Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
આ પ્રમાણે ચારિત્રના ૭૦ મૂળગુણોનું સ્વરૂપ કહ્યું. હવે તે સિવાયના ગુણોને ‘કરણસિત્તરી’ એવા નામથી જણાવીને એ ગુણોને નિરતિચાર પાળવા જોઈએ. એમ જણાવવા માટે કહે છે કે
૧૮૮
मूलम् - "शेषाः पिण्डविशुद्ध्याद्याः स्युरुत्तरगुणाः स्फुटम् ।
માં ચાનતિવારાળાં, પાન તે ત્વમી મતાઃ ।।૮।।”
ગાથાર્થ : બાકીના ‘પિંડવિશુદ્ધિ' વગેરે ગુણોને નિશ્ચે ‘ઉત્તરગુણો’’સમજવા. એ ગુણોનું નિરતિચાર પાલન કરવું તે સાપેક્ષ યતિધર્મ છે. તે ઉત્તરગુણો આ પ્રમાણે કહેલા છે -
ટીકાનો સંક્ષેપભાવાર્થ : મૂળગુણો ઉપરાંત બીજા પિંડવિશુદ્ધિ વગેરે સિત્તેર ભેદો છે. તે શાસ્ત્રમાં ઉત્તરગુણો તરીકે પ્રસિદ્ધ છે. તે સિત્તેર ભેદો આ પ્રમાણે છે. “પિંડ વિજ્ઞોદી સમિ માવળ પહિમા'ય કૃતિનિરોદ્દો । પડિòમળ' ગુત્તીઓ, અભિજ્ઞા' ચેવ ર ં તુ ।। ોય. નિ. મા. ।।
ભાવાર્થ : ચાર પ્રકારની પિંડવિશુદ્ધિ, પાંચ સમિતિઓ, બાર ભાવનાઓ, બાર પડિમાઓ, પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ, પચીસ પ્રતિલેખના, ત્રણ ગુપ્તિઓ અને ચાર અભિગ્રહો, એમ સિત્તેર પ્રકા૨ો ક૨ણ (સાધન ધર્મ)ના છે. અર્થાત્ તેને ‘કરણસિત્તરી’ કહેવાય છે. તેમાં (૧) પિંડવિશુદ્ધિ: (પૂર્વે કહેલો) પિંડ મેળવવામાં આધાકર્મ વગેરે (બેતાલીસ અથવા સુડતાલીસ) દોષોના ત્યાગરૂપ શુદ્ધિ અર્થાત્ નિર્દોષતા. અહિં પિંડ શબ્દથી (૧) ચાર પ્રકારનો આહાર, (૨) શય્યા (વસતિ), (૩) વસ્ત્રો અને (૪) પાત્રા સમજવા. તે લેતા પૂર્વે આગળ જણાવ્યાનુસાર વિશુદ્ધિ કરવાની હોવાથી પિંડના ભેદે પિંડવિશુદ્ધિના પણ ચાર પ્રકારો સમજવા. (૨) પાંચ સમિતિ : પાંચ પ્રકારની સમ્યક્ ચેષ્ટાને જૈનપરિભાષામાં ‘સમિતિ’ એવા નામથી ઓળખાવી છે. તે ઇર્યા, ભાષા, એષણા, આદાનનિક્ષેપ અને પારિષ્ઠાપનિકા એમ પાંચ પ્રકારની છે. કારણસર (બહા૨) જતાં-આવતાં જીવોની રક્ષા માટે એક યુગ (ધૂંસરી) પ્રમાણ ભૂમિને નેત્રોથી આગળ જોઈને, સર્વજીવોને સ્પર્શ ન થાય તેમ, ઊંચી-નીચી ભૂમિ, કાદવાદિને ત્યાગ કરવાપૂર્વક ચાલવું તે ઇર્યાસમિતિ. પ્રયોજનવશે હિત, મિત, પથ્ય, નિરવઘ અને અસંદિગ્ધ વચન બોલવું તે ભાષાસમિતિ. આહારાદિઔઘિક ઉપધિ-ઔપગ્રહિક ઉપધિ એ સર્વે નિર્દોષ લેવું તે એષણા સંમિતિ. આસન સંથારો, પાટ, પાટીયું, વસ્ત્ર, ઘંડો વગેરે પ્રત્યેક વસ્તુને નેત્રોથી જોઈને અને ઉપયોગપૂર્વક રજોહરણ વગેરેથી પડિલેહણ કરીને લેવી-પકડવી તથા નેત્રોથી