Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
શ્રમણ ધર્મ
૨૧૫
(દોષોને) સેવવાની રૂચિવાળાને આ છેદપ્રાયશ્ચિત્ત અપાય એમ સમજવું.
(૮) મૂળ મહાવ્રતોને પુન: ઉચ્ચરાવવાં (અર્થાત્ પૂર્વના સઘળા પર્યાયનો છેદ કરવો) તે પ્રાયશ્ચિત્તને મૂળ કહેવાય. આ પ્રાયશ્ચિત્ત “આકુટ્ટિથી” એટલે વારંવાર કે જાણી સમજીને પંચેન્દ્રિય જીવનો વધ કરે, ગર્વ-અહંકારથી મૈથુન સેવે, ઉત્કૃષ્ટ મૃષાવાદ સેવે, અદત્તાદાન કે પરિગ્રહ કરે અથવા નાના પણ એ મૃષાવાદાદિ દોષોને જાણવા છતાં વારંવાર સેવે, તેને આપવામાં આવે છે.
(૯) અનવસ્થાપ્યતા : અવસ્થાપન એટલે પુન: વ્રતોચ્ચારણ, તે પણ ન કરી શકાય તેવી મોટી વિરાધના કરનારો સાધુ અનવસ્થાપ્ય કહેવાય અને એવા અતિદુષ્ટપરિણામવાળા સાધુને આપેલો તપ જ્યાં સુધી તે પૂર્ણ ન કરે ત્યાં સુધી પુન: વ્રતો નહિ ઉચ્ચરાવવાં, એવું જે પ્રાયશ્ચિત્ત, તેને પણ અનવસ્થાપ્ય કહેવાય. એવા વિરાધકને તપકર્મ પણ એવું અપાય કે તે તપ પૂર્ણ કરતાં તેનામાં ઉઠવાબેસવાની પણ ક્ષમતા ન રહે અને જ્યારે તે તપ કરતાં તદ્દન અશક્ત બની જાય ત્યારે અન્ય સાધુઓને સેવાની યાચના કરે, ત્યારે અન્ય સાધુઓ તેની સાથે વાત ર્યા વિના માત્ર તેનું કામ કરે. એ રીતે તપ કર્યા પછી એને વ્રતોચ્ચારણ કરાવાય. આ પ્રાયશ્ચિત્ત જે સાધુ લાઠી, મુઠી વગેરેથી નિરપેક્ષપણે પોતાનો અથવા પરનો ઘાત કરવા વડે અતિદુષ્ટ-રૌદ્ર અધ્યવસાયોને સંવે તેને અપાય છે.
(૧૦) પારાંચિત ઃ જેનાથી મોટું બીજું પ્રાયશ્ચિત્ત કે અપરાધ ન હોવાથી સઘળાં પ્રાયશ્ચિત્તોનો પાર (છેડો) પામેલું એવું છેલ્લું પ્રાયશ્ચિત્ત તેને “પારાંચિત” કહેવાય. આ પ્રાયશ્ચિત્ત “સાધ્વી કે રાજપત્નીને ભોગવવી અથવા સાધુ-સાધ્વી કે રાજા વગેરે ઉત્તમ મનુષ્યોનો વધ વગેરે કરવો, ઇત્યાદિ અતિમોટો અપરાધ કરે તેને કુલ, ગણ અને સંઘથી પણ બહાર મૂકવા દ્વારા અપાય છે. તે જઘન્યથી છ મહિના અને ઉત્કૃષ્ટથી બાર વર્ષ સુધીનું હોય છે. તેટલા કાળ પછી અપરાધી અતિચારોનો પાર પામે (ટાળી દે), ત્યારે શુદ્ધ થયેલાને પુન: દીક્ષા અપાય, અન્યથા નહિ.
આ પારાંચિત પ્રાયશ્ચિત્ત આચાર્યને જ અપાય છે. અને પ્રાયશ્ચિત્ત દરમ્યાન તે અપ્રગટપણે સાધુનો વેષ રાખીને (લોકમાં સાધુ તરીકે ન ઓળખાય તેમ) જનિકલ્પિત મુનિની પેઠે (પોતે જે તે ક્ષેત્રમાં વિચર્યો હોય, જ્યાં લોકો ઓળખતા હોય તે ક્ષેત્રો સિવાયના) અજાણ્યા પ્રદેશમાં રહીને, અતિઆકરો તપ કરે, ત્યારે પૂર્ણ થાય છે. ઉપાધ્યાયને તો દશમા પ્રાયશ્ચિત્તને યોગ્ય અપરાધ કરવા છતાં અનવસ્થાપ્યને