________________
શ્રમણ ધર્મ
૨૦૩
વગેરેને વિનયનું કારણ બને. (અર્થાત્ પોતે વિનય કરે, તે જોઈને બીજાઓ પણ શીખે.) વિધિ વગેરેમાં ભૂલ થતી હોય તો બીજાઓ સ્મરણ કરાવી શકે. એ પ્રમાણે ગચ્છમાં રહેવાથી સ્વ-પર ઉભયને કર્તવ્યનું સ્મરણ કરાવવારૂપ સ્મારણા, અકાર્યથી રોકવારૂપ વારણા, પ્રેરણારૂપ નોદના અને વારંવાર પ્રેરણારૂપ પ્રતિનોદના પણ કરી-કરાવી શકાય છે, આથી પરસ્પર વિનયાદિ પ્રવૃત્તિ કરનાર (કરાવનાર) ગચ્છવાસી સાધુને અવશ્ય મોક્ષની સાધના થાય છે, એ કારણે ગચ્છવાસ પણ સાક્ષેપયતિનો મુખ્યધર્મ છે.
પંચવસ્તુમાં કહ્યું છે કે - મુનિઓનો પરિવાર તે ગચ્છ. તેમાં રહેનારાઓને પરસ્પરના વિનયથી ઘણી નિર્જરા થાય તથા સ્મારણા વગેરેથી ચારિત્રમાં દોષો પણ ન લાગે. અન્યોન્ય સહાયથી તે તે વિનયાદિ યોગોમાં પ્રવૃત્તિ કરતા ગચ્છવાસી સાધુને નિયમા અસંગ(મોક્ષ)પદનો સાધક કહ્યો છે.
ગચ્છમાં થતી સ્મારણા આદિ ગુણકારક યોગોને લાભને બદલે દુ:ખ માનીને કંટાળીને ગચ્છને છોડી દેનારા સાધુઓને જ્ઞાનાદિ ગુણોની હાનિ થાય છે, વળી જ્યાં સ્મારણા આદિ ન થતા હોય તે ગચ્છ તો છોડવા યોગ્ય છે જ, કારણ કે ૫૨માર્થથી (વસ્તુત:) તે ગચ્છ જ નથી.
પરસ્પરના ગુણ વગેરેમાં બહુમાન વગેરે કરવારૂપ પૂજ્ય-પૂજકપણાના સંબંધથી ગચ્છવાસી સાધુઓને પરસ્પર ઉપકાર ન થતો હોય, તેમ જ ગુણવાન રત્નાધિક પ્રત્યે નાનાને સન્માન અને રત્નાધિકને નાના પ્રત્યે વાત્સલ્ય ન પ્રગટે તે, એ ગચ્છમાં રહેવા છતાં તેનું પ્રાય: કાંઈ ફળ નથી.
વળી ગચ્છ છોડવા યોગ્ય હોય, તો પણ ત્યારે જ છોડવો કે જ્યારે બીજો ઉત્તમ આશ્રય મળે, અન્યથા આત્મરક્ષા અને સંયમરક્ષા માટે પણ તે જ ગચ્છમાં ૨હે, પણ એકલો વિચરે નહિ. કારણ કે પાસસ્થાદિના સંસર્ગથી અનેક દોષોનો સંભવ છે.
કુશીલના સંસર્ગનો ત્યાગ કરવો તે પણ સાપેક્ષ યતિધર્મ છે. પાપમિત્રતુલ્ય પાસત્યાદિની સાથે સાધુએ સંબંધ રાખવો તે કુસંસર્ગ કહેવાય. તેઓની સાથે રહેવાથી પણ તેઓના જેવો (શૈથિલ્યાદિનો) પરિણામ અવશ્ય થાય. જેમ પુષ્પોની સાથે રહેલા તલ પણ પુષ્પના ગંધવાળા થાય છે, તેમ જે જેવાની સાથે મૈત્રી કરે તે શીઘ્ર તેવો થાય છે.
જે કાળમાં સંવેગી સાધુ ઘણા હોય, તે કાળની અપેક્ષાએ આ ઉત્સર્ગમાર્ગ જાણવો. (અપવાદમાર્ગે તો) સંક્લિષ્ટ (જીવો બહુ હોય તેવા) કાળમાં તેવા (શુદ્ધ