Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
તથા અનુમોદવો નહિ (તે નવ પ્રકારો.) (મારવાનો (હિંસાનો) સંકલ્પ કરવો તે સંરંભ, પીડા ઉપજાવવી તે સમારંભ અને પ્રાણોનો વિયોગ કરવો તે આરંભ.)
૧૮૬
(૧૦) સંયમમાં ઉપકારક પુસ્તકો વગેરે અજીવ પદાર્થોને, તેનું પ્રતિલેખનપ્રમાર્જન ક૨વાપૂર્વક જયણાથી રાખવા તે અજીવસંયમ. (૧૧) પ્રેક્ષા એટલે બીજ, વનસ્પતિ કે ત્રસજીવના સંસર્ગ વિનાના નિરવઘ સ્થાને ‘નેત્રોથી જોઈને' સુવું, બેસવું, ઉભા રહેવું કે ચાલવું વગેરે પ્રેક્ષાસંયમ. (૧૨) પાપ વ્યાપાર કરતા ગૃહસ્થની ઉપેક્ષા કરવી, અર્થાત્ ‘અમુક ઘર-ગામ વગેરેની સંભાળ ખ્યાલપૂર્વક કરો ઇત્યાદિ ઉપદેશ નહિ કરવો તે ઉપેક્ષાસંયમ (અથવા સંયમમાં અનાદર કરતા સાધુઓને તે તે સંયમનાં કાર્યોમાં જોડવા તે પ્રેક્ષાસંયમ અને નિષ્વસ પરિણામી પાસત્થા વગેરે સંયમની વિરાધના કરે તેની ઉપેક્ષા કરવી તે ઉપેક્ષા સંયમ.) (૧૩) નેત્રોથી જોયેલી ભૂમિનું કે વસ્ત્રાદિનું પણ રજોહરણ વગેરેથી પ્રમાર્જન કરીને તે વાપરવાં, અર્થાત્ સુતાં, બેસતાં, લેતાં, મૂકતાં વારંવાર પ્રમાર્જન કરવું; એક ગામથી બીજા ગામમાં પ્રવેશ કરતાં-નિકળતાં અર્થાત્ ભૂમિ બદલાતાં પગ પ્રમાર્જવા તે પ્રમાર્જનાસંયમ. (૧૪) વડીનીતિ, લઘુનીતિ, શ્લેષ્મ, કફ વગેરેને તથા જીવસંસક્ત, દોષવાળાં કે વધી પડેલા આહાર, પાણી વગેરેને જંતુ રહિત અચિત્તસ્થાને વિધિપૂર્વક પરઠવવાં તે પરિષ્ઠાપનાસંયમ. (૧૫) દ્રોહ, ઇર્ષ્યા, અભિમાન વગેરે દુષ્ટ ભાવોથી મનને રોકવું અને ધર્મધ્યાનાદિ શુભભાવમાં જોડવું તે મનસંયમ. (૧૭) હિંસક, કઠોર, અપ્રિયવચન નહિ બોલવું અને હિતકારી શુભ, મધુર અને સત્યવચન બોલવું તે વચનસંયમ (૧૭) જવું-આવવું વગેરે આવશ્યક કર્તવ્યોમાં કાયાની પ્રવૃત્તિ ઉપયોગપૂર્વક કરવી તે કાર્યસંયમ.
(૪) વૈયાવચ્ચ : (૧) આચાર્ય, (૨) ઉપાધ્યાય, (૩) તપસ્વી, (૪) નવદીક્ષિતશૈક્ષ, (૫) ગ્લાન સાધુઓ, (૬) સ્થવિરાદિ અન્ય સાધુઓ, (૭) સમનોજ્ઞ (એક સામાચારીવાળા અન્ય ગચ્છના) સાધુઓ, (૮) સંઘ, (૯) કુલ, (૧૦) ગણ. એ દસની વૈયાવચ્ચ કરવાને યોગે વૈયાવચ્ચના પણ દસ પ્રકારો કહ્યા છે.
(૫) બ્રહ્મચર્યની ગુપ્તિઓ : બ્રહ્મચર્યની રક્ષાના ઉપાયો - ‘વહિિિિિન્દ્રય, કુંતરપુવ્વી(િય) પણ્િ । અમાયાદાવિમૂસળાર્ફ, નવયંમઘેનુત્તીઓ 1.(પ્ર.સા.) (૧) સ્ત્રી-પશુ કે નપુંસક હોય તેવા સ્થાને નહિ રહેવું તે વસહિ. (૨) માત્ર સ્ત્રીઓની સભામાં સાધુએ ધર્મદેશના ન કરવી અર્થાત્ કથા ન કરવી અથવા સ્ત્રીના રૂપ, રંગ વગેરેની વાતો નહિ કરવી તે કથાત્યાગ. (૩) સ્ત્રીએ વાપરેલા આંસનનો બે ઘડી સુધી પુરુષે અને પુરુષે વાપરેલા આસનનો ત્રણ પ્રહર સુધી સ્ત્રીએ ત્યાગ કરવો તે
ન