________________
શ્રમણ ધર્મ
૧૯૭
સુવર્ણ' આદિ દ્રવ્યો ગ્રહણ કરવાં અને વસ્ત્ર-પાત્રાદિ ઉપધિ પણ શાસ્ત્રમાં કહેલી સંખ્યાથી અને માપથી વધારે રાખવી, સંગ્રહ કરવો, તે બાદર અતિચાર છે. તેમાં એટલો વિવેક છે કે પુસ્તક વગેરે જ્ઞાનાદિનાં ઉપકરણો (અધિક) રાખવા છતાં દોષ નથી. તે સિવાયના (અધિક) સંગ્રહથી અતિચાર જાણવો.
અહીં સર્વ પ્રસંગોમાં પરિણામને આશ્રયિને અતિચારનું (-અનતિચારનું) સ્વરૂપ જાણવું. હવે છઠ્ઠાવ્રતના અતિચારો કહે છેमूलम् - "दिनात्तदिनभुक्तादिचतुर्भङग्यादिरन्तिमे ।।
| સર્વેશ્વવેષ વિવા, ઉષા વાતિમવિધિઃ ૨૪” ગાથાર્થ : “દિવસે લાવવું અને દિવસે વાપરવું' ઇત્યાદિ ચાર ભાગા સેવવા વગેરેથી છેલ્લા (છઠ્ઠા) વ્રતમાં અતિચાર લાગે, અથવા સર્વવ્રતોમાં અતિક્રમાદિથી દોષો (અતિચારો) જાણવા.
ટીકાનો સંક્ષેપભાવાર્થ : (પૂર્વ દિવસે લાવીને રાખી મૂકેલું બીજા દિવસે ખાતાં) સંન્નિધિ દોષ લાગે. માટે “દિવસે લીધેલું દિવસે વાપરવું વગેરે ચાર ભાંગાવાળી ચતુર્ભગી સેવવા વગેરેથી છેલ્લા (છઠ્ઠા) વ્રતમાં અતિચારો કહ્યા છે. તેમાં પૂર્વ દિવસે લીધેલું બીજા દિવસે વાપરવું તે પ્રથમ ભાંગી, તે દિવસે લીધેલું રાત્રે વાપરવું તે બીજોભાંગો, રાત્રે લીધેલું બીજા દિવસે વાપરવું તે ત્રીજો ભાંગો અને રાત્રે લીધેલું રાત્રે વાપરવું તે ચોથો ભાંગો. એ ચારે ય ભાંગાથી તથાવિધ પરિણામને અનુસાર અતિચારો સમજવા. અતિમાત્રાએ (પ્રમાણાતિરિક્ત) આહાર લેવો વગેરેથી પણ છઠ્ઠા વ્રતમાં અતિચારો સમજવા.
હવે મૂળગુણોમાં અને ઉત્તરગુણોમાં સમાન રીતે દોષો કેવી રીતે લાગે તે જણાવવા કહે છે કે – કેવલ વ્રતાદિમાં જ નહિ, પણ સમસ્ત મૂળગુણોમાં અને ઉત્તરગુણોમાં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અથવા અનાચાર દોષો સમજી લેવા. વ્યવહારભાષ્યમાં, આધાર્મિકદોષને આશ્રયિને કહ્યું છે કે- “આધાકર્મ' દોષથી દૂષિત વસ્તુને આપવા વિનંતી કરતા દાતારની વિનંતિ સાંભળે, તે માટે તૈયારી કરતો યાવત્ ઉપયોગનો કાયોત્સર્ગ વગેરે કરીને જવા માટે પગ ન ઉપાડે ત્યાં સુધી અતિક્રમ દોષ ગણાય, ત્યાં જવા માટે પગલું ભરે ત્યાંથી માંડીને ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે અને પાત્ર ધરે ત્યાં સુધી વ્યતિક્રમ ગણાય.
આધાર્મિક વસ્તુ ગ્રહણ કરે અને ઉપલક્ષણથી ગ્રહણ કરીને પાછા ઉપાશ્રયમાં આવે, ગુરુની સમક્ષ આલોચના કરે, ભોજન માટે બેસીને મુખમાં તે વસ્તુ નાખે