________________
૨૦૦
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ (૨) કષાયોને અને (૩) યોગોને ગોપવવાથી તથા (૪) પૃથર્ (નિર્જનાદિ પ્રદેશોમાં) શયન-આસન (સુવા-બેસવાથી) એમ ચાર પ્રકારે થાય છે. તેમાં ઇન્દ્રિયાદિ ત્રણને ગોપવવાનું વર્ણન તો લગભગ પૂર્વે કહેવાઈ ગયું છે. એકાંત, બાધારહિત, જીવસંસક્તિથી અને પશુ, નપુંસક-સ્ત્રી વગેરેથી રહિત એવાં શૂન્યધરો, દેવકુલિકા, સભા કે પર્વતની ગુફા વગેરે કોઈ સ્થળે રહેવું તે પૃથક્ શવ્યાસનનો અર્થ છે.
આ છ પ્રકારના તપમાં બાહ્યવસ્તુઓની અપેક્ષા રહેતી હોવાથી, બીજાઓ (પ્રત્યક્ષ) જોઈ શકતા હોવાથી, બાહ્ય શરીરને તપાવતું હોવાથી અને અન્યદર્શનના (જૈન શાસનથી બાહ્ય) તાપસ તથા ગૃહસ્થો પણ તેને કરતા હોવાથી બાહ્યતપ કહેવાય છે.
અભ્યતરતપ આ પ્રમાણે છે"पायच्छित्तं विणओ, वेयावचं तहेव सज्झाओं । झाणं उस्सग्गो वि अ, अभिंतरओ तवो होइ .।।" ।
રશ વૈ. નિ. I. - ૪૮ || - અભ્યતરતા છ પ્રકારનો છે. (૧) પ્રાયશ્ચિત્ત : પ્રાય: અતિચારથી મલિન થયેલા ચિત્તની વિશુદ્ધિ કરે તે પ્રાયશ્ચિત્ત. અથવા પ્રકર્ષથી (વિશેષતયા) આચારરૂપ ધર્મ જેનાથી (તે= પ્રાપ્ત થાય તે પ્રાયશ્ચિત્ત, અથવા પ્રાય: (સાધુઓ) અતિચારની વિશુદ્ધિ માટે (ચિત્તન=ોસ્મરણ કરે માટે પ્રાયશ્ચિત્ત. (= તે એક પ્રકારનું અનુષ્ઠાન સમજવું.) તેના દસ પ્રકારો આગળ કહેવાશે. (૨) વિનય : આઠ પ્રકારનું કર્મ જેનાથી (વિનીયતેત્ર) દૂર કરાય તે વિનય જ્ઞાનાદિ વિષયભેદં સાત પ્રકારનો છે. (૧) જ્ઞાનવિનય, (૨) દર્શનવિનય, (૩) ચારિત્રવિનય, (૪) મનોવિનય, (૫) વચનવિનય, (૬) કાયવિનય, (૭) ઉપચારવિનય.
(૧) જ્ઞાનવિનય પાંચ પ્રકારનો છે. (૧) મતિજ્ઞાન વગેરે તે તે “જ્ઞાનના સ્વરૂપમાં શ્રદ્ધા કરવી. (૨) તે તે જ્ઞાનવાળા જ્ઞાનીઓની કે જ્ઞાનના સાધનોની બાહ્યસેવારૂપ ભક્તિ કરવી. (૩) હૃદયથી તેઓ પ્રત્યે ‘બહુમાન કરવું. (૪) તેમાં જણાવેલા “અર્થોનો સમ્યકુ વિચાર કરવો. (૫) વિધિપૂર્વક “જ્ઞાન ભણવું, વારંવાર અભ્યાસ કરવો.
(૨) દર્શનવિનયના (૧) શુશ્રુષા અને (૨) અનાશાતના એમ બે પ્રકારો છે. તેમાં (૧) દર્શનગુણમાં જેઓ અધિક (નિર્મળશ્રદ્ધાવાળા) હોય તેઓનો શુશ્રુષારૂપ વિનય કરવો. અર્થાત્ તેઓની સ્તુતિ કરવારૂપ સત્કાર કરવો, આવે ત્યારે ઊભા