________________
૨૦૪
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
સંવેગી) સહાયક ન મળે તો છ કાય જીવોની દયાના પરિણામવાળા સંવેગી પણ સાધુએ પાસત્થો,અવસગ્ન, યથાછંદ, બકુશ અને કુશીલ એ પાંચ પૈકી કોઈ એક દોષવાળાની સાથે રહેવું, પણ બે-ત્રણ વગેરે દોષોથી દૂષિતની સાથે ન રહેવું. કારણ કે દોષ-ગુણના સંયોગની તરતમતાને આશ્રયિને વિરાધક-આરાધક ભાવની પણ તરતમતા થાય છે.
ઉત્સર્ગથી તો પાસત્યાદિને અભ્યત્યાન વિગેરે વિનયાદિ કરવાથી પ્રાયશ્ચિત્ત કહ્યું છે, પણ કારણે (અપવાદમાર્ગે) તો તેઓને વંદનાદિ કરવું જોઈએ. આ ' વિષયમાં ઉત્સર્ગ-અપવાદ બૃહત્કલ્પભાષ્યથી જાણી લેવા. દુષ્કાળ, રાજભય વગેરેના પ્રસંગોમાં કે બીમારીમાં, ગચ્છના અશનાદિ દ્વારા ઉપકાર કે પરિપાલન વગેરે વિષયમાં પાસત્યાદિ દ્વારા કામ નીકળતું હોય તો, નિર્વિન સંયમપાલન થાય તેવો યોગ મેળવવામાં કુશળ મુનિઓ તેવા ઉપાયો કરે કે રસ્તા આદિમાં પાસત્યાદિને વંદન કર્યા વિના માત્ર તેના શરીરની વાર્તા વગેરે પૂછવાથી પણ તેઓ પ્રસન્ન થાય, કોઈ વાર તેઓની ઇચ્છાનુસાર તેઓના ઉપાશ્રયે પણ જાય, પણ ત્યાં બહાર ઊભા રહીને સુખશાતાદિ સર્વ કુશળ સમાચાર પૂછે, જો તેઓ આગ્રહ કરે તો ઉપાશ્રયમાં જઈને પણ પૂછે. વળી બીજા ભણાવનાર ન હોય અને પાસત્યાદિ પાસેથી શ્રુતની અવિચ્છિન્નતા માટે ભણવું પડે તો અભ્યત્થાન, વિનય, વંદન, વગેરે જે જે કરવાથી પ્રસન્ન થાય તે રીતે કરવું, આવા કારણસર પણ જો તેઓને વંદન કરવામાં ન આવે તો ઉલટાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. વિશેષ અપવાદો બૃહત્કલ્પભાષ્યથી જાણી લેવા.
૧૨૫માં શ્લોકમાં કહેલા “અર્થપદચિતનની હવે વ્યાખ્યા કરે છે. જે પદ કે વાક્યના આધારે અર્થનું જ્ઞાન થાય તે “અર્થપદ’ કહેવાય. એવા પદ, વાક્ય વગેરેના આધારે અર્થનું ચિંતન કરવું. અર્થાત્ પદાદિના વિષયનો વિચાર કરીને જે પદાદિ જે અર્થના વાચક હોય તે અર્થને ઘટાવવો, તેને અર્થપદનું ચિંતન કહેવાય. કહેવાનો ભાવાર્થ એ છે કે સૂક્ષ્મબુદ્ધિથી શાસ્ત્રપાઠોના અર્થોનો વિચાર કરવો જોઈએ - આ રીતે સ્વયં વિચારીને, બીજા બહુશ્રુત પાસેથી તેની ખાત્રી મેળવીને જે પદનો જે અર્થ થતો હોય તેનો તે જ રીતે અર્થ કરી નિશ્ચય કરવો જોઈએ. તેના વિના ધર્મમાં શ્રદ્ધા પ્રગટતી નથી. તે વિચારણા દ્વારા નિશ્ચય કેવી રીતે કરવો તેનું ઉદાહરણ આપતાં કહ્યું છે કે
(બાહુ-સુબાહુ ની અનુક્રમે આહારાદિ લાવવાની અને વૈયાવચ્ચની ક્રિયાને જોઈને પ્રશંસા કરતા ગુરુની ઉપર પોતાનું કામ કરે તેની પ્રશંસા કરે છે. અમારા