________________
૧૮૪
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
એટલે પત્થરની ચૂના વિગેરે લેપની કે ચિત્રલી સ્ત્રીની આકૃતિઓ એમ બંને પ્રકારની દેવી-મનીષી સ્ત્રી તથા નપુંસકવેદના ઉદયવાળા પુરૂષો, તિર્યંચયોનિમાં જન્મેલા (મૈથુનનો સંભવ હોય તેવાં) ગાય આદિ પશુઓ, જ્યાં હોય તેવી વસતિનો અને તેઓએ વાપરેલાં આસનોનો ત્યાગ કરવો, ભીંતના આંતરે સ્ત્રીપુરુષની કામોત્તેજક વાતો સંભળાતી હોય, તેવા સ્થાનનો ત્યાગ કરવો તે પ્રથમ ભાવના. (૨) સરાગપણે સ્ત્રીકથા નહિ કરવી તે બીજીભાવના. (૩) દીક્ષા પૂર્વે ગૃહસ્થાવસ્થામાં ભોગવેલા ભોગોનું સ્મરણ ન કરવું તે ત્રીજીભાવના. (૪) સ્ત્રીના રમ્ય અંગોપાંગને નિહાળવા નહિ તે તથા સ્વશરીરની વિભૂષા આદિ સંસ્કાર કરવાનું ટાળવું તે ચોથીભાવના (૫) (વિગઈથી લચપચતો) પ્રણીત આહાર અને અતિઆહારનો ત્યાગ કરવો તે પાંચમીભાવના. વીર્યવર્ધક, સ્નિગ્ધ, વિકારવર્ધક, માદક આહાર તે પ્રણીત આહાર. લૂખો આહાર પણ વધુ માત્રામાં લેવામાં આવે તો વિકારવર્ધક બને છે. તેથી અતિઆહાર વર્જવાનું કહ્યું છે. પાંચમા મહાવ્રતની ભાવનાઓ"स्पर्शे रसे च गन्धे च, रूपे शब्दे च हारिणि । पञ्चस्वपीन्द्रियार्थेषु, गाढं गार्द्धस्य वर्जनम् ।। પષ્યવાનનોપુ, સર્વથા વર્ણનમ્ ગાશિશ્ચનતંતવ, માવનાઃ પઠ્ઠ વર્તિતા | યો. શા. ૧-૩૨-૩૩
ભાવાનુવાદ : ભોગવવાથી રાગ ઉપજે તેવા મનોહર સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ એ પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં અતિગૃદ્ધિ (આસક્તિ) નહિ કરવી. તથા એ જ સ્પર્ધાદિ પાંચ વિષયો પ્રતિકૂલ હોય તેમાં સર્વથા દ્વેષ નહિ કરવો તે પાંચમા મહાવ્રતની પાંચ ભાવનાઓ છે. I/૧૧વા
હવે છઠાવતનું લક્ષણ કહે છે કેमूलम् - चतुर्विधस्याहारस्य, सर्वथा परिवर्जनम् ।
પઇ વ્રતમહેતાન, નિમૅદ મૃતા: સાર૭ા. ગાથાર્થ ચારે પ્રકારના આહારનો (રાત્રીએ) સર્વથા ત્યાગ કરવો, તેને છઠું વ્રત કહ્યું છે, એ છ વ્રતોને શ્રીજિનેશ્વરોએ સાધુતાના મૂળગુણો કહ્યા છે.
ટીકાનો સંક્ષેપભાવાર્થ : અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, એ ચારે પ્રકારના આહારને રાત્રીએ વાપરવાનો. સર્વથા = ત્રિવિધ ત્રિવિધ ભાંગાથી ત્યાગ કરવો, તેને છઠુવ્રત કહ્યું છે. હવે એ વ્રતોને અહીં સાધુધર્મના પ્રસંગમાં શ્રી જિનેશ્વરોએ