Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
શ્રમણ ધર્મ
૧૮૭
નિષદ્યા ગુપ્તિ સમજવી. (૪) ઇન્દ્રિયોને ઉપલક્ષણથી સ્ત્રીનાં સ્તન, કટિભાગ, સાથળ વગેરે અવયવોને સ્થિર દૃષ્ટિએ નહિ જોવા. કારણ કે તે રીતે જોવાથી કામવાસના જાગે છે. આ ઇન્દ્રિયો નહિ જોવારૂપ પ્તિ સમજવી. (૫) ભીંતના આંતરે સ્ત્રી-પુરુષની વિકારવર્ધક વાતો ચાલતી હોય ત્યાં ન રહેવું. (૯) ગૃહસ્થાવસ્થામાં ભોગવેલા ભોગોરૂપ પૂર્વક્રીડાને યાદ નહિ કરવી. (૭) અતિસ્નિગ્ધ (પ્રણીત) આહારનો ત્યાગ કરવો. (૮) રૂક્ષ આહાર પણ અતિમાત્રાએ ન કરવો, ઉણોદરી રાખવી તે અતિમાત્ર આહારત્યાગ. (૯) શરીરની વિભૂષાનો ત્યાગ.
() જ્ઞાનાદિ ત્રણઃ સમ્યગુજ્ઞાન-સમ્યગદર્શન-સમ્યગુચારિત્ર આ ત્રણનું પાલન.
(૭) તપ છે બાહ્ય અને છ અત્યંતર, એમ બાર પ્રકારનો તપ છે. તેનું વર્ણન તપના અધિકારમાં કરાશે. (૮) ક્રોધાદિનો નિગ્રહ: ક્રોધાદિ ચાર કષાયોનો નિગ્રહ કરવો.
આ બધા ભેદો ચારિત્રરૂપ હોવાથી ચરણ, અને (૫+૧૦+૧૭+૧૦+૯+ ૩+૧૨+૪=૭0 એમ) સંખ્યામાં સીત્તેર હોવાથી સિત્તરી, આ રીતે શાસ્ત્રોમાં તેને ચરણસિત્તરી કહી છે. ..
આ ભેદોમાં આટલો વિવેક છે કે – ચોથા બ્રહ્મચર્યવ્રતમાં અંતર્ગત હોવા છતાં બ્રહ્મચર્યની ગુપ્તિઓને જુદી કહી, તે “ચતુર્થવ્રતના પાલનમાં અપવાદ નથી” એમ સૂચવવા માટે છે. .
પાંચ મહાવ્રતોમાં વસ્તુત: ચારિત્ર આવી જવા છતાં જ્ઞાનાદિ ત્રણમાં પુન: ચારિત્ર કહ્યું તે સામાયિક ચારિત્ર સિવાયનાં શેષ છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત એ ચારિત્રોના નિરૂપણ માટે સમજવું.
દસવિધ શ્રમણધર્મમાં સંયમ અને તપ કહેવા છતાં પુનઃ તેને જુદા કહ્યાં, તેમાં મોક્ષપ્રાપ્તિ માટે સંયમ અને તપની પ્રધાનતા જણાવવારૂપ કારણ સમજવું.
તપમાં વૈયાવચ્ચ આવતું હોવા છતાં પુનઃ અલગ ગ્રહણ કર્યું તે વૈયાવચ્ચ સ્વપરને ઉપકારી હોવાથી તપના અનશનાદિ બીજા પ્રકારો કરતાં વધારે અતિશયવાળી વૈયાવચ્ચ છે, તે જણાવવા માટે કહ્યું છે.
ક્ષમા, મૃદુતા રૂપ શ્રમણધર્મમાં ‘ક્રોધાદિનિગ્રહ” કહેવાઈ જવા છતાં પુન: ભિન્ન કહ્યા તે નિગ્રહ તે ઉદયમાં આવેલા ક્રોધાદિને નિષ્ફલ કરવારૂપ છે” અને “ક્ષમા, મૃદુતા વગેરે ઉદીરિત ક્રોધાદિના અનુદયરૂપ છે. એમ બંનેના ભેદ સમજાવવા માટે સમજવું. ||૧૧૭lી.