________________
શ્રમણ ધર્મ
૧૮૫
શેષગુણોના આધારભૂત હોવાથી મૂળગુણો કહ્યા છે. અને તેના ઉપલક્ષણથી સંપૂર્ણ ચરણસિત્ત૨ીને પણ મૂલગુણોરૂપ કહી છે. તે આ પ્રમાણે છે.
वय' समणधम्म° संजम " वैयावचं" च बंभगुत्तीओ' ।
નાળાકૃતિત્રં તવાર જોહનિ—હા ચરળમેકં ।। ોય. નિ. માધ્ય ।।
વ્યાખ્યા : ૫ વ્રતો, ૧૦ પ્રકારનો સાધુધર્મ, ૧૭ પ્રકારે સંયમ, ૧૦ પ્રકારે વૈયાવચ્ચ, ૯ પ્રકારે બ્રહ્મચર્યની ગુપ્તિ, ૩ જ્ઞાનાદિગુણો, ૧૨ પ્રકારે ત૫, ૪ક્રોધાદિ કષાયોનો નિગ્રહ, એમ (૭૦ પ્રકારે) ચારિત્ર (મૂળગુણો) છે.
(૧) તેમાં ‘પ્રાણાતિપાત વિરમણ' વગેરે પાંચ મહાવ્રતોનું વર્ણન ઉ૫૨ કર્યું છે. (૨) દસ પ્રકારનો યતિધર્મ આ પ્રમાણે છે. (૧) ક્ષમા : જીવના સહન કરવાના આત્મપરિણામને ક્ષમા કહેવાય છે અર્થાત્ સર્વ રીતે ક્રોધના ઉદયને નિષ્ફલ બનાવવો તે ક્ષમા. (૨) માર્દવઃ અસ્તબ્ધતા અર્થાત્ અક્કડાઇનો અભાવ. અસ્તબ્ધતાના પરિણામને (ભાવને) અને તેનાથી થતી ક્રિયાને પણ માર્દવ કહે છે. ટુંકમાં જીવની નમ્રતા અને નિરભિમાનતા તે માર્દવ. (૩) આર્જવ : વક્રતા રહિત મન-વચનકાયાવાળા સ૨ળ જીવના ભાવને અથવા કર્મ (ક્રિયા)ને આર્જવ કહેવાય છે. અર્થાત્ જીવનો મન, વચન અને કાયાનો અવિકાર, નિષ્કપટપણું તે આર્જવ. (૪) મુક્તિ : બાહ્ય અનિત્યપદાર્થોની અને અત્યંતર (કામ-ક્રોધાદિ) ભાવો પ્રત્યેની તૃષ્ણા(લોભ)નો ઉચ્છેદ કરવો તે મુક્તિ. (૫) તપ : જેનાથી રસ-રૂધિરાદિ શરીરની સાત ધાતુઓ અને જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મો તપે તે તપ કહેવાય છે. તેના બાર ભેદો આગળ કંહેવાશે. (૬) સંયમ : આશ્રવની નિવૃત્તિ અર્થાત્ નવા કર્મોના બંધને અટકાવવો તે સંયમ. (૭) સત્ય : મૃષાવાદનો ત્યાગ. (૮) શૌચ : સંયમમાં નિરતિચા૨૫ણું (નિર્મળતા). (૯) આકિંચન્ય= કોઈપણ દ્રવ્ય ન હોવાપણું તે આકિંચન્ય. ઉપલક્ષણથી શરીર અને ધર્મોકરણ વગેરેમાં પણ મમત્વનો અભાવ તેને આકિંચન્ય સમજવું. (૧૦) બ્રહ્મ : નવવિધ બ્રહ્મચર્યની ગુપ્તિના પાલન પૂર્વકનો સ્પર્શનેન્દ્રિયનો સંયમ.
(૩) હવે સત્તર પ્રકારનું સંયમ કહેવાય છે.
પ્રાણાતિપાતાદિ પાંચ આશ્રવોથી અટકવું, પાંચ ઇન્દ્રિયોને વશ કરવી, ચાર કષાયોનો જય કરવો અને ત્રણ દંડની વિરતિ કરવી, એમ સંયમ સત્તર પ્રકારે છે. બીજી રીતે સંયમના સત્તર પ્રકાર આ પ્રમાણે છે - (૧-૯) પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય એ દરેક જીવોનો મન-વચન-અને કાયાથી સંરંભ, સમારંભ અને આરંભ કરવો નહિ, કરાવવો નહિ