Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 283
________________ ૨૧૬ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ પ્રાયશ્ચિત્ત જ અપાય, પારાંચિત ન અપાય. એ રીતે સામાન્ય સાધુઓને પણ અનવસ્થાપ્ય કે પારાંચિતને યોગ્ય મોટો અપરાધ કરવા છતાં આઠમા મૂળ સુધીનું જ પ્રાયશ્ચિત્ત અપાય, એમ સમજવું. અનવસ્થાપ્યના બે ભેદો છે - (૧) આશાતના અનવસ્થાપ્ય અને (૨) પ્રતિસેવા અનવસ્થાપ્યું. તેમાં પહેલું તીર્થકર ગણધર વગેરે ઉત્તમોત્તમ પુરૂષોની અવહીલના કરે તેને જઘન્યથી છ મહિના સુધીનું અને ઉત્કૃષ્ટથી એક વર્ષ સુધીનું અપાય છે. બીજું તો હાથથી માર મારવો, સમાનધર્મીની (સાધુઓની) કે અન્યધર્મીની ચોરી કરવી વગેરે કુકૃત્યો કરનારને જઘન્યથી એક વર્ષ અને ઉત્કૃષ્ટથી બાર વર્ષ સુધીનું અપાય છે. નવમું અને દસમું બે પ્રાયશ્ચિત્તો ચૌદપૂર્વીઓ અને પહેલા સંઘયણવાળા સાધુઓ સુધી હતાં, તે પછી વિચ્છેદ પામ્યાં છે. મૂળ સુધીનાં આઠ તો શ્રીદુષ્પહસૂરિજી સુધી રહેશે. આ રીતે પ્રાયશ્ચિત્તનું લેશથી સ્વરૂપ કહ્યું. હવે ૧૨૭માં શ્લોકમાં કહેલ ‘૩૫તિતિક્ષા' પદની વ્યાખ્યા કરતાં ઉપસર્ગનું યત્કિંચિત્ સ્વરૂપ જણાવે છે. ‘ST એટલે સમીપમાં અને સર્વ એટલે સર્જન કરવું” અર્થાત્ (દવાદિ) સમીપમાં આવીને કરે અથવા જે સમીપમાં થાય (દૂરથી ન થાય) તેને ઉપસર્ગ કહેવાય. યોગશાસ્ત્ર પ્રકાશ-૩, શ્લોક-૧પ૩ની ટીકામાં કહ્યું છે કે - દેવથી, મનુષ્યથી, તિર્યંચથી અને સ્વયં કરાતા, એમ ઉપસર્ગો ચાર પ્રકારના છે. તે પ્રત્યેકના પણ ચાર પ્રકારો છે (૧) તેમાં (૧) હાસ્ય (કુતૂહલ)થી, (૨) દ્વેષથી, (૩) રોષથી, (૪) એ ત્રણ પ્રકારથી કરાતો મિશ્ર, એમ દેવી ઉપસર્ગ ચાર પ્રકારે થાય. (૨) (૧) હાંસીમશ્કરીથી, (૨) વેષથી, (૩) વિમર્શ-રોષથી, અને (૪) દુરાચારીઓની સોબતથી, એમ મનુષ્ય વડે કરાતા ઉપસર્ગ ચાર પ્રકારે થાય છે. (૩) તથા (૧) ભયથી ગભરાઈને, (૨) ક્રોધથી, (૩) આહાર મેળવવા માટે અને (૪) બચ્ચાંના રક્ષણ માટે, એમ તિર્યંચ તરફથી ઉપસર્ગ ચાર પ્રકારે થાય. અને (૪) (૧) સ્વયં અથડાવું, (૨) થંભવું, (૩) ભેટવું (વળગી પડવું), (૪) પડતું. મૂકવું, એ ચાર પ્રકારે સ્વયં ઉપસર્ગ કરાય છે અથવા (૧) વાતરોગ, (૨) પિત્તરોગ, (૩) કફનો રોગ અને (૪) એ ત્રણ ભેગા થાય તે ત્રિદોષ અર્થાત્ સન્નિપાત, એમ પણ સ્વકૃત ઉપસર્ગોના ચાર પ્રકારો શારીરિક રોગજન્ય સમજવા. તથા પરીષદન: એટલે મોક્ષમાર્ગમાં સ્થિર-દઢ-અચલ થવા માટે તથા કર્મોની 'નિર્જરા માટે વારંવાર સહન કરવામાં આવે તે પરીષહ કહેવાય. તેના બાવીસ

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322