Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
(સૂક્ષ્મ) અતિચાર અને ક્રોધાદિને વશ બીજાની સચિત્તાદિ વસ્તુને હરણ કરવાથી બાદર અતિચાર લાગે છે.
૧૯૬
ટીકાનો સંક્ષેપભાવાર્થ : ત્રીજાવ્રતમાં પણ સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારના અતિચાર છે. તેમાં માલિક વગેરેએ આપ્યા વિનાનું તૃણ, માટી, પથ્થર, ઢેકું વગેરે અજાણપણે લેવાથી સાધુને સૂક્ષ્મ અતિચાર થાય. (અને જાણીને લેવાથી અનાચાર થાય એમ સમજવું.) ક્રોધ વગેરે કષાયોથી સાધુ-સાધ્વીની, ચરક વગેરે વિધર્મીઓની અથવા ગૃહસ્થોની સચિત્ત, અચિત્ત કે મિશ્ર કોઈપણ વસ્તુ હરણ કરવાના પરિણામ કરવાથી બાદર અતિચાર લાગે. (લેવાથી અનાચાર થાય.)
હવે ચોથાવ્રતના અતિચારો કહે છે કે
मूलम् - ब्रह्मव्रतेऽतिचारस्तु, करकर्मादिको मतः । સમ્યતવીયનુમીનાં, તથા ચાનનુપાનમ્ ।।૨૨।।”
ગાથાર્થ : ચોથા બ્રહ્મવ્રતમાં ‘હસ્તકર્મ’ વગેરે કરવાથી તથા બ્રહ્મચર્યની વાડોને સમ્યગ્ નહિ પાળવાથી પણ અતિચાર કહ્યો છે.
ટીકાનો સંક્ષેપ ભાવાર્થ : બ્રહ્મચર્યવ્રતમાં ‘હસ્તકર્મ’ વગેરે કરવાથી તથા અધ્યવસાયની વિચિત્રતાથી તદીયગુપ્તિ અર્થાત્ ભાવશુદ્ધિપૂર્વક બ્રહ્મચર્યની નવવાડોનું પાલન નહિ કરવાથી અતિચાર લાગે.
હવે પાંચમાવ્રતના અતિચારો કહે છે કે
मूलम् - "काकादिरक्षणं बाल મમત્વ પદ્મમેડ]:।”,
-
द्रव्यादिग्रहणं लोभात्, स्थूलश्चाधिकधारणम् ।।१२३ ।। "
ગાથાર્થ : કાગડા વગેરેથી (ગૃહસ્થની) આહારાદિ વસ્તુનું રક્ષણ કરવું, તથા બાળ (શિષ્ય) ઉપર કંઈક માત્ર મમત્વ કરવું, તેને પાંચમાવ્રતમાં સૂક્ષ્મ અતિચાર અને લોભથી દ્રવ્ય વગેરે રાખવું કે વસ્ત્ર-પાત્રાદિ પણ જરૂરથી અધિક રાખવાં, તેને સ્થૂલ અતિચાર કહ્યો છે.
ટીકાનો સંક્ષેપભાવાર્થ :
પાંચમા પરિગ્રહવિરમણ વ્રતમાં (પણ સૂક્ષ્મ અને બાદર એમ બે અતિચારો છે તેમાં) કાગડો, કુતરાં, ગાય વગેરેથી ગૃહસ્થના (શાંતરાદિના) આહારાદિનું રક્ષણ કરવું, તે પ્રાણીઓ ખાઈ ન જાય તે માટે પ્રયત્નપૂર્વક મૂકવું, સાચવવું વગેરે શય્યાતરાદિ પ્રત્યે મમત્વ કરવું તે સૂક્ષ્મ અતિચાર અને લોભના પરિણામથી