________________
શ્રમણ ધર્મ
૧૯૫
આમ મૂળગુણો અને ઉત્તરગુણો કહેવાયા. મૂળગુણો અને ઉત્તરગુણોનું અતિચાર રહિત પાલન કરવું તે સાપેક્ષ યતિધર્મ છે. અતિચારો ન લાગે તેમ પાલન કરવા માટે અતિચારોનું પણ જ્ઞાન આવશ્યક છે દરેક વ્રતના અતિચારોને જુદા-જુદા કહેવાની ઇચ્છાથી પ્રથમવ્રતના અતિચારો કહે છે કેमूलम् - "आद्यव्रते ह्यतिचारा, एकाक्षादिवपुष्मताम् ।
સટ્ટપરિતાપોદ્રાવિVI: મૃતા નિનૈઃ સારા ” ગાથાર્થ : એકેન્દ્રિયાદિ જીવોનો સંઘટ્ટ, પરિતાપ કે ઉપદ્રવ વગેરે કરવું તેને શ્રીજિનેશ્વરોએ પહેલાં વ્રતમાં અતિચારો કહેલા છે.
ટીકાનો સંક્ષેપભાવાર્થ : એકેન્દ્રિયાદિ જીવોને સ્પર્શ કરવો તે સંઘટ્ટ, સર્વ રીતે સંતાપ ઉપજાવવો તે પરિતાપ, અતિશય પીડા કરવી તે ઉપદ્રાવણ, તે કરવાથી અહિંસા નામના પ્રથમવ્રતમાં અતિચારો લાગે છે. ll૧૧૯
બીજાવ્રતના અતિચારો કહે છે કેमूलम् - असौ द्विधाऽणुस्थूलाभ्यां, तत्राद्यः प्रचलादितः ।।
द्वितीयः क्रोधलोभादे - मिथ्याभाषा द्वितीयके ।।१२०।। ગાથાર્થ બીજાવ્રતમાં અતિચાર નાનો અને મોટો એમ બે પ્રકારનો છે. તેમાં પ્રચલા” નામની નિદ્રા વગેરેને યોગે મિથ્યા બોલાય તેને નાનો અને ક્રોધલોભાદિને વશ થઈને મિથ્યા બોલવું તેને મોટો અતિચાર સમજવો.
ટીકાનો સંક્ષેપભાવાર્થ: બીજા મૃષાવાદ વિરમણ વ્રતમાં સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારે અતિચાર થાય છે. તેમાં (બેઠાં બેઠાં કે ઊભા ઊભા ઉઘવું તે) પ્રચલા નામની નિદ્રા વગેરેને વશ થઈ મિથ્યા બોલવાથી સૂક્ષ્મ અતિચાર થાય. જેમકે દિવસે કોઈ (બેઠો કે ઊભો) ઊંઘતો હોય તેને “કેમ ઉંઘે છે ?' વગેરે પૂછવાથી તે કહે કે “હું ઊંઘતો નથી” વગેરે સૂક્ષ્મ અતિચાર સમજવો. ક્રોધ-લોભ-ભય કે હાસ્યથી મિથ્યા બોલવું તે બાદર અતિચાર જાણવો. બોલનારના પરિણામના ભેદથી સૂક્ષ્મ-બાદરનો ભેદ સમજવો. હવે ત્રીજાતના અતિચારોને કહે છે કેमूलम् - "एवं तृतीयेऽदत्तस्य, तृणादेर्ग्रहणादणुः ।
aો વિક્રમ રોડ વિસ્તારપદારતઃ પાદરા” ગાથાર્થ એ રીતે ત્રીજાવ્રતમાં પણ નહિ આપેલું તૃણ વગેરે લેવાથી અણુ