાવે અનુક્રમે અગીતાર્થ, યોગોઢાહી, તપસ્વી, વૃદ્ધ, બાળ અને તે પણ ન હોય તો વૈયાવચ્ચકારકને મોકલવા.
ગચ્છની નિશ્રાએ રહેલા યથાસંદિક (જિનકલ્પ જેવું ચારિત્ર પાળનાર મુનિઓ, તેઓનું સ્વરૂપ નિરપેક્ષયતિધર્મમાં કહેવાશે તે) તો એ પણ એક જ દિશામાં જાય અને બાકીની ત્રણ દિશાઓમાં ગયેલા ગચ્છવાસી મુનિઓ યથાસંદિકને યોગ્ય ક્ષેત્રની શોધ કરે.
તેમાં પણ જો અગીતાર્થને મોકલવો પડે તો, તેને ઓઘસામાચારી (સામાન્યવિધિ) સમજાવીને તેના અભાવે યોગદ્વાહીને મોકલવો પડે તો નિક્ષેપ કરીને (યોગ છોડાવીને) અને તપસ્વીને મોકલવો પડે તો પહેલાં પારણું કરાવીને, પછી “તપ ન કરીશ' એમ કહીને મોકલવો. વૈયાવચ્ચ કરનારો જાય તો પાછળ રહેલા સાધુઓને સ્થાપનાકુલ બતાવ્યા પછી જાય. અને બાલ કે વૃદ્ધને મોકલવો પડે તો સશક્તને અથવા વૃષભની (યુવાનની) સાથે મોકલવા.
આ રીતે મોકલેલા સાધુઓ, વિહારનો માર્ગ સુગમ છે કે દુર્ગમ? તથા ક્યાં કઈ